અક્ષયપુરીશ્વર મંદિર એક પ્રાચીન મંદિર છે અને પુષ્ય નક્ષત્ર દરમિયાન હજારોની સંખ્યામાં લોકો આ મંદિરમાં આવીને શનિદેવના દર્શન કરે છે.એવું કહેવામાં આવે છે કે આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું છે અને આ મંદિર નિર્માણ 1335 ઇ.સ અને 1365 ઇ.સની વચ્ચે બનાવવામાં આવ્યું હતું.આ મંદિર તમિલનાડુના તંજાવરમાં વિલનકુલમમાં આવેલું છે અને શનિદેવ ઉપરાંત આ મંદિરમાં ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે.
અક્ષયપુરીશ્વર મંદિરને લગતી કથા.
અક્ષયપુરીશ્વર મંદિર સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે અને આ કથા અનુસાર શનિદેવે તેમના અપંગ રોગને મટાડવા માટે આ સ્થળે ભગવાન શિવની પુજા કરી હતી.પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ શનિદેવને દર્શન આપ્યા અને શનિદેવને લગ્ન કરીને તેમના પગ પુનઃ પ્રાપ્ત કરવા આશીર્વાદ આપ્યા.જે સમયે શનિદેવએ આ સ્થળે પૂજા-અર્ચના કરી હતી.તે સમયે પુષ્ય નક્ષત્ર અને અક્ષય તૃતીયા તિથિનું સંયોજન હતું અને આ કારણથી જ પુષ્ય નક્ષત્ર અને અક્ષય તૃતીયા તિથિના દિવસે આ મંદિરમાં દૂર-દૂરથી લોકો આવે છે અને પૂજા કરે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કરવાથી શનિની દૃષ્ટિ દૂર થઈ જાય છે.
પત્નીઓ સાથે વિરાજિત છે શનિદેવ.
શનિદેવને પુષ્ય નક્ષત્રના સ્વામી હોવાનું કહેવાય છે.તેથી જ આ નક્ષત્રમાં જન્મેલા લોકો આ મંદિરમાં આવીને શનિદેવની પૂજા કરે છે.આ મંદિરમાં,શનિદેવની પૂજા તેમની પત્ની સાથે કરવામાં આવે છે અને આ મંદિરમાં શનિદેવ તેની પત્ની મંદા અને જ્યેષ્ઠા સાથે વિરાજમાન છે.
ચડાવવામાં આવે છે 8 વસ્તુઓ.
શનિદેવ સાથે 8 અંક જોડાયેલ છે અને તેથી આ મંદિરમાં શનિદેવની પૂજા કરતા સમયે તેમને આઠ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે અને આઠ વખત પરિક્રમા કરવામાં આવે છે.આ મંદિરમાં શનિદેવ ઉપરાંત અન્ય દેવી-દેવતાઓની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે.આ મંદિરમાં શનિદેવની સાથે ભગવાન ગણેશ,ભગવાન નંદીકેશ્વર,માતા દુર્ગા અને દેવી ગજલક્ષ્મીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.આ સિવાય ભગવાન શિવને આ મંદિરમાં અક્ષયપુરીશ્વર તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે અને અહીં એક મોટું શિવલિંગ પણ છે.
જલ્દી થઈ જાય છે વિવાહ.
જે લોકો લગ્ન નથી થતું જો તેઓ આ મંદિરમાં પૂજા કરે છે તોતેમનું લગ્ન જલ્દી થઈ જાયછે.આ ઉપરાંત લોકો આ મંદિરમાં આવે છે અને તેમના સારા સ્વાસ્થ્ય,સુખ અને સમૃદ્ધિ જીવન માટે પણ પૂજા કરે છે.જે લોકો પર કર્જ છે જો તે લોકો પણ આ મંદિરમાં પૂજા કરે છે તેમનો કર્જ તરત જ ઉતરી જાય છે.
ઘણું ભવ્ય છે આ મંદિર.
અક્ષયપુરીશ્વર મંદિર ખુબ જ ભવ્ય છે અને આ મંદિરમાં ઘણા નાના મંડપ અને હોલ છે.મંદિરના મુખ્ય ભાગ દિવાલોથી ઘેરાયેલા છે.આ મંદિરમાં એક કોટરીનુમા સ્થાન છે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો.ત્યાંજ મંદિરના ગર્ભ ગૃહમાં ફક્ત પૂજારીઓ જ પ્રવેશ કરી શકે છે અને ભક્ત લોકો ગર્ભગૃહની બહાર ઉભા ઉભા પૂજા કરે છે.