હાલમાં પેટાચૂંટણી ને લઈને સમગ્ર ગુજરાતમાં માહોલ ગરમાયેલો રહે છે ત્યારે આજે એક એવી માહિતી બહાર આવી છે જે ખુબજ નવાઈ લાગે તેવી છે.પેટાચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ-કોંગ્રેસે પ્રચારને વેગવંતુ બનાવ્યુ છે. પેટાચૂંટણીના પ્રચારમાં કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓ પણ વ્યસત બન્યાં છે જેના લીધે સચિવાલયમાં રજા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
વિવિધ સમસ્યાઓની રજૂઆત કરવા આવેલાં મુલાકાતીઓને પણ સચિવાલયમાં આવી પાછા જવુ પડયુ હતું.બુધવારની કેબિનેટ બેઠક પણ મુલતવી રાખવામાં આવી,પેટાચૂંટણીને કારણે બુધવારે મળનારી કેબિનેટની બેઠક પર મુલતવી રાખવામાં આવી છે21મી ઓક્ટોબરે રાધનપુર,બાયડ સહિત કુલ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે. પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ-રાજ્યકક્ષાના પ્રધાનો પણ પેટાચૂંટણીના પ્રચારમાં જોડાયાં છે.
ગત કેબિનેટની બેઠકમાં ખુદ મુખ્યમંત્રીએ મંત્રીઓને ટપાર્યા હતાં કે,પેટાચૂંટણીમાં રસ લો અને પ્રચારકાર્યમાં જોડાઓ.મુલાકાતીઓ ચેમ્બર બહાર બેસી રહ્યાં,મુલાકાતનો દિવસ હોઇ મંગળવારે રાજ્યભરમાંથી દૂર દૂરથી આવેલાં મુલાકાતીઓ મંત્રીઓની ચેમ્બરની બહાર બેસી રહ્યાં હતાં. વિવિધ પ્રશ્રોની રજૂઆત-ઉકેલ માટે આવેલાં મુલાકાતીઓને એક જ જવાબ મળ્યો કે, સાહેબ નથી.મંત્રીઓની ગેરહાજરીને કારણે મુલાકાતીઓને ગાંધીનગરનો ધક્કો પડયો હતો. ગુજરાતમાં રોગચાળો વકર્યો છે,લોકો અનેક પ્રશ્નોથી પિડીત છે ત્યારે મંત્રીઓએ પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવાને બદલે પેટાચૂંટણી જીતવા પર વધુ ધ્યાન આપ્યુ હતું.
દૂર દૂરથી આવેલાં લોકો પણ એવુ કહી રહ્યાં હતાંકે, અઠવાડિયામાં એક વાર પ્રજાને મુલાકાત આપવામાં ય મંત્રીઓ પાસે સમય નથી.પ્રજાના પ્રશ્નો મહત્વના કે પેટાચૂંટણી,પ્રજાના પ્રશ્નો મહત્વના છે કે પેટાચૂંટણી. આ ઉપરાંત મુલાકાતના દિવસે મંત્રીઓ હાજર રહેશે નહી તેની અગાઉથી જાણકારી હોતી નથી જેના લીધે ક્ચ્છ, દક્ષિણ ગુજરાત અને સૈારાષ્ટ્રથી આવતાં મુલાકાતીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
બુધવારે મળનારી કેબિનેટની બેઠક પણ પેટાચૂંટણીને કારણે રદ કરવામાં આવી છે.આ અગાઉ પણ સજીવ ખેતી વર્કશોપને કારણે કેબિનેટ મુલતવી રાખવામાં આવી હતી.સ્વર્ણિમ સંકુલ 1 અને 2 એકદમ સૂમસામ બન્યુ હતુ અને રજા જેવો માહોલ જોવા મળ્યો હતો.લોકો ને જ્યારે સરકારી કર્મચારી ઓની જરૂરત હોય છે ત્યારે તેઓ પેટાચૂંટણી માં વ્યસ્ત હોય છે જવાથી જનતાને ખુબજ કષ્ટ સહન કરવું પડે છે.