માર્કેટ કૅપના હિસાબથી RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીનો માર્કેટ કૅપ 9 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવું કરનારી દેશની પહેલી કંપની બની ગઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 9 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની ગઈ છે. કંપનીના શેરમાં શુક્રવારે 1.7% નો વધારો થવાના કારણે વેલ્યુએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. માર્કેટ કેપમાં IT કંપની TCS નો બીજો નંબર છે.તેની વેલ્યુએશન 7.67 લાખ કરોડ રૂપિયા છે.
રિલાયન્સ ગત વર્ષે ઓગસ્ટમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડાએ પહોંચી ગઈ હતી. આ મામલામાં પણ તે દેશની સૌથી પહેલી કંપની બની ગઈ હતી. ગયા વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ને પાછળ મૂકીને RIL દેશમાં સૌથી વધુ કમાણી નોંધાવનારી કંપની પણ બની ગઈ છે.
પેટ્રોલિયમથી લઈને, રીટેઇલ અને ટેલીકૉમ જેવા વિભિન્ન સેક્ટરમાં ફેલાયેલી RIL એ નાણાકીય વર્ષ 2018-19 માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. બીજી તરફ, આઈઓસીએ 31 માર્ચ 2019 ના રોજ સમાપ્ત નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો.
RIL આઈઓસીથી બે ગણું કમાઈને દેશની સૌથી મોટી નફો કરનારી કંપની પણ છે. રિલાયન્સ 10 હજાર કરોડ રૂપિયાનો નફો કમાવનારી દેશની પહેલી ખાનગી કંપની પણ છે. તેને 2018 ની ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસીકમાં આટલો નફો થયો હતો.
જાન્યુઆરીમાં ત્રિમાસીક પરિણામ જાહેર કર્યા બાદથી જ રિલાયન્સના શેરનું સારું એવું પરફોમન્સ ચાલી રહ્યું છે. રિલાયન્સના 5 રેકોર્ડ બન્યાં. ઓક્ટોબર 2007 – 100 અબજ ડોલરના માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની. જુલાઈ 2018-11 વર્ષ બાદ ફરીથી 100 અબજ ડોલરની વેલ્યુએશન હાંસિલ કરી. ઓગસ્ટ 2018 – 8 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ વાળી દેશની પહેલી કંપની બની.
જાન્યુઆરી 2019 – 10,000 કરોડ રૂપિયાનો નફો કમાવનારી દેશની પહેલી ખાનગી કંપની બની. ઓક્ટોબર 2019 – 9 લાખ કરોડ રૂપિયાની વેલ્યુએશન વાળી દેશની પહેલી કંપની બની મુકેશ અંબાણી એશિયામાં સૌથી અમીર.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યો નવો રેકોર્ડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. હવે માત્ર રિલાયન્સનો માર્કેટ કેપ 6 સરકારી કંપનીઓ બરાબર થઈ ગયો છે.
નોંધનીય છે કે, દેશની SBI ની માર્કેટ કેપ 2.4 લાખ કરોડ છે. બીજી તરફ, ONGC ની 1.8 લાખ કરોડ, IOCની 1.4 લાખ કરોડ, NTPC ની 1.2 લાખ કરોડ, પાવર ગ્રિડની 1 લાખ કરોડ અને BPCL ની 1.1 લાખ કરોડ છે. જેથી આ તમામ કંપનીનો માર્કેટ કેપ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી ઓછો છે.
આગામી 2વર્ષમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપશે નવો રેકોર્ડ. દુનિયાની મોટી રિસર્ચ ફર્મ અમેરિકન બેંક મેરિલ લિંચે પોતાના નવા રિપોર્ટમાં કહ્યું છે કે રિટેલ અને બ્રોડ બેન્ડ જેવો કારોબાર શરૂ કર્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો માર્કેટ કેપ આગામી 24 મહિનામાં 20,000 અમેરિકન ડૉલર લગભગ 14.20 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે.
એવું કરનારી આ ભારતની પહેલી કંપની હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલના 122 અબજ ડૉલર માર્કેટ કેપથી 200 અબજ ડૉલર સુધી પહોંચવા માટે અસંગઠિત કરિયાણા સ્ટોર્સમાં મોબાઇલ પોઇન્ટ ઑફ સેલ લગાવીને રિટેલ વેપાર પર પકડ, માઇક્રોસૉફ્ટની સાથે એસએમઈ સેક્ટરમાં પ્રવેશ અને જિયો ફાઇબર બ્રોડબેન્ડ વેપારની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીની કંપનીને ટેલિકૉમ વેપારમાં પ્રતિ મોબાઇલ ફોન યૂઝરથી મળનારી આવક નાણાકીય વર્ષ 2022 સુધી હાલના 151 રૂપિયાથી વધીને 177 રૂપિયા થઈ જશે. 1 કરોડ કરિયાણા સ્ટોર્સ કંપનીને M-PoS ઇન્સ્ટોલ કરવા માટે પ્રતિ મહિને 750 રૂપિયાની ચૂકવણી કરશે.
બે વર્ષમાં બ્રૉડબ્રેન્ડ યૂઝર્સની સંખ્યા 1.20 કરોડ થઈ શકે છે. તેમાંથી 60 ટકા દર મહિને સરેરાશ 840 રૂપિયા આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી પેટ્રોકેમિકલ અને બીજી સૌથી મોટી ઓઇલ રિફાઇનિંગ કંપની છે. કંપનીએ ટેલિકોમ, કન્ઝ્યૂમર રિટેલ અને મીડિયા કારોબારમા્ર પણ મોટું રોકાણ કર્યુ છે.
તેની ટેલિકોમ સબ્સિડિયરી, જિયોએ મોટી સંખ્યામાં ગ્રાહક એકત્ર કર્યા છે જે હવે કંપનીને સારી કમાણી કરી આપે છે. ટાટા ગ્રુપની કંપની TCS માર્કેટ કેપાં બીજા નંબરે છે, વેલ્યુએશન 7.67 લાખ કરોડ રૂપિયા. રિલાયન્સનો માર્કેટ કેપ 14 મહિનામાં 1 લાખ કરોડ રૂપિયા વધ્યો, ઓગસ્ટ 2018માં 8 લાખ કરોડે પહોંચી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ 55.3 અબજ ડોલર 3.86 લાખ કરોડ રૂપિયાછે. અંબાણીએ ગત વર્ષે ચીનની અલીબાબાના ફાઉન્ડર જૈકને પણ પાછળ મુકીને એશિયાના નંબર વન અમીર બન્યા હતા. જૈક માની નેટવર્થ હાલ 41.7 અબજ ડોલર 2.96 લાખ કરોડ રૂપિયા છે.