અમદાવાદમાં વિપક્ષનો વિરોધ નવી રીતથી જોવા મળ્યો છે. અહીં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં કોંગ્રેસે ધારાસભ્ય વિરુદ્ધ બેનર લગાવી વિરોધ દર્શાવ્યો હતો. બેનરમાં જગદીશ પંચાલ ગુમ થયેલા છે. તેવો ઉલ્લેખ કર્યો હતો. આ વિસ્તારમાં બિસ્માર રસ્તાને લઈને લોકો પરેશાન છે. સ્થાનિકોએ એક વખત રજૂઆત કરી હતી.
તેમ છતાં કામગીરી ન થતા આજે કોંગ્રેસે ધારાસભ્ય ગુમ છે. તેવા લખેલા બેનર લગાવ્યા હતા. કોંગ્રેસનું કહેવુ છે કે ખરાબ રોડ રસ્તાને લઈને પ્રજા પરેશાન છે. ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરનાર ધારાસભ્યએ વિસ્તારમાં કાર્યો ન કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
લોકો નું કહેવું છે કે ચૂંટણી પહેલા ઘેલી ગુલાબી વાતો કરતા નેતા હવે આ સ્થિતિ ને સરખી કરવાની કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી. અગાવ એક વખત રજુઆત કરવા છતાં પણ તેઓવ તે રજુઆત ને નજરઅંદાજ કરી હતી.
પેટાચૂંટણી માથે છે ત્યારે આવા કૌભાંડ બહાર આવી રહ્યાં છે. ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓને હવે ગણતરીનો એક દિવસ બાકી રહ્યો છે. આગામી 21 ઓક્ટોબરે પેટાચૂંટણીઓનું વોટિંગ થવાનું છે. તો બીજી બાજુ અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે રોડની જે સ્થિતિ ઉદ્દભવી છે, તેને લઇને કોંગ્રેસ એક્શનમાં છે. અમે બગડતી સ્થિતિ ને લીધેજ આ કદમ ઉઠવાવ પડ્યાં હતાં.
લોકો નું કહેવું એ પણ છે કે ધારાસભ્ય ની નજીક ના કેટલાક લોકો દ્વારા પણ તેમને સંદેશ મોકલવામાં આવ્યો હતો પરંતુ તેઓએ તેને ધ્યાનમાં લીધો ન હતો. અમદાવાદમાં જાહેર રસ્તાઓ વરસાદના કારણે તૂટી ગયા છે, લોકોનો ભારે રોષ હોવા છતાં તે રિપેર કે નવા બનાવવામાં આવી રહ્યા નથી. ત્યારે કોંગ્રેસે આજે અમદાવાદમાં ભાજપ નેતા ગુમ થયાના પોસ્ટર લાગતા ખળભળાટ મચ્યો છે.
અમદાવાદમાં નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ ગુમ થયાના પોસ્ટર લાગ્યા છે. બિસ્માર રસ્તાના વિરોધમાં કોંગ્રેસે આ પોસ્ટર લગાવ્યા છે. તેઓનું કહેવું છે કે પહેલા ઘણી વખતે સીધી રીતે અમે પ્રયાસ કરી ચુક્યા છીએ પરંતુ ભાજપા ધારાસભ્ય તેને ખાસ ધ્યાનમાં લેતા ન્હાત માટે અમારે પોસ્ટર લગાવવા પડ્યા હતા.
સમગ્ર ગુજરાત માં ભાજપના નેતા ગુમ થયાના પોસ્ટર લાગ્યાની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ ગુમ થયાંના કોંગ્રેસ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આ મુદ્દે જણાવ્યું હતું કે, ખરાબ રોડ રસ્તાને લઈને પ્રજા પરેશાન છે, ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરનાર ધારાસભ્યએ વિસ્તારમાં કાર્યો ન કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ખરબર રસ્તા ઠીક કરવા તેઓ અવારનવાર બહાના કાળતાં હતાં.