દિવાળી બાદ ટોલનાકા પર ડબલ પૈસા આપવા રહેજો તૈયાર, કારણ કે કેન્દ્ર સરકારનો લાવી રહી છે આ નવો નિયમ.

પહેલાથી જ સરકાર ના અવનવા નિયમો ના કારણે જનતા ખુબજ રોશ માં છે ત્યારે હવે ટોલ પ્લાઝા ને લઈને એક નવો નિયમ સર્જર બહાર પાડવા જય રહી છે ત્યારે આવો જાણીએ તેના વિશે વિગતે.જો તમે હાઈવે પરથી પસાર થતાં હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કેમ કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઈ ગયા બાદ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ થશે નહીં, ફક્ત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જ થશે.

અને જો તમે રોકડ પેમેન્ટ કરવા માગો છો તો તમારી પાસેથી ટોલનો બમણો દર વસૂલવામાં આવશે. આ સિસ્ટમ માટે લોકોને જાગૃત કરવા માટે હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝાને સૂચના આપી દીધી છે. તો તમને અપાતાં ટોલમાં છેક નીચેની લાઈનમાં પણ ફાસ્ટેગનો ઉલ્લેખ છે. એટલે કે, જો હવે તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હશે તો ફાસ્ટેગ સિસ્ટમ લેવી જ પડશે.

રોડ મિનિસ્ટ્રી તરફથી જાહેર એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં તમામ ટોલ પ્લાઝાને ફાસ્ટેગ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે.એટલે કે આ સિસ્ટમ લાગુ થયા બાદ રોકડ પેમેન્ટ થશે નહીં.આ સિસ્ટમ તમારે ચાલુ કરાવવા માટે ફાસ્ટેગ લેવો પડશે. આ ફાસ્ટેગ તમે કોઈપણ બેંક પાસેથી કે ઓનલાઈન પણ મેળવી શકો છો.જેની દરેક પ્રક્રિયા એકદમ સરળ છે.

કંઈક આ રીતે કામ કરશે ફાસ્ટેગ.

ફાસ્ટેગ એ એક ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્સ ડિવાઈસ છે, કે જે તમારા વ્હિકલમાં ઈન્સ્ટોલ કરેલું હોય છે. અને આ ડિવાઈસ તમને ટોલ પ્લાઝા પર સ્ટોપ કર્યા વગર સડસડાટ નીકળી જવા માટે મદદ કરે છે. તેનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાંથી ઉભા રહેવામાં મુક્તિ મળે છે. સરકારનો આ પ્લાન ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.ફાસ્ટેગ કાર કે વ્હિકલની વિન્ડસ્ક્રીન ઉપર લગાવવામાં આવે છે. અને તે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અને ચાલુ વ્હિકલે આ ફ્રિક્વન્સીની મદદથી તમારો ટોલ આપોઆપ ભરાઈ જાય છે. ટોલની રકમ ફાસ્ટેગ સાથે જોડાયેલ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.હાલના પ્રાવધાન પ્રમાણે જો તમે ફાસ્ટેગ લેનમાં તમારું વ્હીકલ લઈને જશો તો તમારે બમણો ટોલ ચૂકવવો પડશે. અને હાઈવે ઓથોરિટીના કહેવા પ્રમાણે આ સિસ્ટમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.

આવી રીતે ખરીદી શકાશે ફાસ્ટેગ.

જો તમે ફાસ્ટેગ ખરીદવા માગો છો તો, તમે તમારી બેંકમાંથી ઓનલાઈન પણ ખરીદી શકો છો. લગભગ તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકો દ્વારા પોતાની વેબસાઈટ ઉપર ફાસ્ટેગ ખરીદવાનો ઓનલાઈન ઓપ્શન આપવામાં આવ્યો છે. ઓનલાઈન ફાસ્ટેગ લેવા માટે તમને તમારી આરસી બૂક અને ડ્રાઈવિંગ લાયસન્સનો ફોટો પણ અપલોડ કરવો પડશે. ડોક્યુમેન્ટ અને ડિટેઇલ અપલોડ કર્યા બાદ તમને 15 દિવસની આસપાસમાં તમારા ઘરે ફાસ્ટેગ મળી જશે. જેને તમે તમારી ગાડીના કાચ ઉપર ચીપકાવી શકો છો, અને ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા વગર નીકળી શકો છો. બેંકો તરફથી ડિલિવરી માટે કોઈ ચાર્જ લેવામાં આવી રહ્યો નથી.

ઓનલાઇન પણ મેળવી શકો છો.

તમે પેટીએમથી પણ ફાસ્ટેગ ખરીદી શકો છો. પેટીએમ દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમને પેટીએમ પર ડિટેલની સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. તેમાં પણ 2 દિવસની આસપાસની અંદર તમારા ઘરે ફાસ્ટેગ પહોંચી જશે.ટોલ પ્લાઝા ઉપર પણ બેંક કર્મીઓ આપશે ફાસ્ટેગ.નેશનલ હાઈવે પરના દરેક ટોલ પ્લાઝા ઉપર બેંકના કર્મચારીઓ બેંક સમય દરમિયાન ફાસ્ટેગની સુવિધા પૂરી પાડશે. બેંક કર્મીને આરસી બૂક અને લાયસન્સ આપવાથી તમારું ફાસ્ટેગ એકાઉન્ટ જનરેટ થશે. પણ બેંકની રજાના દિવસે ટોલ પ્લાઝા ઉપર બેંક કર્મીઓ હાજર નહીં રહે.તમે જ્યારે પણ ફાસ્ટેગ લગાવેલાં વાહનથી કોઈ ટોલ પ્લાઝા પરથી પસાર થતો તો, ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલની રકમ ચૂકવાઈ જતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવી જશે. જેમાં તમારા એકાઉન્ટમાંથી કેટલી રાશિ કાપવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવશે.

એક તરફી વિચારીયે તો આ ખુબજ સારી રીત પણ છે.પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ આ ખુબજ ખરાબ નિર્ણય સાબિત થઇ શકે છે.હાલમાં મોંઘવારી માટે છે અને દિવાળી આંગણે છે ત્યારે આવા નિયમો ને કોઈ પણ રીતે પ્રવેશ મળી શકતોજ નથી.જનતા ના રિએક્શન વાત કરીએ તો તેઓ આ નિયમ અપનાવવાજ નથી માંગતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top