શુ કરશો જ્યારે સેક્સ દરમિયાન પ્રાઇવેટ ભાગની અંદર રહી જાય કોન્ડોમ

સેક્સ દરમિયાન કેટલીકવાર આવી પરિસ્થિતિઓ આવે છે જેને નિયંત્રિત કરવામાં હાથ અને પગ ફૂલે છે. આવી જ એક પરિસ્થિતિ યોનિમાર્ગમાં કોન્ડમનું ફસાઈ જવું, આ ઘટના ભલે તમારી સાથે ન બની હોય, પરંતુ તે ગમે ત્યારે થઈ શકે છે તો જાણી લો આવી સ્થિતિમાં શું કરશો.

સૌથી પહેલી વાતએ કે બિલકુલ ગભરાવું નહીં

આ પરિસ્થિતિ ડરામણી લાગી શકે છે, પરંતુ યાદ રાખો કે તેનો ઉપાય છે. હંમેશાં યાદ રાખો કે કોન્ડમ યોનિ માર્ગમાં ખોવાશે નહીં બહાર આવી જ જશે.

આંગળીઓથી કાઢવાની કરો કોશિશ

આંગળીઓથી દૂર કરવાનો પ્રયાસ કરો પરંતુ ધ્યાન રાખો કે તમારા હાથ સાફ હોય અને નખ કાપેલા હોય. આંગળી નાખીને અનુમાન લગાવો કે કોન્ડમ ક્યાં છે અને ત્યાંથી આંગળીથી તેને બહાર ખસેડવાની કોશિશ કરો.

પુશ કરો. 

ઉઠક-બેઠક કરો અને ખુરશીને સ્થિતિ ગોઠવીને ફસાયેલો કોન્ડમ પુશ કરવાની કોશિશ કરો.

ખુરશી અથવા કમોડનો સહારો લો.

પોતાનો એક પગ ખુરશી પર પગ મૂકો અને નિચે ઉઠક બેઠકની જેમ બેસવાનો પ્રયાસ કરો. આવી સ્થિતિમાં પુશ કરવાથી કોન્ડોમ બહાર આવવાની સંભાવના વધી જાય છે. કમોડ પર બેસીને પણ પ્રયાસ કરી શકો છો.

પાર્ટનરની મદદ લો.

આ સ્થિતિમાં તમને ભલે થોડી અસહજ લાગે, પરંતુ પાર્ટનરની મદદ લેવી સૌથી શ્રેષ્ઠ રીત છે. કોન્ડોમ કાઢવામાં તેમની મદદ લેવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top