હવે તમારા ‘Status’ થી કમાણીની તૈયારીમાં છે Whatsapp, ભારતમાં ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

Whatsapp પર આપણું સ્ટેટસ જલ્દી કંપનીની કમાણીનો રસ્તો બનનાર છે. એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ પોતાના યૂઝર્સ સ્ટેટમાં જાહેરાત દેખાડશે, જેની શરૂઆત 2019થી થશે. જાણકારી પ્રમાણે જાહેરાત વીડિયોના રૂમાં હશે અને આ એવું જ કામ કરશે જેવું ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં થાય છે. ફેસબુકે આ વર્ષે જૂનમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરિઝમાં જાહેરાતની શરૂઆત કરી હતી.

રિપોર્ટ અનુસાર, વોટ્સએપના દુનિયાભરમાં લગભગ 1.5 અબજ યુઝર્સ છે, જેમાંથી 45 કરોડ યુઝર્સ વોટ્સએપ સ્ટેટસનો ઉપયોગ કરે છે. ત્યાં ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, તો માત્ર 40 કરોડ યુઝર્સ જ રોજિંદા ઉપયોગ કરે છે.

વોટસએપની ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઈડિમાએ તેની ખાતરી આપી હતી કે વોટ્સએપ પર આવતી જાહેરાત ફેસબુકની જાહેરાત પ્રોગ્રામ્સનો જ ભાગ છે. વોટસએપ સ્ટેટસ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થયું હતું.

ફેસબુકની આવકમાં થયો છે મોટો ઘટાડો

ડેટા શેરિંગ કાંડ સામે આવ્યા બાદ ફેસબુકને ખાસ્સું આર્થિક નુક્સાન ભોગવવાનું આવ્યું છે. કંપનીની આવક તેમજ નફાને મોટો ફટકો પડ્યો છે, અને શેરોમાં પણ જોરદાર ધોવાણ થયું છે. તેવામાં હવે પોતાની આવકને સરભર કરવા માટે ફેસબુક પાસે એક જ ઓપ્શન બચે છે, અને તે છે વ્હોટ્સએપ દ્વારા હવે આવક ઉભી કરવી.

અબજોની કમાણીની શક્યતા

હાલ તો પ્લાન કંઈક એવો છે કે યુઝર્સના સ્ટેટસ અપડેટ્સમાં એડ બતાવીને તેમજ કંપનીઓને કસ્ટમર્સને મેસેજ મોકલવા બદલ ચાર્જ વસૂલ કરીને કમાણી કરવામાં આવે. વ્હોટ્સએપ તેના માટે સાવ ક્ષુલ્લક ચાર્જથી શરુઆત કરવાનું વિચારી રહ્યું છે. જોકે, તેના યુઝરોની સંખ્યા કરોડોમાં હોવાથી આ સાવ સામાન્ય ચાર્જથી પણ તે અબજો રુપિયા કમાઈ શકે છે. વળી, જે-તે દેશ પ્રમાણે પણ એડનો ચાર્જ અલગ હોઈ શકે છે.

ભારતમાં પણ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

100 જેટલી કંપનીઓએ તો વ્હોટ્સએપના આ ફીચરનું ટેસ્ટિંગ શરુ પણ કરી દીધું છે, જેમાં સિંગાપોર એરલાઈન્સ અને ઉબરનો પણ સમાવેશ થાય છે. આ માહિતી ખુદ વ્હોટ્સએપે જ વોલ સ્ટ્રીટ જર્નલને આપી છે. ઉબરે ડ્રાઈવરોના સવાલના જવાબ આપવા માટે વ્હોટ્સએપમાં ટેસ્ટિંગ શરુ કર્યું છે. હાલ આ ટેસ્ટિંગ મેક્સિકો, ભારત અને બ્રાઝિલમાં ચાલી રહ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top