હવે લાગશે આવા વિજ મીટર પોતાની મરજી મુજબ કરી શકશો રિચાર્જ

હાલમાં દેશ માં ઘણા એવા સ્થળ છે જ્યા અત્યાર સુધી વીજળી નથી પહોંચી.આ વીજળી તેઓ સુધી પહોંચ તા પહેલાજ નષ્ટ થઈ જાય છે તો ક્યાંક સરકાર ના મંદ કામ ને લીધે નથી પહોંચી.પરંતુ હવે આ સંપૂર્ણ બરબાદી નું ભરણ કરવા સરકાર એક નવું લક્ષ્ય લઈને આવીછે.

આર.કે સિંહે કહ્યું કે ભારત એક નવી વ્યવસ્થાની તરફ આગળ વધી રહ્યો છે.જ્યાં વીજળી મેળવવા માટે પહેલા ચુકવણી કરવી પડશે અને ત્યારબાદ જ તેને વીજળી મળશે.

ઉર્જા મંત્રીએ એ વાત સ્પષ્ટ કરી કે રાજ્ય સમાજના કેટલાક વર્ગોને નિ:શુલ્ક વીજળી આપવામાં આવશે.જેનો ખર્ચ જે-તે રાજ્ય સરકાર ઉઠાવશે.પરંતુ તેની સાથે સાથેજ હવે મોદી સરકાર એક નવું લક્ષ્ય લઈને આવી છે. તેમનું લક્ષ્ય છે કે, દરેક ઘરને 24 કલાક વીજળી આપવી છે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉર્જા મંત્રીના બે દિવસના સમ્મેલનની શરૂઆત કરતા કેન્દ્રીય ઉર્જા મંત્રી રાજકુમાર સિંહે કહ્યું, દરેક ઘરોમાં વીજળી પહોંચી ચૂકી છે. માત્ર 16 મહિનાઓમાં 2.66 કરોડ ઘરોમાં વીજળી કનેક્શન આપી દેવામાં આવ્યા છે.

આટલા ઓછા સમયમાં દુનિયામાં આવું કશે નથી બન્યું.આ રીતે મળશે 24 કલાક વીજળી,તેમણે કહ્યું, હવે સરકારનું નવું લક્ષ્ય દરેક ઘરોમાં 24 કલાક વીજળી પહોંચાડવાનું છે.

સરકાર જે નવી ટેરિફ નીતિ લાવી રહી છે, તેમાં દરેક ઘરોમાં 24 કલાક વીજળી આપવાનું કહેવામાં આવ્યું છે.સાથે જ જ્યાં કોઈ કારણ વિના પાવર કાપવામાં આવશે તો ડિસ્કોમ પર દંડ ફટકારવામાં આવશે. જેનું વિતરણ ગ્રાહકોને કરવામાં આવશે.

આ નીતિને મંજૂરી માટે કેબિનેટની પાસે મોકલવામાં આવી છે.ઉર્જા મંત્રીએ કહ્યું.દરેક કૃષિ પંપો પર સૌર ઉર્જા સંયંત્ર લાગશે.જેને ગ્રિડની સાથે જોડવામાં આવશે.ત્યાં બનનારી સોલાર વીજળીથી તેમનો પંપ ચાલશે.અને વધેલી ઉર્જા ગ્રિડને આપવામાં આવશે.

જેથી ખેડૂતોને કમાણીની વધુ એક તર મળશે.જો ભાડૂત અને મકાનમાલિક સમાન મીટર હોય. મકાનમાલિક મહિના દરમિયાન 190 યુનિટ વીજળીનો ઉપયોગ કરી રહ્યો છે.અને ભાડૂતએ 190 એકમોનો ઉપયોગ કર્યો હતો.

તમને થતું હશે કે કદાચ તમે તમારા ફાડૂત સાથે કેવીરીતે તેનો ઉપયોગ કરશો તો તમારે ગભરાવા ની જરૂર નથી.બંનેને 380 યુનિટ મળ્યા. હવે જ્યારે બિલ આવશે ત્યારે તે 200 થી 400 યુનિટના સ્લેબમાં હશે.અને દિલ્હી સરકારને 200 યુનિટ સુધી મફત વીજળી આપ્યા પછી, 200 થી વધુ અને 400 કરતા ઓછા વાળા અડધા સ્લેબનું બિલ અડધું થઈ ગયું છે.

તેથી આ કિસ્સામાં ભાડુઆત અને મકાનમાલિકે અડધા બિલ ચૂકવવું પડશે. પરંતુ જો આ મીટર અલગ હોત તો ભાડુઆત કે મકાન માલિકે બિલ ચૂકવવું ન પડે.3 વર્ષમાં દરેકના ઘરોમાં પ્રીપેડ મીટર,ઉર્જા મંત્રીએ કહ્યું, ત્રણ વર્ષમાં દરેક ઘરોમાં વીજળીના પ્રીપેડ મીટર લાગી જશે.

જેના પર દરેક રાજ્યોની મંજૂરી છે.ઘણાં રાજ્યો તો આ કામને એક વર્ષની અંદર જ પૂરુ કરવા માંગે છે. જેનાથી ગ્રાહકો અને ડિસ્કોમ બંનેને ફાયદો થશે.ગરીબ ગ્રાહકો પણ 20 રૂપિયાનું વીજળી રિચાર્જ કરાવી શકશે. તો ડિસ્કોમને એડવાન્,માં પૈસા મળી જશે.

અત્યાર સુધી તેમણે વીજળીનું બિલ બનાવવા માટે મીટર રીડર રાખવું પડતું હતું. અને ડિસ્કનેક્ટ કરવા માટે પણ કર્મચારી રાખવો પડતો હતો. પણ હવે પ્રીપેડ મીટર લાગી ગયા પછી તેનાથી છૂટકારો મળી જશે.ઉર્જામંત્રીએ કહ્યું કે, 2022 સુધીમાં સંપુર્ણ દેશમાં 24X7 વીજળી મળી શકે છે.

તમામ ઘરમાં વીજળી પ્રીપેઇડ મીટર દ્વારા સપ્લાઇ કરવામાં આવશે.પ્રીપેઇડ મીટર વગર વીજળીનો ઉપયોગ કરવો ગુનાહિત કૃત્ય બનશે અને વપરાશકર્તાને દંડ ભોગવવો પડશે.સરકાર ની આ યોજના ખૂબજ સારી નીવડી શકે તેવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top