ખુદ યમરાજા એજ જણાવ્યું મૃત્યુ અંગેનું આ રહસ્ય, જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય

અમરતા પ્રાપ્ત કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ સૃષ્ટિના નિયમ વિરૂધ્ધમાં નથી જઈ શકતા. સૃષ્ટિના જે નિયમ વિષે વાત કરીએ છીએ તે છે જીવન અને મૃત્યુનો નિયમ.જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ અને મૃત્યુ બાદ આત્મા બીજા શરીરમાં પ્રેવશ કરે તે નિશ્ચિત છે. એટલા માટે અમરતાના સપના જોવાથી કોઈ ફાયદો નથી.

આમ તો મૃત્યુનું નામ પણ માનવીની અંદર કંપન ઉત્પન કરે છે પરંતુ સત્ય એ પણ છે કે જેટલા લોકો આ વિષય પર જાણવા માટે જિજ્ઞાસુ છે એટલા અન્ય કોઈ વિષયન વિશે નહીં.મૃત્યુપૂર્વાભાશ હોય કે મૃત્યુ બાદ આત્માની સફર. આ તમામ વિષયમાં માનવીને જાણાવાની જિજ્ઞાસા હોય છે.

આ બાબતે અમે એવી બાબતો તમને જણાવીશું કે જે બાબતો ખુદ યમરાજે જણાવી હતી. કઠોપનિષદમાં યમરાજ અને બાલક નચિકેતાની મુલાકાત સાથે જોડાયેલી કથા જોવા મળે છે. જે અનુસાર ક્રોધિત પિતાએ જ્યારે નચિકેતાને મૃત્યુ એટલે કે યમરાજને દાનમાં આપ્યો ત્યારે પિતાની વાતને માન્ય રાખીને બાળક નચિકેતા યમરાજની શોધમાં નિકળી પડ્યો હતો.

યમરાજની શોધ કરતાં કરતાં તે યમપુરીમાં પહોંચી જાય છે. નચિકેતાની મૃત્યુ નથી થયું અને તે દેહ સાથે યમપુરીમાં પ્રવેશ નથી કરી શકતો. એટલા માટે યમરાજે પોતાના દ્વારપાલને કહ્યું કે તે બાળકને પરત જવા માટે કહે. પરંતુ નચિકેતાએ દ્વારાપાલની વાત ન માની અને 3 દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો યમપુરીના દ્વારા પર ઉભો રહ્યો.

નચિકેતાની આસ્થા જોઈને યમરાજ સ્વંય તેમની પાસે આવ્યા અને તેને ત્રણ વરદાન માંગવા માટે કહ્યું.નચિકેતાએ વરદાનમાં સૌથી પહેલા તેના પિતાનો સ્નેહ, સ્વર્ગ અગ્નિ વિદ્યાનું જ્ઞાન અને મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યોની જાણકારી માંગી.

યમરાજે પિતાનો સ્નેહ વરદાનમાં આપ્યો. સાથે સ્વર્ગની અગ્નિ વિદ્યા કે જેના દ્વારા સ્વર્ગની પ્રાપ્તી કરી શકાય છે. તેની વિધી નચિકેતાને સમજવવામાં આવી. યમરાજે એવું પણ કહ્યું કે આજથી આ વિદ્યાને નચિકેતાના નામ એટલે કે નચિકેતાગ્નિ તરીકે ઓળખાશે.

પહેલા તો યમરાજે બાળક નચિકેતાને ત્રીજી માંગ પૂરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી. જોકે અંતમાં નચિકેતાની હઠ સામે યમરાજે હાર માનવી પડી અને ત્યાર બાદ મૃત્યુના રહસ્ય અંગે પડદા ઉઠવા લાગ્યા.

યમરાજે નચિકેતાને જણાવ્યું કે ‘ઓમ’ પરમાત્માનું સ્વરૂપ છે અને મનુષ્યના હ્રદયની અંદર બ્રહ્માનો વાસ હોય છે.યમરાજે જણાવ્યું કે મૃત્યુબાદ આત્મા મરતી નથી, શરીરના વિનાશ બાદ આત્માને શરીર સાથે કોઈ સંબંધ રહેતો નથી. આત્મા જન્મ નથી જન્મ લેતી કે નથી મૃત્યુ પામતી.

જન્મ બાદ મૃત્યુ સુધીની સફર પૂરી કર્યા બાદ વ્યક્તિની વાસ્તવિક યાત્રા પૂર્ણ થાય છે. તેનો અર્થ એ છે કે વ્યક્તિ જન્મ-મરણના ચક્ર સાથે સાથે બ્રહ્મસ્વરૂપથી પણ મુક્ત થાય છે.

નચિકેતાને મૃત્યુના રહસ્ય જણાવતા હમરાજે કહ્યું કે જે વ્યક્તિ જીવીત અવસ્થામાં નાસ્તિક હોય છે, જેમની આત્મા ઈશ્વારના અસ્તિત્વ પર વિશ્વાસ નથી રાખતી, તેમના મૃત્યુ બાદ તે આત્મા શાંતિની શોધમાં લાગે છે અને તેમને ક્યારેય શાંતિ મળતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top