પહેલાથી ખુબજ ચર્ચામાં રહેલી અને દરેક મુવીમાં પોતાની એકટિંગ સ્કિલથી દરેકનું મન મોહનારી જુહી ચાવલાને આજે કોણ નથી ઓળખતું વર્ષો થઈ તે લોકો ને હસાવતી પણ આવી છે તો ક્યાંક ઈમોશનલ સીનમાં સારી એવી સેડનેશ એકટિંગ પણ કરી છે. જેથી કરીને તે ખુબજ ચર્ચામાં છે. હાલમાં મળતી માહિતી મુજબ દિગ્ગજ એક્ટ્રેસ જૂહી ચાવલાએ પોતાની સાસુ સુનૈના ચાવલાને જન્મદિવસે ખાસ ભેટ આપી છે. આ ભેટ એટલી ખાસ છે કે તે સુરખીઓમાં આવી ગઈ છે.
જૂહી ચાવલાએ સાસુને આપેલી ગિફ્ટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જૂહીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર સાસુની તસવીર શેર કરીને ફેન્સ સાથે દિલની વાત શેર કરી છે જેથી તે વધારે ચર્ચા પાત્ર બની છે. આમ તો બોલીવૂડના અભિનેત્રીઓ પરિવાર જનો ના બર્થડે પર કંઈક ને કંઈક ખાસ કરતા હૉઈ છે પરંતુ અહીં તો કંઈક અલગજ જોવા મળ્યું છે. જૂહી ચાવલાએ સાસુ સુનૈનાના જન્મદિવસ પર તેમની તસવીર શેર કરતાં લખ્યું, “મારા સાસુમા સુનૈનાના જન્મદિવસે 1000 છોડ વાવ્યા.
ભગવાનની કૃપા મારા પર હંમેશાથી છે. મારી સુખ-દુઃખની દરેક ઘડીમાં સાસુએ મને સાથ આપ્યો છે. હું જ્યારે પણ ભટકી જતી તે મને માર્ગ બતાવવા હાજર રહેતા. જૂહીએ સાસુમાના જન્મ દિવસે 1000 છોડ ઉગાડ્યા હોવાથી ફેન્સ તેના વખાણ કરતાં થાકતાં નથી. થોડા સમય પહેલા જૂહીએ ઓર્ગેનિક ખેતી કરી હોવાની જાણકારી આપી હતી. જે એક સારો સંદેશ સાબિત થયો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યાદગાર પાત્રો માટે જાણીતી જૂહી ચાવલાએ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જૂહી ચાવલા અને જય મહેતાના બે બાળકો છે જ્હાન્વી અને અર્જુન મહેતા. જૂહી ચાવલાએ 1986માં આવેલી ફિલ્મ ‘સલ્તનત’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જૂહીએ 1984માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. આજે પણ તેઓની ચાહકતા પેહલા જેટલીજ બરકરાર રહી છે