અગાવ પણ હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી હતી. જો કે ઘણા લોકો તેને હલકામાં લેતા હતાં પરંતુ આજે ગુજરાત ના ઘણા વિસ્તારોમાં વરસાદ જોકે મળ્યો છે. આ કમોસમી વરસાદ લો પ્રેશર સિસ્ટમ ને ચલતે જોવા મળ્યો હતો. મુંબઇ-ગોવાની વચ્ચે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ બનતા આગામી ગુરૃવાર સુધી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે ધોધમાર તો કેટલાક સ્થળોએ છુટો છવાયો વરસાદ ઝીંકાવવાની આગાહી કરાઇ છે. સુરત શહેરનું આજનું અધિકતમ તાપમાન 32.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા, હવાનું દબાણ 1008.6 મિલીબાર અને દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના છ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.અને ક્યાંક થોડા ઘણાં છાંટા જોકે મળ્યાં હતાં.
હવામાન વિભાગે કરેલી આગાહી દરમ્યાન આજે શહેરમાં બપોરે હવામાનમાં અચાનક ફેરફાર આવતાની સાથે જ કેટલાક સ્થળોએ છાંટા પડયા હતા. આ હવામાનમાં ફેરફાર અંગે હવામાનવિદો જણાવે છે કે મુંબઇ-ગોવા વચ્ચેના દરિયામાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. જેથી હવામાનમાં ફેરફાર આવી રહયાં છે.તેની અસર ગુરૃવાર સુધી રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દેમાર તો કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. આમ આગામી ત્રણ દિવસ સુધી શહેરી જનોએ રેઇનકોટ કે છત્રી લઇને જ બહાર નિકળવુ. જેના કારણે વરસાદ વરસે તો બચી શકાય. રાજ્યમાં દિવાળી ટાણે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
જો કે આ વરસાદ ને લીધે એકલી તહેવાર નહીં પરંતુ કેટલા લોકો ના પાકને પણ નુકશાન થયું હતું. રાજ્યના કેટલાક પંથકોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની વચ્ચે વરસાદે ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. દરમિયાન રાજ્યના પોરબંદર, રાજુલા, દિવ પંથક અને સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે. પોરબંદરના માધુપુરમાં માવઠું પડ્યું છે. માધવપુરમાં વરસેલા કમોસમી વરસાથી બજારોમાં પાણી ફરી વળ્યા છે. ધીમી ધારે પડેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી રાજુલા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે.રાજુલાથી સાવરકુંડલા વચ્ચે આંબરડી અને ધારીના દલખાણિયા ગામે વરસાદ વરસતાં ખેડૂતોને મોટું નુકશાન જવાની શક્યતા છે. અચાનક વરસાદ ને ચલતે લોકો ખુબજ હેરાન પણ થયાં છે.
જો કે હવામાન વિભાગેજ ચોમાસાની વિદાય ના એંધાણ આપ્યા હતા. પરંતુ હવે આ પાછું જોવા મળ્યું છે. ચોમાસાએ વિદાય લીધી હોવા છતાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પણ માવઠુ પડ્યું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે મગફળીને નુકશાન થવાની ભીતી છે. જૂનાગઢ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ બપોરે ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી ઘેરાયેલા વાદળો બપોરે વરસી ગયા છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતીને નુકશાન જવાની શક્યતા છે.