જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોજ ગ્રહોની સ્થિતિ આપના ભવિષ્યને પ્રભાવિત કરે છે રાશિફળમાં તમને નોકરી, વ્યાપાર, સાવસ્થ્ય, શિક્ષા વિવાહિત, અને પ્રેમ જીવનની જોડાયેલ દરેક જાણકારી મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ જાણવા માંગો છો કે આજ દિવસ તમારા માટે કેવો રહેશે, તો વાંચો આજનું રાશિફળ. આજનું રાશિફળ બતાવી રહ્યા છે. રાશિફળનું આપના જીવન માં ખૂબ મહત્વ હોય છે રાશિફળ થી ભવિષ્ય માં થનારી ઘટનાઓ નો આભાસ થાય છે.
મેષ રાશિ.
તમને ગુસ્સા પર સંયમ રાખવાની સલાહ આપે છે. ગુસ્સા પર કંટ્રોલ નહીં રાખો તો સંબંધો બગડી શકે છે. માનસિકરૂપથી વ્યગ્રતા અને બેચેનીને કારણે તમારું મન કોઈ કાર્યમાં નહીં લાગે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહી શકે છે. કોઈ ધાર્મિક સ્થળ અથવા માંગલિક પ્રસંગોમાં જવાનું આમંત્રણ મળશે.શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. સંતાનોના મામલે ચિંતા થશે. પેટ સંબંધિત બીમારીઓથી પરેશાન થઈ શકો છો. પ્રવાસમાં અવરોધ આવશે. સરકારી કાર્યોમાં સફળતા મળશે.
વૃષભ રાશિ.
શારીરિકરૂપથી અસ્વસ્થ રહેવાથી તથા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં વિલંબ થવાને કારણે તમે નિરાશ થશો. આજે કોઈ નવા કાર્યનો શુભારંભ ન કરો. ખાવા-પીવામાં ધ્યાન રાખવું. આજે કાર્યભાર વધારે રહેશે. પ્રવાસમાં મુશ્કેલી આવી શકે છે. પિતા કે પૈતૃક સંપત્તિથી લાભ થશે. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્યવહારથી લાભ થશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે. સંતાનોના કામ પાછળ ખર્ચ થશે.
મિથુન રાશિ.
આજનો દિવસ આનંદ-પ્રમોદમાં પસાર થશે તેવું કહે છે. શારીરિક અને માનસિકરૂપથી તમે ખુશીનો અનુભવ કરશો. મિત્રો અને પરિવાજનો સાથે પ્રવાસ તથા પર્યટનસ્થળ પર ફરવાથી આનંદ ઉઠાવશો. સ્વાદિષ્ઠ ભોજનનો સ્વાદ લઈ શકશો અને નવા વસ્ત્રોની ખરીદી થશે. વાહનસુખ મળશે. તમારા માન-સમ્માન અને લોકપ્રિયતામાં વધારો થવાના સંકેત છે. નવી યોજનાઓનો અમલ લાવવા માટે શુભ દિવસ છે. નોકરિયાતોને ઉચ્ચ પદાધિકારીઓ તથા સરકાર તરફથી પરિશ્રમનું ખૂબ સારું ફળ મળશે. ભાગ્યવૃદ્ધિની તક પ્રાપ્ત થશે.
કર્ક રાશિ.
વ્યવસાયમાં આજનો દિવસ લાભદાયી રહેશે તેવું કહે છે. ઓફિસમાં સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત થશે. પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. માનસિકરૂપથી તમે સંપૂર્ણ સ્વસ્થતાનો અનુભવ કરશો. પ્રતિસ્પર્ધિઓ પર વિજય મળશે. કાર્યમાં યશ પ્રાપ્ત થશે. ખર્ચની માત્રા વધારે રહેશે.પરિવારના સભ્યો સાથે મતભેદ થશે. કામ બાબતે સંતોષની ભાવના જાગશે. ધન ખર્ચ થશે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ જતા મનને કાબૂમાં રાખવું.
સિંહ રાશિ.
આજના સર્જનાત્મકતા અને કળા સંબંધી પ્રવૃતિઓ માટે શ્રેષ્ઠ દિવસ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર શકશો. સ્નેહીજનો અને મિત્રો સાથે મુલાકાત થશે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. ગુસ્સા પર સંયમ રાખવો, જેનાથી માનસિક એકાગ્રતા બનેલી રહેશે.પિતા તથા વડીલો પાસેથી સહયોગ પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારા સ્વભાવમાં ક્રોધ અને વ્યવહારમાં ઉગ્રતા રહેશે, જેની પર અંકુશ રાખવાની સલાહ આપે છે. દામ્પત્ય જીવનમાં મન મેળાપ રહેશે.
કન્યા રાશિ.
આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો રહેશે તેવું સંકેત આપે છે. શારીરિક સ્ફૂર્તિનો આજે અભાવ રહેશે અને માનસિકરૂપથી ચિંતા રહેશે. પત્ની સાથે કલહના પ્રસંગ બની શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સ્થાવર સંપતિ બાબતે ધ્યાન રાખવું.શારીરિક અને માનસિક ચિંતાની સાથે આજનો દિવસ વ્યતીત કરશો. સ્વભાવમાં ઉત્તેજનાથી કામ બગડવાની સંભાવના રહેશે. કુટુંબીજનો તથા મિત્રો સાથે મતભેદ થશ. આકસ્મિક ધન ખર્ચ થશે.
તુલા રાશિ.
આજનો દિવસ આનંદમાં પસાર થશે તેવું કહે છે. પ્રતિસ્પર્ધિઓ સમક્ષ વિજય મેળવી શકશો. પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે. સ્વજનો સાથે મુલાકાત થશે. માસનિકરૂપથી પ્રસન્ન રહેશો. ધાર્મિક પ્રવાસથી મન આનંદનો અનુભવ કરશે. સંબંધોમાં રહેલી ભાવના તમારા મનને વ્યાકુળ કરશે.આવક વૃદ્ધિનો યોગ છે. ઓફિસ, વ્યવસાયના ક્ષેત્રમાં અનુકૂળ વાતાવરણ રહેશે. પદ ઉન્નતિ મળવાનો સંકેત મળશે. પરિવારના સભ્યો તથા મિત્ર મંડળ સાથે ખુશ રહેશો. ઉત્તમ વૈવાહિક સુખ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ.
પરિવારમાં ક્લેશમુક્ત વાતાવરણ રાખવા માટે વાણી પર સંયમ રાખવો. તમારા વર્તનથી આજે કોઈની મનને ઠેસ પહોંચી શકે છે. એટલા માટે વર્તનમાં ધ્યાન રાખવું. વિચારોમાં નકારાત્મકતા જોવા મળશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. મનમાં દ્વિધા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે. ગૃહસ્થ જીવનમાં આનંદ અને સંતોષનો અનુભવ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સમાજમાં માનસન્માન મળશે. ઉચ્ચ પદાધિકારીઓ તથા વડીલોની કૃપાદૃષ્ટિ રહેશે. બાકીની રકમની વસૂલાત થશે.
ધન રાશિ.
આજે ધાર્મિક પ્રવાસ થવાના સંકેત છે. તમે નિર્ધારિત કાર્યો આજે પૂરા કરી શકશો. શારીરિક અને માનસિક સ્વસ્થતા રહેશે. જેનાથી તમે સ્ફૂર્તિ અને પ્રસન્નતાનો અનુભવ કરશો. પરિવારમાં માંગલિક પ્રસંગો બનશે. સ્વજનો સાથે થયેલી થયેલી મુલાકાત મનને પ્રસન્ન કરશે. સામાજિકરૂપથી તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. મન ચિંતાથી વ્યાકુળ રહેશે. પ્રવાસ યાત્રા સ્થગિત રાખવાની સલાહ આપે છે. સંતાનોના વિષયમાં ચિંતા ઉત્પન્ન થશે. ભાગ્ય સાથ ન આપતું પ્રતીત થશે.
મકર રાશિ.
આજે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં રસ રહેશે તેની પાછળ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્ય ઉપસ્થિત રહેશો. વ્યવસાયિક કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. સ્નેહીજનોની પ્રતિષ્ઠામાં હાનિ થશે. શારીરિક સ્ફૂર્તિ તથા માનસિક પ્રસન્નતામાં ઘટાડાનો અનુભવ થશે. અકસ્માત અને ઓપરેશનથી ધ્યાન રાખવું.અચાનક ધન ખર્ચ થશે. વેપારમાં ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવો પડશે. સામાજિક કાર્યના પ્રસંગ માટે પ્રવાસનો યોગ છે. ઓફિસમાં તમારી વહીવટી બુદ્ધિમત્તા દેખાશે.
કુંભ રાશિ.
આજનો દિવસ લાભદાયી છે તેવું કહી રહ્યા છે. વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા માટે આજે લાભદાયી દિવસ છે. મિત્રો સાથે મુલાકાત થયા બાદ મનમાં આનંદ છવાયેલો રહેશે. તેમની સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. નવા કાર્યનો શુભારંભ તમારા માટે લાભદાયી છે. લગ્નઈચ્છુક વ્યક્તિઓને લગ્ન સંબંધિત આયોજન કરી શકશો.ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહન પ્રાપ્તિનો યોગ છે. ભાગીદારો સાથે તમારા સંબંધ સારા રહેશે. જાહેર જીવનમાં નામ અને પ્રતિષ્ઠા વધશે. દૃઢ આત્મવિશ્વાસથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
મીન રાશિ.
વ્યવસાયિક દ્રષ્ટિથી આજે લાભદાયી દિવસ છે. તમારી કાર્યસફળતાને કારણે ઉપરી અધિકારીઓ તમારા પર પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં પ્રમોશનના યોગ છે. વેપારીઓને વેપારમાં લાભ થશે અને કાર્ય ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. પિતા તરફથી લાભ થશે. પરિવારમાં વાતાવરણ આનંદદાયી રહેશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.દૈનિક કાર્ય નિર્વિઘ્ન પૂરાં કરશો. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. સ્વભાવમાં ઉગ્રતા રહેશે, જેનાથી વાણી અને વ્યવહારમાં સંભાળીને કાર્ય કરવાની સલાહ આપે છે. હરીફોને પરાસ્ત કરી શકશો.