Jio ની નવી જાહેરાત અન્ય નેટવર્ક યુઝર સાથે અડધો કલાક વાત કરવા પર ચૂકવવો પડશે આટલો ચાર્જ – જાણો વિગતે

દેશ નું સૌથી વધારે યુઝર્સ ધરાવતું નેટવર્ક એટલે કે જીઓ જયતે જીઓ ની સારી સ્કીમો આવી હતી ત્યારે તે ખુબજ મનપસંદીદાર બન્યું હતું.પરંતુ પાછળ થોડા દિવસ થી જીઓ ના નવા પ્લેનથી લોકો હેરના થઈ ગયાં છે.

ત્યારે આજે જીઓ એ વધુ એક નિયમ અમલ માં મુક્યો છે. આવો જાણીએ આ નિયમ વિશે. જિઓ ગ્રાહકોને અન્ય નેટવર્ક યુઝર સાથે અડધો કલાક વાત કરવા પર 1.80 રૂપિયા IUC ચાર્જ આપવો પડશે. 10 ઓક્ટોબરથી રિલાયન્સ જિઓના ગ્રાહકોને ઇન્ટરકનેક્ટ યુઝેસ ચાર્જ (IUC) આપવા પડી રહ્યા છે. જિઓના ગ્રાહકો જ્યારે કોઈ બીજા નેટવર્ક પર કોલિંગ કરે છે ત્યારે તેમને 6 પૈસા પ્રતિ મિનિટના ચૂકવવા પડી રહ્યા છે.

આ નવા ચાર્જને લઈને જિઓએ IUC ટોપ-અપની જ જાણકારી સમજાવી છે. જિઓએ એક વીડિયોની મદદથી ગ્રાહકોને જણાવ્યું છે કે, જો કોઈ ગ્રાહક પોતાના જિઓ નંબરથી અન્ય કોઈ નેટવર્ક પર કોલ કરે છે તો તેને અડધો કલાકના 1.80 રૂપિયા IUC ચાર્જ આપવો પડશે.

જિઓથી જિઓ કોલ કરવા પર આ IUC ચાર્જ આપવાનો રહેશે નહીં. કંપનીએ દાવો કર્યો છે કે, આ ચાર્જ અન્ય કંપનીના ચાર્જ કરતાં ઘણો સસ્તો છે. જિઓના IUC ટોપ-અપની ડિટેલ 10 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 124 IUC મિનિટ અને 1GB ડેટા મળશે.

20 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 249 IUC મિનિટ અને 2GB ડેટા મળશે. 50 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 656 IUC મિનિટ અને 5GB ડેટા મળશે. 100 રૂપિયાના ટોપ-અપ પ્લાન પર 1362 IUC મિનિટ અને 10GB ડેટા મળશે.

પ્લાનની વેલેડિટી પૂરી ન થાય ત્યાં સુધી IUC ચાર્જ નહીં લાગે. જો તમે જિઓ ગ્રાહક છો અને IUC ટોપ-અપ કરાવવા જઈ રહ્યા છો, તો સૌથી પહેલા તમારા જિઓ પ્લાનની વેલીટીડી ચેક કરી લો. આઈયુસી ચાર્જ એ ગ્રાહકોને આપવો પડશે જે લોકોએ એટલે કે 10 ઓક્ટોબર પછી રિચાર્જ કરાવ્યું હોય તેમાં પ્લાનની વેલિડિટી 10 ઓક્ટોબરે સમાપ્ત થઈ ગઈ હોય.

જો હાલ ગ્રાહકના પ્લાનની વેલિડિટી છે, તો તેણે IUC ટોપ-અપ રિચાર્જ કરાવવાનું રહેશે નહીં. નવા રિચાર્જ પર IUC ટોપ-અપ લેવું ફરજીયાત છે. આના સીવાય જીઓએ એક નવી ટેકનોલોજી અમલમાં લાવવાની ફિરાકમાં છે તો આવો આપણે જાણીએ તેના વિશે.

જીઓ હોવી બોટ મેકર ટુલને અમલમાં મુકવાની ફિરાકમાં છે ત્યારે જાણીએ શુ છે બોટ મેકર. જિઓ બૉટ મેકર ટૂલની મદદથી નાના વ્યવસાયોને સક્ષમ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ સર્વિસ છે, જે 4G ફોન પર કામ કરે છે.

દિલ્હીમાં સોમવારથી શરૂ થયેલાં ઇન્ડિયન મોબાઇલ કોનફરન્સ (IMC) 2019 ઇવેન્ટમાં રિલાયન્સ જિઓએ દુનિયાની પ્રથમ નેટિવ વીડિયો કોલ અસિસ્ટન્ટ (Bot) સર્વિસને લોન્ચ કરી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બેઝ્ડ સર્વિસ છે, જે 4G ફોન પર કામ કરે છે. યુઝરે વીડિયો કોલિંગ માટે કોઈ થર્ડ પાર્ટી એપ જરૂર નહીં હોય. જિઓ વોઇસ કોલ અસિસ્ટન્ટ કસ્ટમર સપોર્ટ અને કસ્ટમર ક્મયૂનિકેશનમાં ક્રાંતિ લાવી શકે છે. જિઓ બૉટ મેકર ટૂલની મદદથી નાના વ્યવસાયોને સક્ષમ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે. AI આધારિત આ બૉટના ઉપયોગથી યુઝરને વધારે ફાયદો થશે.

વીડિયો બૉટને યુઝરની આવશ્યક્તાઓને પૂરી કરવા માટે વધારે કસ્ટમાઈઝ કરવામાં આવશે. વીડિયો બૉટને એક સ્વરૂપ પણ આપવામાં આવશે. તેમાં પારંપરિક કસ્ટમર કેર એગ્ઝેક્યુટિવ, સીઈઓ, બ્રાન્ડ એમ્બેસેડર અથવા કોઈ અન્ય કેરેક્ટર હોઈ શકે છે.

3 દિવસ સુધી ઇવેન્ટ ચાલશે. 3 દિવસ સુધી યોજાનાર આ ઇવેન્ટ 16 ઓક્ટોબરે સમાપ્ત થશે. ઇવેન્ટની શરૂઆત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે કરી હતી. આ ઇવેન્ટ ત્રીજી વખત યોજાઈ રહી છે.

આ ઇવેન્ટ દક્ષિણ એશિયાની સૌથી મોટી ટેક ઇવેન્ટ છે. ઇવેન્ટમાં દુનિયાભરની કંપનીઓએ ભાગ લીધો છે. ઇવેન્ટના લોન્ચિંગ દરમિયાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સરકાર દ્વારા કેટલીક કંપનીઓને 5G નાં ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.

IMC 2019 ની થીમ પર રાખવામાં આવી છે. આ થીમને 9 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં ઓગ્મેન્ટેડ એનાલિસિસ, ઓટોનોમસ થિંગ્સ, ફયૂચર લોજિસ્ટિક્સ, ઇમર્સિવ વર્લ્ડ, ઇન્ટેલિજન્ટ એજ, ઈન્વેન્ટિવ યુનિકોર્ન, એમહેલ્થ, પ્રાઇવસી એન્ડ એથિક્સ અને સ્માર્ટ સ્પેસિસ સામેલ છે.

ઇવેન્ટમાં 40 થી વધારે દેશ, 300 થી વધારે પ્રદર્શનકાર અને 250 થી વધારે પ્રવક્તાઓએ ભાગ લીધો છે. 3 દિવસનાં આ ઇવેન્ટમાં 1 લાખ લોકો આવી શકે છે. ઇવેન્ટમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ‘વર્ષ 2014 માં ફોન નિર્માણ કરતી 2 કંપની હતી જે હવે 268 પર પહોંચી છે.

ભારતમાં હાલ 1.18 અરબ ફોન યુઝર્સ અને 63 કરોડ ઈન્ટરનેટ યુઝર છે. 1.24 અરબ લોકો પાસે આધાર કાર્ડ છે. જિઓએ આ ઇવેન્ટમાં મનોરંજન, ગેમિંગ, શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રે 5G નેટવર્કના ઉપયોગને નવા મોડયુલ્સનાં માધ્ય્મથી સમજાવ્યું છે. એક બાજુ જ્યારે કંપની સારી એવી સ્કીમો આપે છે ત્યારે બીજી તેજ સ્કીમો નું ભંગાણ કરી કંઈક નવું પેતરું અપનાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top