પતિ જે ભુવા પાસે પત્નીને લાઇ ગયો એજ ભુવાથી પ્રેમ થઈ ગયો પત્નીને તેથી ભુવા અને પત્નીએ વિધિના નામે પતિને કૂવામાં ફેંકી અને પતિનું ત્યારબાદ મોટ થઈ ગયું. આ બાબતે તપાસ ચલાવી રહેલી પોલીસે આ સમગ્ર મામલો અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
પત્ની ઉપરથી વાળેલાં દાણા નદીમાં નાખવાનું કહીને પતિને નદીના બ્રિજ પરથી ભૂવાએ ધક્કો માર્યો મહિસાગર નદીમાંથી 10 દિવસ પહેલા મળી આવેલાં મૃતદેહ મામલે ઘટસ્ફોટ સેવાલિયામાં રહેતા 27 વર્ષિય યુવકનું 10 દિવસ પહેલા મહીસાગર નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
જોકે હત્યાના આ મામલામાં મૃતકની પત્નીના રોલને લઇને હજી પોલીસ તપાસ કરી રહી છે. તાંત્રિક વિધિ કરવા માટે મહિસાગર નદીના બ્રિજ ઉપર ગયેલા યુવકનો મૃતદેહ અકલાચા પાસેથી મળી આવ્યો હતો. જેની તપાસમાં આ મામલો હત્યાનો હોવાનું માલુમ પડતાં પોલીસે વિસ્તૃત તપાસ કરીને, અંતે ભૂવાની અટક કરી હતી.
જેથી બનેવીઓ થકી ભરતભાઇને ગામના ભૂવા હર્ષદ ઉર્ફે ભૂવાજી કનુભાઇ સોલંકી (રહે.હિરાપુરા, તા.કપડવંજ) સાથે સંપર્ક થયો હતો. ભરતભાઇએ ભૂવાને પત્ની જતી ન રહે તે માટે વિધિ કરી આપવા જણાવ્યું હતું, જેથી ભૂવાએ તેને પત્નીને લઇને આવવાનું કહેતા, ભરતભાઇ પત્ની અનિતાને લઇને ભૂવાને ત્યાં ગયા હતા.
સેવાલિયામાં રહેતા ભરતભાઇ જવાભાઇ રાઠોડ એ 1 મહિના પહેલાં અનિતા ઉર્ફે હંસા સાથે લગ્ન કર્યા હતા. ભરતભાઇની 2 બહેનોના લગ્ન કપડવંજ તાલુકાના ઝંડા ગામે કરાવ્યા હતા. જ્યાં અનિતાને જોયા બાદ ભૂવો હર્ષદ તેના પ્રેમમાં પડ્યો હતો અને બંને વચ્ચે સંબંધ બંધાયા હતા.
જોકે ભરતભાઇને નદીમાં ફેંક્યા બાદ બીજા દિવસે હર્ષદ 2થી 4 વાર બ્રિજ ઉપર અને આસપાસના વિસ્તારમાં કરતો દેખાતા પોલીસે શંકાના આધારે તેની અટક કરી પૂછપરછ કરતાં તેણે હત્યાના ગુનાની કબુલાત કરી, પરંતુ તેણે ભરતભાઇની પત્ની અનિતાબેનને તેના કૌટુંબિક ભાઇ અશોક સાથે આડા સંબંધ હોવાની કેફિયત રજૂ કરી હતી. એક મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા. થોડા જ દિવસમાં ગામમાં હર્ષદ અને અનિતાના સંબંધોને લઇને ગણગણાટ શરૂ થયો હતો અને તેમના આડા સંબંધોની જાણ ભરતભાઇને પણ થઇ હતી.
જોકે પોતાના પ્રેમ સંબંધમાં ભરત કાંટારૂપ જણાતા હર્ષદે તેનું કાસળ કાઢવાનો તખ્તો ગોઠવી દીધો હતો અને આયોજન મુજબ વિધિ કરવાના બહાને ભરતભાઇ તેમના પત્ની અનિતાબેન, કાકાના દીકરા રમેશભાઇ અને કૌટુંબિક ભાઇ અશોકને લઇને મહિસાગર નદીના કિનારે પહોંચ્યો હતો.
જ્યાં તેણે વિધિના બહાને અનિતાબેનના માથા ઉપરથી દાણાવાળીને તેને નદીમાં પધરાવવાનું કહીને ભરતભાઇને પોતાની સાથે મહિસાગર નદીના બ્રિજ ઉપર લઇ ગયો હતો અને ત્યાંથી તેમને નદીમાં ધક્કો મારી દીધો હતો અને પરત આવીને તમામ નીકળી ગયા હતા.
જોકે તેમને બીક હતી કે પત્ની તેમને છોડીને જતી રહેશે, જેથી તેઓએ ભૂવા હર્ષદ ઉર્ફે ભુવાજી કનુભાઇ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો અને પત્ની જતી ન રહે તે માટેની વિધિ કરી આપવા જણાવ્યું હતું.