ઘરના આગણાંમાં રાખો આ વસ્તુઓ દેવી દેવતાની કૃપા સદાય બની રહેશે, બધા દુઃખ થશે દૂર

ઘરના આગણું બધા મકાનનું મુખ્ય ભાગ હોય છે. એ સ્થાન એવું હોય છે જ્યાં ઘરના બધા સભ્ય ભેગા બેસીને વાતચીત કરે છે, હસી મજાક કરે છે. આ સ્થાન પર બેસીને ઘરના ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવતા હોય છે. અને ત્યાં જ બહારના લોકોનું પણ ઘરના આંગણામાં આવવાનું બની રહે છે.

એવામાં પોતાના ઘરના આંગણાને પવિત્ર અને સકારાત્મક જાળવી રાખવા માટે એમાં કેટલીક ખાસ વસ્તુઓ ચોક્કસ રાખવી જોઈએ. એવું કરવાથી દેવી દેવતાની કૃપા તમારા ઘરના સભ્ય પર હંમેશા બની  રહે છે. એટલું જ નહિ પણ એનાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ પણ પુરા થવા લાગે છે. જો તમારા ઘરમાં આંગણું ના હોય તો આ વસ્તુઓ તમે બાલ્કની અથવા તો ધાબા પર પણ મૂકી શકો છો.

તુલસીનો છોડ

તુલસી જેનો સંસ્કૃત અર્થ થાય છે અદ્વિતીય તેની સંપૂર્ણ ભારત વર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે.ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યરેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે.

તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં દેવીનું રૂપ પણ કહેવાયું છે. એમને શ્રીકૃષ્ણની પત્નીનું પણ સ્થાન મળેલ છે.

એવું કહેવાય છે કે ઘરમાં તુલસી હોવા એ ખુબ જ શુભ હોય છે. એ સકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત હોય છે. ઘરમાં તુલસી રાખવાનું સૌથી યોગ્ય સ્થાન આંગણું હોય છે. જો આંગણું ના હોય તો એ બાલ્કની અથવા છત પર પણ રાખી શકાય છે. તુલસીને આંગણામાં રાખવાથી તમારા ઘરમાં ખરાબ શક્તિઓ અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી.

દીવો

દીપ અથવા દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી વણાયેલ છે. દીવાનો સંબંધ સીધો જ અગ્નિ સાથે છે. ભારતમાં પ્રાચીનકાળથી સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર અને દૈવીભાવથી પૂજ્ય માનવામાં આવે છે. દીવાનો મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશના પ્રસારણનો છે.

દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા, અર્ઘ્ય, હકારાત્મકતાનું પણ પ્રતિક છે. જો કે તમે તમારા ઘરના આંગણામાં પણ રોજ સાંજના સમયે દીવો મૂકી શકો છો. દીવામાંથી નીકળતો પ્રકાશ નેગેટિવ ઉર્જાને નાશ કરે છે. એની સાથે જ એનાથી ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બને છે.

સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીયે છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ વરદાન આપેલ છે.

અગરબત્તી

અગરબત્તી પ્રગટાવવા પાછળ આધ્યાત્મિક કારણ છે. આપણે માનીએ છે કે અગરબત્તીથી જે ધુમાડો નીકળે છે એ તમારી કરેલી પૂજા-પ્રાર્થનાને સીધી ભગવાન પાસે લઇ જાય છે. આ તમારા વિચારને સુંદર અને પવિત્ર રાખે છે.

અગરબત્તી ઘરના આંગણામાં અથવા તુલસી પાસે રાખવાથી નેગેટિવ વસ્તુઓ તમારા ઘરથી કોસો દૂર રહે છે. પરંતુ જો તમે કોઈ શ્વાસ અથવા સ્વાસ્થ્યની સમસ્યાથી હેરાન થતા હોય તો એ ન કરો તો પણ ચાલશે. અગરબત્તી ઘરના આંગણામાં અથવા તુલસી પાસે રાખવાથી નેગેટિવ વસ્તુઓ તમારા ઘરથી કોસો દૂર રહે છે. પરંતુ જો તમે કોઈ શ્વાસ અથવા સ્વાસ્થ્યની સમસ્યાથી હેરાન થતા હોય તો એ ન કરો તો પણ ચાલશે.

લીંબુ મરચાં

કોઈ પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ અથવા તો અન્ય ગ્રહ કમજોર હોય તો તેના કારણે તેના જીવનની અંદર અને પ્રકારની પરેશાનીઓ આવી શકે છે. પરંતુ જો આ ગ્રહ દશા ને દૂર કરવી હોય તો ગુરુવારના દિવસે લીંબુના મરચાંના એક ખાસ ઉપાય કરવાની જરૂર પડે છે.

એવામાં જો તમે એને ઘરના આંગણામાં લગાવી દો છો તો તમારા પરિવારનો વાળ પણ કોઈ વાંકો કરી શકે નહિ. એનાથી તમે તમારા દુશ્મનોથી સુરક્ષિત રહો છો. સાથે જ ભૂતપ્રેત વગેરે ઘરની આસપાસ પણ ભટકતા નથી.

લીંબુ-મરચાં સંપૂર્ણ રીતે સડી જાય છે ત્યારે તેને રસ્તા પર ફેંકી દેવાય છે. આમ કરવાથી જેને લીંબુ મરચાં ફેંક્યા તેના માટે તો સારું છે. કારણ કે જેટલાં વ્યક્તિના પગ ફેંકેલા લીંબુ મરચાં પર પડે છે તેટલી જ નકારાત્મક દ્રષ્ટિ ફેંકનાર વ્યક્તિના ઘર અને દુકાન પરથી ઘટતી જાય છે.

ૐ અને સ્વસ્તિક

ૐ અને સ્વસ્તિકને હિંદુ ધર્મમાં પવિત્ર ચિન્હ માનવામાં આવે છે. સૌથી મૂળ મંત્ર ૐ છે જે હિંદુ ધર્મમાં પ્રણવ મંત્ર તરીકે પણ ઓળખાય છે અને તે તમામ મંત્રોનું સ્ત્રોત છે. આની પાછળનું હિંદુ તત્વચિંતન નામ રૂપનો નો વિચાર છે જેમાં એવું માનવામાં આવે છે.

સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિતીય મંગલ પ્રતીક છે. સ્વસ્તિ શબ્દ સુ+અસ ધાતુમાંથી બનેલો છે. ‘સુ’ એટલે સારો. કલ્યાણમય, મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક.

દરવાજા પર પણ બનાવી શકો છો. જો તમે ઈચ્છો તો તુલસીન કુંડા પર પણ બનાવી શકો છો. એ તમારા માટે સારા ભાગ્યનું કામ કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top