મહેસાણા માં 300 થી વધુ દલિતો એ કર્યું ધર્મ પરિવર્તન…જાણો શુ છે કારણ..

વાત કરીએ ભારત દેશની તો દેશમાં ધર્મ પરિવર્તન એક સંવેદનશિલ અને વિવાદીત મુદ્દો રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ધર્મ પરિવર્તન ચાલુ છે, જેમાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન પરિવારોએ પણ ધર્મ પરિવર્તન કર્યાના સરકારી કિસ્સાઓ નોંધાયા છે. એક આંકડા મુજબ રાજ્યના 19 જિલ્લાઓમાં 851 લોકોએ ધર્મ પરિવર્તન કરવાની અરજી કરી છે.

જેમાં 684 લોકોને ધર્મ પરિવર્તનની મંજુરી પણ આપી દેવામાં આવી છે.ધર્મ પરિવર્તન માટે અરજી કરનારાઓ 814 હિન્દુ, 25 મુસ્લિમ, 11 ખ્રિસ્તી અને 1 બૌધ્ધ છે. દેશનું બંધારણ નાગરિકોને કયો ધર્મ પાળવો તેની સ્વતંત્રતા આપે છે, છતાં ધર્મ પરિવર્તનને લઇને વિવાદો થતા રહે છે.

ત્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં જે આંકડા આપ્યા છે, તે ચોંકાવનારા છે.પરંતુ આતો હતી પેન્ડીંગ અરજીઓ ની વાત પરંતુ હવે આપણે વાત કરીએ આવાજ એક કિસ્સા વિશે ની જે ખુબજ ચર્ચિત બની ગયો છે.ગુજરાતમાં ગઈ કાલેજ એક આવો ધર્મ પરિવર્તન કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતના મહેસાણામાં અસમાનતા અને અત્યાચારથી ત્રસ્ત 400થી વધુ દલિતોએ ધર્મ પરિવર્તનનો નિર્ણય લીધો છે.દલિતોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે.લગભગ 400 દલિતોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરતાં કહ્યું કે તેઓ પોતાની સાથે થઈ રહેલી અસમાનતા અને અત્યાચારથી દુખમાં હતા.જેના કારણે તેમણે વિજયાદશમીના દિવસે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો.

આગળ વાત કરીએ તો લગભગ100 દલિતોએ સરસ્વતી મંદિરની શાળામાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, 25 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ભાવખેડી ગામે બે બાળકોને નિર્દયતાથી માર માર્યો હતો.દલિત સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેઓ કહે છે કે દલિતો અન્ય ધર્મોના લોકો કરતા સામાજિક રીતે ઓછો વિકાસ કરી રહ્યા છે.બૌદ્ધ ધર્મ સ્વીકારવાથી દલિતોનો વિકાસ થઈ શકશે. ઇડરના નાયબ કલેક્ટર કહે છે કે તેમને ધર્મપરિવર્તન માટે માત્ર 9 અરજીઓ મળી છે.પરંતુ વેટ આટલુંજ નથી લોકો બીજુક કંઈક કહે છે.

વાત એમાં એવી છે કે લોકો નું કહેવું છે કે જ્યારે બૌદ્ધ ધર્મ સ્વીકારનારા ઓનું કહેવું છે કે તેમણે આ સંદર્ભે કલેક્ટરને અગાઉ અરજી આપી હતી. બૌદ્ધ ધર્મ સ્વીકાર નારા રમેશ બેન્કરે કહ્યું હતું કે 1956માં વિજયા દશમીના દિવસે જ બાબા સાહેબ આંબેડકરએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. તેથી ઘણા દલિતો દશેરાના દિવસે બૌદ્ધ ધર્મ સ્વીકારે છે.

તેમણે કહ્યું કે દલિતો હજી પણ નીચી જાતિના માનવામાં આવે છે જ્યારે બૌદ્ધ ધર્મ અમને પ્રેમથી સ્વીકારે છે.દલિતોએ અન્યાય અને અત્યાચાર સામે સરકાર વતી કડક પગલાં ન લેવાનો આરોપ લગાવીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.જોકે ઘણા લોકો આને માનતા નથી એ લોકો નું કહેવું છે કે તેઓને જાતેજ બૌદ્ધ ધર્મમાં જોડાવું હતું માટે તે બહાના બનાવતાં હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top