હાલ મહારાષ્ટ્રમાં ચુંટણી માહોલ ખુબજ ગરમાયેલો રહે છે.અવારનવાર નેતાઓ પ્રચાર માટે જતા હોય છે. તેવામાં મહારાષ્ટ્રના કદાવર નેતા પર હુમલો થાય ની ખબર બહાર આવી છે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે.
ત્યારે તમામ પાર્ટીઓ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ દમરિયાન શિવસેના માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે.
ઉસ્માનાબાદના સાંસદ ઓમરાજે નિંબાલકર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે.હાથ મેળવવાના બહાને હુમલો. ઓમરાજે શિવસેનાના ઉમેદવાર કૈલાશ પાટિલ માટે પડોલી ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.
આ દરમિયાન એક યુવકે તેમની સાથે હાથ મિલાવ્યો અને અન્ય એક યુવકે પોતાની પાસે છુપાવીને રાખેલા ચાકુ વડે હુમલો કર્યો હતો. જો કે મળતી માહિતું અનુસાર તેઓ નો ઈરાદો તેમને મારવાનો હતો પરંતુ તેઓ આ કામ માં સફળ થયા નહાતાં.
અહીં મળતી વધુ માહિતી મુજબ તેઓને શરીરમાં પેટના ભાગે છરી ના ઘા થવાનો દાવો છે માહિતી અનુસાર, સાંસદ ઓમરાજેના હાથ અને પેટ પર હુમલો કરવામાં આવ્યો છે.ખાસ વાત છે કે, હુમલો કર્યા બાદ યુવક ફરાર થઈ ગયો હતો.
જે બાદ ઈજાગ્રસ્ત સાંસદને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આરોપી યુવકની શોધખોળ કરી છે. હોવી આ આરોપીની પૂછ પરછ કરવામાં આવશે, તેમાં પૂછવામાં આવશે કે સ કારણે તેને આ કદમ ઉઠાવ્યો હતો.