ભાગ્ય જ જાણતાં હશો ઇન્ડિયા ગેટ વિશેનાં આ રોચક તથ્યો, જુઓ ફક્ત એકજ ક્લિકમાં

આપણે સૌ લોકોએ કોઈક ને કોઈક વાર ટીવી અથવાતો રૂબરૂ માં ઇન્ડિયા ગેટ તો જોયોજ હશે પરંતુ શું તમે ઇન્ડિયા ગેટની જુદી જુદી અજાયબી વિશે જાણો છો. તો આવો જાણીએ તેના વિશે.

દિલ્હી ફરવા જાય તેઓ એક જગ્યાએ તો ચોક્કસ જાય છ. તે છે ઇન્ડિયા ગેટ. દેશ વિદેશના પ્રવાસીઓ માટે જ નહીં દિલ્હીવાસીઓ માટે પણ ઇન્ડિયા ગેટ ફરવા જવા માટે પહેલી ચોઈસ છે.

તેમાં પણ ખાસ દિવસો જેવા કે 15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી અને દરેક શનિ-રવિવારે અહીં ઉત્સવ કે મેળા જેવો માહોલ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આજે દેશી શાનનો સાક્ષી ઇન્ડિયા ગેટનું ઉદ્ઘાટન ક્યારે થું હતું. કોણે અને ક્યારે આ બનાવ્યો હતો. અને તેને બનાવવા પાછળનું કારણ શું હતું.

તેટલું જ નહીં ઇન્ડિયા ગેટની સામે દેખાતી એક ખાલી છત્રી પણ જોઈ હશે પરંતુ તેની પાછળનું રહસ્ય નહીં ખબર હોય. ઇતિહાસ, ઇન્ડિયા ગેટને પહેલા ઓલ ઇન્ડિયા વોર મેમોરિયલ નામથી જાણવામાં આવતો હતો.

1914 થી 1918 સુધી ચાલેલા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન મોટી સંખ્યામાં બ્રિટિશ સામ્રાજ્ય તરફથી ભારતીય સૈનિકો એંગ્લો-અફઘાન યુદ્ધમાં લડ્યા હતા અને કુરબાની પણ આપી હતી. લગભગ 82000 ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

આ સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા અને તેમની કુરબાનીને યાદ રાખવા સ્વરુપે આ સ્મારક બનાવવામાં આવ્યું હતું. ઇન્ડિયા ગેટની પાસે જ દિલ્હી ખૂબ જ જાણિતી જગ્યા પૈકી એક કનોટ પ્લેસ છે. તેનું નામ બ્રિટનના એક શાહી પરિવારના સભ્ય ડ્યુક ઓફ કનોટના નામે રાખવામાં આવ્યું હતું.

આ ડ્યુક ઓફ કનોટે જ 10 ફેબ્રુઆરી 1921 ના રોજ ઇન્ડિયા ગેટનું ખાતમૂહુર્ત કર્યું હતું. 10 વર્ષે આ સ્મારક બનીને તૈયાર થયું છે. 12 ફેબ્રુઆરી 1931 ના દિવસે તે સમયના ભારતના વાયસરોય લોર્ડ ઇરવિને તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

દર વર્ષે ગણતંત્ર દિવસ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરુ થઈ ઇન્ડિયા ગેટ થઈને પસાર થાય છે. ડિઝાઇન, 20મી સદીના મહાન વાસ્તુકાર સર એડવિન લુટિયંસે આ બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી છે. તેમણે અનેક બિલ્ડિંગ, યુદ્ધ સ્મારક અને હવેલીની ડિઝાઇન તૈયાર કરી છે.

તેમના નામે દિલ્હીમાં આજે પણ એક વિસ્તાર છે. જેને લુટિયંસ દિલ્હી નામથી ઓળખવામાં આવે છે. તેમણે લંડનમાં એક સેનોટેફ સહિત સમગ્ર યુરોપમાં 66 યુદ્ધ સ્મારક ડિઝાઇન કર્યા છે. ઇન્ડિયા ગેટની ઉંચાઈ 42 મીટર અને પહોળાઈ 9.1 મીટર છે. તેને બનાવવા પાછળ લાલ અને પીળા સેંડસ્ટોન તેમજ ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ભારતના જ ભરતપુરથી લાવવામાં આવ્યા હતા.

ઇન્ડિયાગેટની દિવારો પર તમામ શહિતોના નામ લખવામાં આવ્યા છે.ખાલી છત્રી, ઇન્ડિયા ગેટ સ્મારકથી લગભગ 150 મીટર દૂર પૂર્વમાં એક છત્રી આકાર છે.

વર્ષ 1936 માં તેનું નિર્માણ જોર્જ પાંચમાના સમ્માનમાં કરવામાં આવ્યું હતું. તે સમયે તેઓ ભારતના સમ્રાટ હતા. પહેલા આ છત્રી નીચે જોર્જ્ય પાંચમાની પ્રતિમા રહેતી હતી.

બાદમાં વિવાદ થતા તેમની પ્રતિમાને હટાવીને કોરોનેશન પાર્કમાં લગાવી દેવામાં આવી છે. ત્યારથી આ છત્રી અંગ્રેજો પાસેથી ભારત સ્વતંત્ર થયું તેનું પ્રતિક બની છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top