સુંદર દાંત તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે. તમને માનવામાં નહિં આવે પણ 30 ટકા જેટલા ભારતીયોને મોંમાંથી વાસ આવવાની અથવા તો દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા હોય છે. ભારતમાં ઘણા લોકો પોતાના દાંતની પૂરતી સારસંભાળ રાખતા નથી.
દાંતની સંભાળ રાખવાનો સૌથી આસાન રસ્તો છે લીમડો. રિસર્ચ દર્શાવે છે કે લીમડાને કારણે દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે. લીમડામાં એન્ટિફંગલ, એન્ટિ બેક્ટેરિયલ તત્વો રહેલા હોય છે. આ કારણે લીમડાના થોડા પ્રયોગ નિયમિત કરવાથી તમારા દાંતની તંદુરસ્તી જળવાઈ રહેશે.
લીમડાના પાન ચાવવામાં કડવા લાગે છે પણ તે પેઢામાં વિકસતા જંતુઓને મારી નાંખે છે. આ કારણે મોંમાંથી ખરાબ વાસ આવતી નથી.
દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તે ન માત્ર દાંતના રોગો સામે લડે છે પણ સડાથી પણ બચાવે છે. દાંતનો સડો એ ઈન્ડિયામાં ઘણા બધા લોકોને સતાવતી સમસ્યા છે.
દાંતની તંદુરસ્તી જાળવવાનો આ સૌથી સરળ ઉપચાર છે. લીમડાના પાનને પૂરતા પાણીમાં નાંખીને ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળો. આ ઉકાળાથી કોગળા કરી નાંખો. આ કારણે તમારા મોંની વાસ પણ દૂર થઈ જશે અને બેક્ટેરિયા પણ મરી જશે.
આ દાંત મજબૂત રાખવાની સૌથી જૂની પદ્ધતિ છે. તમે તમારા દાંત લીમડાના દાતણથી બ્રશ કરી શકો છો. આ કારણે તમને પેઢાના કોઈ રોગ પણ નહિં થાય અને દાંત ચમકવા માંડશે. લીમડાનું દાતણ નજીકના મેડિકલ સ્ટોરમાં પણ મળી રહેશે.
માર્કેટમાં એવા અનેક હર્બલ ટૂથપેસ્ટ મળે છે જેમાં લીમડાનું તત્વ હોય. લીમડાના ટૂથપેસ્ટથી બ્રશ કરવાથી તમનારા દાંત પણ વ્હાઈટ થશે અને દાંતમાં બીજી કોઈ તકલીફ નહિ પડે.
લીમડાના સૂકા પત્તાને ગ્રાઈન્ડ કરીને લીમડાનો પાવડર બનાવવામાં આવે છે. 1 ચમચી લીમડાના પાવડરમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી દો. તેમાં પૂરતુ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી દો. આ હોમમેડ ટૂથપેસ્ટથી બ્રશ કરશો તો તમારા દાંત ચમકવા માંડશે.
ઘણા લોકોને લીમડાના તેલના ફાયદા અંગે ખ્યાલ નથી. તેમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ ક્વોલિટિઝ હોય છે. તે પેઢા સૂજી જતા અને સડો થતા અટકાવે છે. તમારા રેગ્યુલર ટૂથપેસ્ટ પર તેનું એક ટીપુ મૂકો અને બ્રશ કરો. તમને ક્યારેય દાંતની તકલીફ નહિં થાય.