જીવન આર્થિક રીતે સદ્ધર હોય તો વૈભવી જીવન જીવી શકાય છે. આર્થિક આવક-જાવકની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનાનું આગામી અઠવાડિયું તમારા માટે કેવું રહેશે તે જાણી લો, કઈ રાશિના જાતક માટે આગામી સપ્તાહ નાણાના કાર્યભારથી કેવી રીતે પસાર થશે તે જાણવું જરૂરી છે.
આ અઠવાડિયા દરમિયાન 4 રાશિઓ માટે ઘણું સારું રહેવાનું છે. જાણો તમારી રાશિ પર ગ્રહોની કેવી અસર પડવાની છે અને આપનું અઠવાડિયું કેવું રહેવાનું છે.
મેષ રાશિ
પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ વડીલના આશીર્વાદથી તમારા બધા જ કાર્યો પૂરા થશે. ખર્ચો વધી શકે છે ખાસ કરીને કોઈની તબિયત પાછળ ખર્ચ થઈ શકે છે. કાર્યસ્થળે આત્મવિશ્વાસ સાથે નિર્ણય કરશો પ્રગતિનો માર્ગ મોકળો બનશે. આ અઠવાડિયે પ્રવાસ દ્વારા લાભ થઈ શકે છે.
નવા મહિનાની શરુઆત તમારા માટે સારી રહેવાની છે. પરિવારમાં આનંદનો અનુભવ થશે. મહિલા જાતકોની ઈજ્જતમાં વધારો થશે. સમાજમાં ઈજ્જત વધશે. મકાન-વાહનના વેચાણ પર સારો લાભ થશે. કુટુંબમાં ધાર્મિક કાર્ય માટે પ્રવાસ કરશો. ઉચ્ચ શિક્ષા માટે વિદેશ ગમનનો યોગ બનશે. માતા-પિતાની તબિયત નરમ-ગરમ રહેશે. નિસંતાન દંપત્તિને સંતાન પ્રાપ્તિનો યોગ.
વૃષભ રાશિ
કાર્યસ્થળે મહિલા વર્ગનો સપોર્ટ મળશે અને પ્રગતિ થશે. આ અઠવાડિયે કરેલી યાત્રાઓમાં સફળતા મળશે પરંતુ વધારે પડતો ખર્ચ પણ થઈ શકે છે. આર્થિક બાબતોમાં ધ્યાન આપવું જરૂરી છે. અઠવાડિયાના અંતે કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે.
તારીખ 21ની બપોર સુધી તમારી રાશિમાં ચંદ્ર હોવાથી તમને લાભ થશે. ચતુરાઈ અને વિનમ્રતા સાથે બીજા પાસે તમારા કામ કઢાવી લેશો. 22 અને 23 તારીખ દરમિયાન વિચારોમાં નકારાત્મકતા આવશે. પરિવાર કે કુટુંબમાં કોઈ મામલે ઉગ્ર બોલાચાલી થશે. કમિશન કે દલાલીના મધ્યમથી આર્થિક લાભ થશે. લવ રિલેશનશિપમાં મધુરતા આવશે. મનોરંજન અને હરવા-ફરવા પાછળ ખર્ચ કરશો. તમારા દિલને કોઈ ઠેસ પહોંચાડી શકે છે.
મિથુન રાશિ
આર્થિક સમૃદ્ધિના શુભ સંયોગ બને છે પરંતુ આ બાબતે કોઈ નવા દ્રષ્ટિકોણના કારણે તમે થોડી ચિંતા અનુભવી શકો છો. રોકાણ કરવાથી ફાયદો થશે. કાર્યસ્થળે કોઈ એવી મહિલા સાથે અણબનાવ થઈ શકે છે જેનો ઓફિસ કે સમાજમાં પ્રતિષ્ઠા હોય. આ અઠવાડિયે કરેલો પ્રવાસ સાધારણ સાબિત થશે. અઠવાડિયાની શરુઆત શુભ રહેવાની છે.
કોઈ મોટા કાર્ય માટે નિર્ણય લેવા માટે ગંભીરતાથી વિચારશો. વિદેશગમન હેતુ અનુકૂળ સમય છે. આંખોની તકલીફ રહેશે. 23 તારીખે શુભ સમાચાર મળશે. શેરબજારથી આર્થિક લાભ થશે. મિત્રોની સાથે સમય વિતાવશો. અવિવાહિતો માટે લગ્ન માટે ઉત્તમ સમય. ધન પ્રાપ્તિનો યોગ છે. આત્મ સંતોષ રહેશે. કોઈ નવા શુભ કાર્ય કરવા માટે એકદમ સારો સમય છે.
કર્ક રાશિ
આર્થિક ઉન્નતિના શુભ અવસર મળશે. ઓફિસ કે ઘરની સજાવટ માટે ખરીદી કરી શકો છો. કાર્યસ્થળે કોઈપણ કાર્ય કરવાનું મન નહીં થાય સાથે જ મન વિચલિત રહેશે. આ અઠવાડિયે યાત્રઓ ટાળવી નહીં તો કોઈ જૂની બાબતને લીધે મન વ્યાકુળ થઈ શકે છે.
21 તારીખની બપોર સુધીનો સમય લાભદાયી રહેશે. શેરબજારથી લાભ થવાની સંભાવના રહેલી છે. આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેશો. 22 અને 23 તારીખની સાંજ સુધીનો સમય મહત્વનો રહેશે. અવિવાહિતોના લગ્નમાં મોડું થશે, ભાગીદારીના વેપારમાં મતભેદ થવાની સંભાવના રહેલી છે. વિચાર્ય વગર કશું બોલવાથી તમને નુકસાન થશે, સંબંધ બગડશે. 26 તારીખે વ્યસ્તતા ઓછી થશે. યુવાનો કરિયર માટે નવી યોજના બનાવશે.
સિંહ રાશિ
પ્રવાસ દ્વારા શુભ સંયોગ બનશે જેના કારણે જીવનમાં પૂર્ણતા અનુભવશો. કાર્યસ્થળે ન ગમતી વસ્તુઓ માટે ના પાડવાનું શીખો તો જ ભવિષ્યમાં અનુકુળતા આવશે અને પ્રગતિ થશે. આ અઠવાડિયે ખર્ચો વધારે થઈ શકે છે. તારીખ 21 દરમિયાન યશ, પ્રતિષ્ઠા અને માન-સન્માન મળશે. હિંમત અને ધૈર્ય સાથે તમામ કામ પૂર્ણ થશે.
માનનીય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત થશે. તારીખ 22 અને 23 દરમિયાન આર્થિક દૃષ્ટિએ ઉત્તમ સમય છે. ઈચ્છા પૂર્તિનો સમય છે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે. કોઈ જગ્યાએ તમારું થનારું કામ અટકશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 26 તારીખ પછી ધીરે-ધીરે પરિવર્તન આવશે. પ્રણય સંબંધમાં ઉતાર-ચઢાવ આવશે.
કન્યા રાશિ
આર્થિક ઉન્નતિના શુભ સંયોગ બની રહ્યા છે. આર્થિક પ્રગતિ માટે તમને પૂરતી તકો મળશે. કાર્યસ્થળે કોઈ નવા પ્રોજેક્ટથી પરેશાની ઉદ્ભવી શકે છે. પરિવારના સભ્યો સાથે સુખદ અનુભવ થશે. આ અઠવાડિયે કરેલી યાત્રાઓનું પોઝિટિવ પરિણામ મળશે.
અઠવાડિયાની શરુઆતમાં તમે જીવનસાથી સાથે સારો સમય વિતાવશો. તમે એકબીજાની જવાબદારી સારી રીતે સમજશો. આ તૃપ્તિ તમારા સંબંધોને વધારે અત્મિયતાવાળા બનાવશે. તમારી વિલાસિતાપૂર્ણ જીવનશૈલીના કારણે સંબંધિત વસ્તુઓ પર ખર્ચ કરશો. વ્યવસાયમાં તમારી તર્કશક્તિ, કલ્પનાશક્તિ અને બૌદ્ધિક કૌશલ્યના કારણે સારી સફળતા મળશે. કામકાજમાં ભાગીદારી સાથે ઉત્તમ તાલમેલ બનાવશો.
તુલા રાશિ
આર્થિક ઉન્નતિના શુભ સંયોગ બનશે અને રોકાણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થશે. આર્થિક બાબતો માટે કરેલી યાત્રાઓ સફળ રહેશે. કાર્યક્ષેત્રે જેટલા નવા લોકોને મળશો તેટલો વધુ ફાયદો થશે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે. કોઈ પ્રોપર્ટી દ્વારા ફાયદો થઈ શકે છે. અઠવાડિયાની શરુઆતમાં શત્રુના ષડ્યંત્રથી સાવધાન રહેવું.
રુપિયા મળતા-મળતા અટકી જશે. 22 અને 23 તારીખ દરમિયાન જોશ અને ઉત્સાહનો અનુભવ થશે. સુખ-સુવિધાઓ પાછળ ધન ખર્ચ કરશો. પરિવાર તરફથી સહકાર મળશે. કામકાજમાં વ્યસ્ત રહેવાના કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન નહીં આપી શકો. 24 અને 25 તારીખ દરમિયાન સરકારી મામલાઓમાં સફળતા મળશે. લોકપ્રિયતામાં વધારો થશે. તમારી વાણીનો પ્રભાવ સારો પડશે.
વૃશ્ચિક રાશિ
કાર્યક્ષેત્રે ઉન્નતિના શુભ સંયોગ બની રહ્યા છે. મહિલા વર્ગની મદદ મળી શકે છે. આ અઠવાડિયે આર્થિક વ્યયનો યોગ બની રહ્યા છે, થોડું ધ્યાન રાખવું. આ અઠવાડિયે પ્રવાસ ટાળશો તો સારું રહેશે. અઠવાડિયાનો અંત સકારાત્મક રહેશે. પોતાના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. નવા લોકો સાથે ઓળખાણ થશે, તેમનાથી કામકાજમાં કોઈ રીતે લાભ થશે.
તમારા વિચારો સકારાત્મક રહેશે. ક્યાંક ફરવા માટે જવાનો કાર્યક્રમ બનાવશો. તમારી રુચિ ભૌતિક વસ્તુઓ તરફ વધારે રહેશે. તારીખ 21, 22 અને 23 દરમિયાન આઠમા સ્થાનમાં ચંદ્ર હોવાથી કોઈ અશુભ સમાચાર સાંભળવા મળશે અથવા માનસિક વ્યાકુળતાનો અહેસાસ થશે. કોઈ નજીકની વ્યક્તિ સાથે બોલાચાલી થઈ શકે છે. 24 અને 25 તારીખ દરમિયાન સરકારી કામ સમય પર થશે.
ધન રાશિ
આ અઠવાડિયે કરેલી યાત્રાઓ સફળ રહેશે. આર્થિક વ્યય વધારે થઈ શકે છે. કાર્યક્ષેત્રે મહત્વના દસ્તાવેજો ખૂબ ધ્યાનથી વાંચવા નહિ તો પાછળથી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અઠવાડિયાના અંતે ઉતાર-ચઢાવ જોવા મળશે પરંતુ અંતે સુખદ અનુભવ થશે. આર્થિક રીતે અઠવાડિયાની શરુઆત ઉત્તમ રહેશે. નોકરી કરતા લોકોને આર્થિક ધનલાભ થશે.
નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમે નોકરીમાં નક્કી કરેલા કામકાજના લક્ષ્યને હાંસલ કરી શકશો. યાત્રા અને પ્રવાસનો યોગ. તારીખ 24 અને 25 દરમિયાન મુશ્કેલીઓ રહેશે. કોઈ દુર્ઘટના થવાની સંભાવનાથી મનમાં અશાંતિ રહેશે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું. શત્રુઓથી સાવધાન રહેવું. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું. તારીખ 26 એ ધન પ્રાપ્તિનો યોગ છે. આત્મસંતોષનો અનુભવ કરશો.
મકર રાશિ
કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને જીવન સફળ રહેશે. ક્યાંયથી સકારાત્મક સમાચાર મળી શકે છે. આર્થિક ઉન્નતિના શુભ સંયોગ બનશે. તબિયતમાં ધીરે-ધીરે સુધાર થશે. યાત્રાઓ દ્વારા શુભ પરિણામ મળી શકે છે. કોઈ પ્રોપર્ટીને લઈને મન વ્યથિત થઈ શકે છે. આ દિવસે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. વિપરિત લિંગવાળા મિત્ર તરફથી ભેટ મળશે.
શેરબજારથી લાભ થવાની સંભાવના છે. તારીખ 21 ની બપોર સુધી વ્યસ્ત રહેશો. તારીખ 23ની સાંજ પછી જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે. અવિવાહિતો માટે વિવાહામાં વિઘ્ન ઉભું થઈ શકે છે. વિચાર્યા વગર બોલવાની ભૂલ ના કરશો. આ સમયે એસિડિટી, સાંધાનો દુખાવો, સ્નાયુઓ સંબંધિત સમસ્યા વગેરે પરેશાની રહી શકે છે. વિદેશ ગમનની પ્રક્રિયામાં ધીરે-ધીરે પ્રગતિ થશે માટે આશા જાગૃત રહેશે.
કુંભ રાશિ
જૂના અટવાયેલું ધન પ્રાપ્ત થાય તેવા સંયોગ બની રહ્યા છે. આર્થિક ઉન્નતિ થશે. કાર્યસ્થળે સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. આ દરમિયાન તમે કંઈક નવું શીખવાનું મન બનાવી શકો છો. અઠવાડિયાની શરુઆતમાં તમે કામના બદલે તમારા પરિવારને વિશેષ મહત્વ આપશો.
અઠવાડિયાની મધ્યનો સમય પ્રેમ સંબંધો માટે ઉત્તમ રહેશે. સંતાનને પ્રાપ્ત થયેલી ઉપલબ્ધિઓથી તમે વધારે ખુશી અનુભવશો. મિત્રો કે સહકર્મીઓ સાથે પ્રવાસનું આયોજન કરશો. ભાગ્ય વૃદ્ધિની તક મળશે. શેરબજારમાં કરેલા રોકાણથી અચાનક ધનલાભ થશે. દૈનિક કાર્યમાં ભરપૂર આત્મવિશ્વાસ રહેશે. દૃઢતા સાથે કામ કરશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે. મહેનતના પ્રમાણમાં સફળતા મળશે.
મીન રાશિ
આર્થિક ઉન્નતિના શુભ સંયોગ આખું અઠવાડિયું મળતા રહેશે. આ અઠવાડિયે શોપિંગ વગેરે જેવી વસ્તુઓમાં મન પરોવાશે. કાર્યસ્થળે પ્રોજેક્ટમાં સફળતા મળશે. પાર્ટનરશીપમાં કરવામાં આવેલા કોઈપણ કામ શુભ સાબિત થશે. આ અઠવાડિયે પ્રવાસ ટાળો તો લાભ થશે.
21 તારીખની બપોર સુધીમાં નવી યોજના પર કામ શરું કરશો. તમારો વ્યવહાર અન્ય સાથે ઉત્તમ રહેશે. 22 અને 23 દરમિયાન જીવનસાથીની સાથે સંબંધોમાં તણાવ રહેશે. કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. કોના પર વિશ્વાસ ન કરો. તારીખ 24 અને 25 દરમિયાન ઘર-ઓફિસ અને દુકાનના કામમાં વ્યસ્ત રહેશો. તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય તેવો અનુભવ થશે. પૈતૃક સંપત્તિ અને સંપત્તિના વિષયમાં સફળતા મળશે. ભાગીદાર, સહકર્મિઓ અથવા વરિષ્ઠ અધિકારીઓનો સાથ મળશે.