આજે રોજ ગુજરાત રાજ્યની છ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે રાધનપુર બેઠક પર કોનો દબદબો રહેશે એ પહેલાં જાણી લઈએ પેટાચૂંટણી વિશેની થોડી માહિતી.વાત કરીએ છ બેઠક ની તો તેમાં ઉત્તર ગુજરાતની 4 બેઠક, અમદાવાદની એક અને મધ્ય ગુજરાત એક બેઠક એમ કુલ મળી છ બેઠક પર હાલમાં મતદાન પ્રકિયા શરૂ છે.જો કે વહેલી સવારે થયેલા મતદાનમાં નિરશતા દેખાઈ છે.જેમાં અત્યાર સુધીમાં બાયડમાં 4 ટકા, થરાદમાં 8 ટકા, લુણાવાડામાં 5 ટકા, રાધનપુરમાં 5 ટકા, ખેરાલુમાં 6 ટકા અને અમરાઇવાડીમાં 4 ટકા મતદાન જોવા મળ્યું છે.રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં મતદાન મથક પર મતદારોની લાંબી લાઇન લાગી છે.
આમ વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાજ્યની 6 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઇને મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થઇ ગયો છે.જેમાં મુખ્યત્વે આ 6 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. 6 બેઠકો પર મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. વિધાનસભાની આ 6 બેઠકની પેટાચૂંટણી પર સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલશે.રાજ્યની 6 વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીને લઇને મતદાન કેન્દ્ર પર SRP, CRPF, BSF સહિતની ટૂકડીઓ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે સંવેદનસીલ મતદાન કેન્દ્રનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે.
મતદાન કેન્દ્ર પર પોલીસજવાનો અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યાં છે. જ્યારે ચૂંટણીને લગતી ફરિયાદ 1950 હેલ્પલાઇ નંબર પર કરી શકાશે.પેટાચૂંટણીને લઇને તૈયારીઓ થઇ ગઇ હતી પૂર્ણ.રાજ્યની 6 બેઠકની પેટાચૂંટણી પર આજરોજ મતદાન થવા જઇ રહ્યું છે ત્યારે પોલીંગ બૂથ પર ચૂંટણીને લઇને EVM અને VVPATનું વિતરણ થઇ ચૂક્યું હતું. જેમાં અમરાઇવાડી, રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડા અને થરાદમાં યોજાનારી પેટાચૂંટણી માટેન EVM અને VVPAT ચકાસણી પૂર્ણ થઇ ગઇ હતી.14.73 લાખ મતદારો મત આપશે.રાજ્યની 6 બેઠકો પર આજરોજ પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં રાધનપુર બેઠક પર લોકોની નજર છે.
આ બેઠક પર ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ રઘુ દેસાઇ વચ્ચે ટક્કર રાધનપુર બેઠક પરથી 10 ઉમેદવારો મેદાને.ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો રહેશે નિર્ણાયક.કેમ બેઠક પર યોજાઇ પેટાચૂંટણી.ભાજપ માંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર આ અગાઉ આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને જીતી ગયા હતા. જો કે કોંગ્રેસ પક્ષ છોડી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયાં હતા.આમ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી.રાધનપુર બેઠક પર કેટલા છે ઉમેદવાર રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે.
જેમાં મુખ્ય ભાજપના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના રઘુ દેસાઇ જ્યારે એનસીપીમાંથી ફરસુ ગોકલાણી ચૂંટણી લડી રહ્યાં છે.રાધનપુર બેઠક પર કેટલા મતદારો કરશે મતદાન.રાધનપુર બેઠક પર કુલ 1,40,291 પુરૂષ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે. જયારે મહિલાઓમાં કુલ 1,29,548 મતાધિકારનો ઉપયોગ કરી શકશે.કયા મતદારો મતદાનમાં રહેશે નિર્ણાયક.રાધનપુર બેઠક પર કુલ 316 કેન્દ્રો પર મતદાન યોજાશે. આ બેઠક પર 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યાં હતા. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો નિર્ણાયક રહેશે.જો કે આવખતે રિઝલ્ટ શુ આવશે તે જોવાનું રહેશે.