હાલ માં મંદી નો માર ખુબજ ચાલી રહ્યો છે.ત્યારે લોકો ને રૂપિયાની ખેંચ પણ અનુભવાતી હશે. તેવામાં તહેવાર પણ નજીક છે. આ નવરાત્રી પર્વ પર જાણવાં મળ્યું છે કે ભલભલા કપડા ની દુકાનો માં પણ આ વખતે મંદી રહી છે.
વિકાસ દેવાદાર રાજ્યોના લિસ્ટમાં દેખાઈ આવ્યો ગુજરાતનો વિકાસ, આપણા દરેકના માથે ફરે છે આટલાં રૂપિયાનું દેવું.
વિકાસની ઘેલી ઘેલી વાતોમાં દેવું એટલું વધી ગયું છે કે હવે તે લોકો ને કંઈક ને કઈક રીતે ખુંચી રહ્યું છે. વિકાસનું ગણિત વ્યાજના આંકડા ખોરવી રહ્યાં છે. દેવાદાર રાજ્યોની યાદીમાં ગુજરાત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. ભારત સરકારના રિપોર્ટ મુજબ માર્ચ 2020 માં ગુજરાતનું દેવું 3.25 લાખ કરોડ થશે.
વિકાસ એકલી આવકનો થોડો થાય, દેવાનો પણ થાય ને, ગુજરાત સરકારની કરવેરાની આવકો વધી રહી હોવા છતાં કેમ ખાદ્ય પડી રહી છે તે ખરેખર વિચારનીય છે. 2020 માં ગુજરાતનું દેવું 3.25 લાખ કરોડ થશે.
2020 માં દરેક ગુજરાતી માથે 51,000 નું દેવું હશે. 2019 માં ગુજરાતનું દેવું 2.97 લાખ કરોડ રુપિયારાજ્યની આવકના 19 ટકા તો દેવાનું ભારણદેવાદાર રાજયમાં ગુજરાત છઠ્ઠા ક્રમે પહોચ્યું છે.
રાજયની વાર્ષિક આવકના 19 ટકા જેટલું માતબર દેવું થઈ રહ્યુ છે.રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત 2020 માં દેવામાં ડુબી જશે. દરેક ગુજરાતી માથે 51000 નું દેવું લઈને જન્મશે. 2020 માં ગુજરાતનું દેવુ 3.25 લાખ કરોડ થઇ જશે.
જ્યારે હાલ ગુજરાતનું દેવુ 2.97 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે 2020 માં દરેક ગુજરાતીના માથે 51 હજાર રૂપિયાનું દેવું હશે. રાજ્યના વાર્ષિક આવકના 19 ટકા જેટલું દેવું છે. એટલે કે રાજ્યના દેવામાં સતત વધારો થઇ રહ્યો છે.
ગુજરાત કરોડોનું વ્યાજ ચુકવે છે ગુજરાતના દેવાદાર બનવા અંગેની વાતનો ખુલાસો વિધાનસભામાં થયો હતો. 31 મે 2019 સુધી રાજ્યનું જાહેર દેવુ 652 કરોડ રૂપિયાને આંબી ગયુ છે. વર્ષ 2017-18માં 17 હજાર 178 કરોડ અને વર્ષ 2018-19 માં 18 હજાર 124 કરોડ રૂપિયાના વ્યાજની ચૂકવણી કરાઈ છે. કરવેરાની આવક વધી હોવા છતાં દેવુ કેમ વધી રહ્યું છે.
2004-17 દરમ્યાન ગુજરાતના લોકોની આવક એટલે કે રાજ્યની જીડીપી 9.2 ટકાના દરે વધી, પણ સરકારની કર આવક 14.19 ટકાના દરે વધી અને દંડ, ફી, ચાર્જ વગેરે જેવી બિન-કર આવક 17.26 ટકાના દરે વધી. આમ, લોકોની આવક વધી એના કરતાં સરકારની આવક બહુ વધી. ગુજરાત દેશમાં ઘણા વધારે વેરા નાખનારું રાજ્ય છે.
છતાં સરકારના બજેટમાં ખાધ પોણા ત્રણ ગણી વધી રહી છે તે વિચારવા જેવુ છે. સરકારનું દેવું 2001 02 માં 45,000 કરોડ હતું કે જે 2017-18 માં 2.15 લાખ કરોડ થઈ ગયું. આમ, એક ગુજરાતી પર 35478 નું દેવું થઈ ગયું છે. જે સમગ્ર ગુજરાત માટે ખતરાની ઘંટી સમાન છે. અને આ આંકડો જરૂર તમને નાખુશ કરશે.