જો તમે તમારા બાળકોના ફોટોઝ સોશ્યિલ મીડિયા શેર કરતા હોવ તો, આટલુ ખાસ વાંચો

આજના જમાના માં દરેક લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા જ હોઈ છે અને અવારનવાર તેમાં પોતાની અપડેટ મુકતા હોઈ છે ત્યારે શું તમને ખબર છે કે તમારા બાળકોની તસવીરો તમે મુકો ચો તે કેટલું ભયાનક પરિણામ લાવી શકે છે, તો આવો જાણીએ આના વિશે વિગતે.

ફોટો શેર કરવાનો ક્રેઝ, સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે મોટા ભાગના લોકો પોતાના, ફ્રેન્ડ્સના કે ફેમિલી મેમ્બર્સના ફોટોઝ તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દે છે.

તેમાં કંઈ ખોટું પણ નથી પણ જ્યારે વાત બાળકોની આવે તો આવું નથી. ઈન્ટરનેટ જેટલું મદદરૂપ છે એટલું નુકસાનકારક પણ છે. સોશિયલ મીડિયા પર બાળકના ફોટોઝ શેર કરતી વખતે તમે કદાચ વિચાર્યું પણ નહિં હોય કે તમે બાળકને કેવા પ્રકારની મુશ્કેલીમાં નાંખી રહ્યા છો.

બાળકોની અમુક તસવીરો તમારે ભૂલથીય સોશિયલ મીડિયા પર શેર ન કરવી જોઈએ. કપડા વિનાની, તમે ઘણા એવા પેરેન્ટ્સ જોયા હશે જે ખુશી-ખુશી બાળકોની નહાતી, કપડા વિનાની તસવીરો સોશિયલ મીડિયા પર પોતાના સગાસંબંધીઓ સાથે શેર કરે છે.

પરંતુ આમ કરવાથી તમે ન માત્ર બાળકોની પ્રાઈવસીમાં દખલ કરો છો પણ સાથે જ સોશિયલ મીડિયા પર બદમાશોને તમારા બાળકના ફોટોઝનો ખોટી રીતે ઉપયોગ કરવાનો મોકો પણ આપો છે. બીમાર અથવા વાગ્યું હોય તેવી તસવીર, પોતાના બીમાર કે ઈજાગ્રસ્ત બાળકની તસવીર ક્યારેય સોશિયલ મીડિયા પર શેર ન કરવી જોઈએ.

પેરેન્ટિંગ એક્સપર્ટ ડો. ક્રિસ્ટી ગુડવિન જણાવે છે, મોટાભાગના લોકોને પેરેન્ટિંગના કામ માટે એવોર્ડ નથી મળતો. એટલે કે તમને બીજા કામની સરખામણીએ પેરેન્ટિંગ માટે ઓછી પ્રશંસા મળે છે.

બીમાર બાળકની પોસ્ટને તરત જ લાઈક્સ કે કોમેન્ટ્સ મળવા માંડે છે, લોકો પૂછવા માંડે છે કે બાળક ઠીક છે કે નહિ. પરંતુ આ એક વ્યસન બની શકે છે અને તમે આવા સંજોગોમાં બાળક કરતા વધુ સમય સોશિયલ મીડિયા પર વીતાવવા માંડશો.

બાળકોને બૉડી શેમ કરતી તસવીર, યાદ રાખો કે બાળકની અંદર આત્મવિશ્વાસ, આત્મ સન્માન, સ્વાભિમાન બાળપણમાં જ વિકસે છે.

તમને ભલે એવું લાગે કે તમારુ બાળક આ બધુ સમજવા માટે નાનું છે પરંતુ તમે જ્યારે બાળકને જાડિયો કે કાળિયો કહીને તેના ફોટા સોશિયલ મીડિયા પર મૂકો છો ત્યારે જીવનમાં આગળ ચાલીને બાળક પર તેની ઊંડી અસર પડે છે. બાળકોની ડિટેલ્સ દર્શાવે તેવી તસવીર.

જો તમે બાળકના સ્કૂલ ફંકશનના ફોટોઝ શેર કરો અથવા તો કોઈ એવી જગ્યાના ફોટોઝ શેર કરો જ્યાં બાળક તમારી ગેરહાજરીમાં રહેતુ હોય તો આવું કરીને તમે તેની સુરક્ષા જોખમમાં મૂકો છો. સોશિયલ મીડિયા એક સારું માધ્યમ છે પરંતુ જેટલું તે સારું છે તેટલુંજ તે ખોટું પણ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top