તમિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલિપુરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ચીનના રાષ્ટ્રપતિ શી ચીનફિંગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, પછી બંને “એશિયાઈ સિંહો” વચ્ચેનો સબંધ જોડવા માટે જોરદાર પ્રયત્ન કર્યો. પ્રધાનમંત્રી મોદીએ ચીનના રાષ્ટ્રપતિને મહાબલિપુરમના મંદિરો અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ કરાવ્યા. બંને નેતાઓની એક તસ્વીર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ જે લોકો માટે કુતુહલનો વિષય બની ગયો છે. આ તસ્વીરમાં પીએમ મોદી અને શી ચીનફિંગની પાછળ એક મોટો પથ્થર જોવા મળે છે જે બહુજ ખતરનાક તરીકે આગળની તરફ ઘણો જુકેલો જોવા મળે છે.
ચાલો જાણીએ શુ છે આ પથ્થરનો ઇતિહાસ.
અસલમાં, આ પથ્થર ૨૫૦ ટન વજનનો ‘પથ્થર કૃષ્ણ બટર બોલ’ છે જે ૧૩૦૦ વર્ષ પહેલાં ભૂકંપ, સુનામી, ચક્રવાત સહિત અનેક કુદરતી આફતો પછી પણ એજ જગ્યા એ સ્થાયી રૂપે ટકેલો છે. આટલું જ નહીં આ પથ્થરને હટાવવા માનવીઓ એ ઘણો પ્રયાસ કર્યો બધા અસફળ રહ્યા. દુનિયામાંથી પહુચેલા લોકો આ કુદરતી પથ્થરથી બનેલો “કૃષ્ણ બટર બોલ” આશ્ચર્યજનક કેન્દ્ર બની ગયું છે.
આકાશ ના ભગવાનનો પથ્થર.
“કૃષ્ણ બટર બોલ” અથવા તો વાણીરાય યુગ(આકાશના ભગવાનનો પથ્થર) એક પહાડ ઉપર સ્થાપિત છે. ૨૦ મીટર ઉંચો અને ૫ મીટર પહોળાઈ વાળો આ પથ્થર લગભગ ૨૫૦ ટન વજનનો છે. આ વિશાળકાય પથ્થર પહાડ ઉપર બઉજ ઓછી જગ્યાએ ઉભેલો છે એટલે એવુ લાગે છે આ ગમે ત્યારે પડી શકે છે. આ કારણોસર, જોખમ લેનારાઓ જ આ પથ્થરની નીચે બેસે છે. આ પથ્થર લગભગ 45 ડિગ્રી ઢાળ પર છે જે ૧૩૦૦ વર્ષથી મહાબલિપુરમમાં છે.
આ પથ્થરને ગુરુત્વાકર્ષણબળની કોઈજ અસર થતી નથી. ત્યાંના સ્થાનીય લોકોનું માનવું એવું છે કે આ પથ્થર ઈશ્વરે મહાબલિપુરમમાં મુક્યો જે એ સાબિત કરવા માંગે છે કે તે કેટલા શક્તિશાળી છે અથવા તો સ્વર્ગમાંથી આ પથ્થરને લાવામાં આવ્યો છે. ત્યાંજ વૈજ્ઞાનિકનું માનવું એવું છે કે આ ચટ્ટાન તેના કુદરતી સ્વરૂપમાં છે. ભૂવૈજ્ઞાનીકનું માનવું એવું છે કે ધરતીમાં આવેલ કુદરતી બદલાવથી આ પ્રકારનો અસામાન્ય આકારના પથ્થરનો જન્મ થયો.
ભગવાન કૃષ્ણનો માખણ.
આ દરમિયાન, હિન્દુ ધાર્મિક લોકોતે માનવુ છે કે ભગવાન કૃષ્ણ ઘણી વાર પોતાની માં ના માટલામાંથી માખણ ચોરી કરતા હતા અને આ પથ્થર ખરેખર શ્રી કૃષ્ણ દ્વારા ચોરી કરેલો માખણનો ઢેર છે જે સુકાઈ ગયો છે.કૃષ્ણ બોલને જોઈ ને એવું જ લાગે છેકે તે ગમે ત્યારે પડી શકે છે પરંતુ આ પથ્થરને હટાવવા ૧૩૦૦ વર્ષથી ઘણા પ્રયાસ કર્યા પરંતુ બધા નિષ્ફળ ગયા. પહેલી વખત સન ૬૩૦ અને ૬૬૮ ની વચ્ચે દક્ષિણ ભારતમાં શાસન કરતો પલ્લવ શાસક નરસિંહ વર્મને તેને હટાવાની કોશિશ કર્યો હતો. એમનું માનવું છે કે આ પથ્થર સ્વર્ગથી આવ્યો છે એટલા માટે શિલ્પકાર તેને પર શિલ્પકાર્ય કરી શકે નહીં. પલ્લવ શાસકનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો.
સાત સાત હાથીઓ પણ આ પથ્થરને હટાવી શક્યા નહી.
સાલ ૧૯૦૮ માં બ્રિટિશ શાસન દરમ્યાન મદ્રાસના ગવર્નર આર્થર લાવલેએ તેને હટાવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. લાવલેને ડર હતો કે આ પથ્થર ગબળતાં ગબળતાં નગર સુધી પોહચી જશે તો ઘણા લોકોના જીવને નુક્શાન થશે.આ કારણે લાવલે એ સાત હાથીઓ ની મદદથી આ પથ્થરને હટાવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ ઘણી મહેનત પછી પણ આ પથ્થર હલી શક્યો નહીં. છેવટે ગવર્નર લાવલે ને પોતાની હાર સ્વીકારવી પડી. હવે આ પથ્થર સ્થાનિક લોકો અને પર્યટકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે.
ભારત-ચીનના સંબંધોનો ‘બ્રિજ’ બન્યો કૃષ્ણ માખણ બોલ.
વર્તમાન સમયમાં વિજ્ઞાનને આટલી પ્રગતિ પછી પણ જાણી નથી શક્યો કે આ પથ્થર ૪ ફુટના આ બેજ પર આ ૨૫૦ ટનનો પથ્થર કેવી રીતે ટકી રહ્યો છે. કેટલાક લોકોનું એવું માનવું છેકે આ પથ્થર ટકવાનું કારણ ઘર્ષણ અથવા ગુરુત્વાકર્ષણ બળ છે. એમનું કહેવું છે કે આ પથ્થરને નીચે ગબળવાથી રોકવા ઘર્ષણ મદદ કરે છે,ત્યાં ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર પથ્થરને ૪ફૂટ ના કેન્દ્ર પર ટકી રાખવા માટે મદદ કરે છે.આ ઇતિહાસને પસંદ કરવા વાળા ચીનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને ‘કૃષ્ણ બટર બોલ’ બતાવીને બંને દેશો વચ્ચે સબંધમાં આ વિશાળકાય પથ્થરની જેમ મજબૂત થાય તેવી ભરપૂર કોશિશ કરી.