27 વર્ષથી પત્નીની અસ્થિઓને સંભાળીને રાખી, આવી છે ભોલાનાથની લવ સ્ટોરી

સામાન્ય રીતે વળ સાવિત્રીનો તહેવાર હોય કે કરવાચૌથ અથવા તીજ તહેવાર હોય, મહિલાઓ તેમના પતિ પ્રત્યેના પ્રેમ અને તેમની લાંબી આયુષ્યની સાથે વ્રત રાખે છે. પતિ પણ ઘણી વાર પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત પણ કરે છે, પરંતુ બિહારમાં એક એવો પતિ પણ છે કે જેણે પત્ની પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો અનોખો પ્રણ લીધો છે.

પૂર્ણિયાના રૂપૌલીમાં રહેતા 87 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ ભોલાનાથ આલોક 27 વર્ષથી પત્નીની અસ્થિઓ સાચવીને પોતાની મૃત્યુની રાહ જોઈ રહ્યા છે.તે એટલું ઇચ્છે છે કે તેના મૃત્યુ પછી તેમની અંતિમ યાત્રા સમયે આ અસ્થિયા પણ તેની છાતી સાથે જોડાયેલી રહે.

ભોલાનાથે આઈએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારું લગ્ન નાની ઉંમરે કર્યાં હતાં અને પછી અમે બંનેએ સાથે જીવવા-મરવાની કસમ લીધી હતી. એતો (પત્ની) ચાલી ગઇ,પણ હું મરી શક્યો નહીં પરંતુ મેં તેની યાદોને સંભાળી રાખી છે. “તેમને ઘરના બગીચામાં એક ઝાડ પર પોટલી બતાવતા કહ્યું કે 27 વર્ષથી તેની પત્નીની અસ્થિઓને ડાળીઓથી લટકાવીને સુરક્ષિત રાખવામાં આવી છે.

ભોલાનાથે કહ્યું,”મારી પદ્મા (પત્નીનું નામ)ભલે ત્યાં નથી, પરંતુ આ અસ્થિઓ તેની યાદોને નાશ થવા દેતા નથી. જ્યારે પણ હું પરેશાનિમાં હોય ત્યારે લાગે છે કે તે અહીં છે. બાળકોને પણ કહ્યું છે કે મારી અંતિમ યાત્રામાં હું મારી પત્નીની અસ્થિઓની પોટલી સાથે લઈ આવજો અને છાતી પર લગાવીને અંતિમ સંસ્કાર કરજો.

નમ આંખોથી ભોલાનાથે આઈએએનએસ ને કહ્યું કે તેણે પોતાનું વચન પૂરો કરવા માટે તેમને કોઈ બીજો રસ્તો ન મળ્યો એટલા માટે આ રસ્તો અપનાવ્યો. ભોલાનાથ દરરોજ આ અસ્થિઓને જુએ છે અને સહેલાવતા હોય છે. પત્નિની વાત કરતા આજે પણ ભોલાનાથની આંખો આંસુના રૂપમાં પત્નીનો પ્રેમ છલકાઈ પડે છે.

તે કહે છે,”પદ્મને ભગવાન પર ખૂબ વિશ્વાસ હતો.અમારું બંને જીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ લગભગ 27 વર્ષ પહેલા મારી પત્ની બીમાર થઈ ગઈ હતી.સારવાર અને દવાની કોઈ કમી નતી થઈ, પરંતુ કહે છે કે સારા વ્યક્તિને ભગવાન પોતાને પાસે જલ્દી બોલાવી લે છે. ભગવાનને પદ્માને પણ બોલાવી લીધી અને પદ્માએ તેનું વચન તોડીને ચાલી ગઈ. આ પછી અમે બાળકોને ઉછેર્યા અને હવે તેઓ મોટા થય ગયા છે.”ભોલાનાથ ગર્વથી કહે છે,”આ સામાજિક જીવન પણ હું પદ્મને ભૂલી શક્યો નહીં. હું મારી પત્ની સાથે મરી શક્યો નહીં. પણ હું તેના જવાના દુઃખને હજુ સુધી ભૂલી શક્યો નથી.”તેમણે કહ્યું,”બગીચામાં કેરીના ઝાડમાં, તેમના અસ્થિયા એક કલશમાં રાખી છે.

તેની નીચે તુલસીનો છોડ છે.”આજે ભોલાનાથની આ પ્રેમ કહાની લોકો માટે ચર્ચાનો વિષય બની છે. ભોલાનાથ ગર્વથી કહે છે, “અહીં નહીં પણ પરંતુ હું ઉપર પદ્માને મળીશ ત્યારે હું કહી શકું કે મેં મારું વચન પાળ્યું છે. “તેમણે કહ્યું કે પૃથ્વી લોકમાં અમે બંને સાથે ભલે જીવ્યા નહીં પણ સાથે મરવાનું સુકુન જરૂર મળશે. ભોલાનાથના જમાઈ અશોકસિંહે જણાવ્યું છે કે આ પ્રેમનું એક અનોખું ઉદાહરણ છે.તેમણે કહ્યું કે તેમની અંતિમ ઈચ્છા અમેલોકો જરૂર પૂરી કરીશું. તેમણે કહ્યું કે આવું ભાગ્યે જ બને છે. તેમણે કહ્યું કે પાણી, સૂર્યપ્રકાશથી બચવા માટે આ કળશને પ્લાસ્ટિકથી અને પછી ઉપરથી1 કપડાથી બાંધીને રાખવામાં આવ્યો છે.

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top