દક્ષિણ કોરિયાનો વિચિત્ર પાર્ક દક્ષિણ કોરિયાના સિનામ ખાતે આવેલ એક સુંદર પાર્કની મુલાકાત લેવાની થાય તો તમે આશ્ચર્યચકિત થવાની સાથે અજુગતું અનુંભવી શકો છો. અહીં આ પાર્કને પેનિસ પાર્ક તરીકે ઓળખાય છે જેમાં ઠેરઠેર પુરુષ લિંગના સ્કલ્પચર ઉભા કરાયા છે.
એક દંતકથા મુજબ ભટકે છે કુંવારી યુવતીની આત્મા અહીં પ્રચલિત એક દંતકથા મુજબ એક સમયે એક માછીમાર પોતાની ફિયોન્સેને દરિયા કિનારા નજીકના ટાપુ પર મુકીને માછીમારી કરવા દરિયામાં ગયો હતો. ત્યારે અચાનક વાવઝોડું આવ્યું અને તે યુવતિને દરિયામાં તાણી ગયું. આ કારણે કુંવારી મૃત્યુ પામેલ યુવતીની આત્મા વિસ્તારમાં ભટકવા લાગી અને કુંવારા છોકરાઓનો શિકાર કરવા લાગી.
ભટકતી આત્માને પ્રસન્ન રાખવા બનાવવામાં આવ્યો આ વિચિત્ર પાર્ક આ આત્મા પુરુષ લિંગને જોઈને જ ખુશ થતી હોવાથી આત્મા પ્રસન્ન રહે તે માટે આ પાર્ક બનાવવામાં આવ્યો હતો.
આ પાર્કમાં હાલ 300 જેટાલા નાના મોટા લિંગના સ્કલ્પચર છે. એટલું જ નહીં અહીં આવેલ ગિફ્ટ શોપમાં તમને પાસ્તાથી લઈને વસ્ત્રો સુધીની તમામ વસ્તુ પેનિસ શેપમાં જ મળી રહે છે.
હજારો ટુરિસ્ટ આવે છે અહીં તેમાં પણ મહિલાઓ વધારે સ્થાનિકો મુજબ તે કુંવારી યુવતીની મોત બાદ આસપાસના દરિયામાંથી માછલીઓ પણ ગાયબ થઈ ગઈ હતી. ત્યાર બાદ અહીં સૌ પહેલા લાકડાના પેનિસ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા હતા જે બાદ આત્માનો ક્રોધ શાંત થયો હતો.
આજે આ પાર્કની મુલાકાત લેવા માટે લગભગ વિશ્વભરમાંથી દરવર્ષે 12000 કરતા વધારે વિઝિટર્સ આવે છે. જેમાંથી 60% તો મહિલાઓ જ હોય છે. આ પાર્ક તેના કુદરતી સૌંદર્ય અને રમણીય દરિયા કિનારા માટે પણ પ્રખ્યાત છે.