જાણી લો ધનતેરસની પૂજા તથા ખરીદી માટે નું શુભ સચોટ મૂહુર્ત, જો આ સમયે કરશો પૂજા તો થઈ જશો માલામાલ.

દિવાળી જેવા ભવ્ય તહેવાર માં સૌ કોઈ ધનતેરસ ના દિવસે માં લક્ષ્મીજી ની પૂજા કરેછે.પરંતુ આ પૂજાના પણ કેટલા નિયમો હોઈ છે જો તમે નીતિ નિયમો અનુસાર પૂજા વિધિ કરો તો તમને ચોક્કસપણે તેનું ફળ મળે છે.માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પર કુબેરની કૃપા હોય તો તેમને કોઈ પણ પ્રકારની તંગીનો સામનો નહીં કરવો પડે અને આખા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે.ત્યારે આજે અમે તમને જણાવીશું કે ધનતેરસની ખરીદી ક્યાં સમયે કરવી તથા ક્યાં સમયે પૂજા કરવી જોઇએ જેથી સદાય તમારી પર માં લક્ષ્મીજી ના આશીર્વાદ રહે અને તમને વધુ માં વધુ લાભ થાય.આમ તો દિવાળી નો પર્વ અગિયારસ થી શરૂ થઈ જાય છે.પરંતુ મોટા ભાગે લોકો તેને વાઘ બારસથી જ શરૂ કરે છે.

વાઘ બારસ બાદ માતા લક્ષ્મીને કુબરે દેવની પૂજાનો દિવસ એટલે કે ધનતેરસ આવે છે. ધનતેરસના દિવસને હવે 3 દિવસ જ બાકી છે. આ દિવસે લોકો સાનાના ઘરેણાં તેમજ ઝાડુના ખરીદી કરે છે. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પર કુબેરની કૃપા હોય તો તેમને કોઈ પમ પ્રકારની તંગીનો સામનો નહીં કરવો પડે અને જીવમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહેશે. આ દિવસે ખરીદી અને પૂજા કરવાનું ઘણું મહત્વ છે. આવો જાણીએ ધનતેરસની પૂજા અને ખરીદી કરવા માટેનું શુભ મૂહુર્ત.

ધનતેરસની પૂજા કરવાનું શુભ મૂહુર્ત. ધનતેરસ આ વખતે 25 ઑક્ટોબરે મનાવવામાં આવશે. ધનતેરસની પૂજાનું શુભ મૂહુર્ત સાંજે 7 વાગીને 8 મિનિટથી લઈને 8 વાગીને 14 મિનિટ સુધીનું રહેશે. જાતક પાસે ધનતેરસની પૂજા શુભ સમયે કરવા માટે 1 કલાક 06 મિનિટ નો સમય રહેશે. પ્રદોષ કાળમાં કરેલી પૂજા પણ શુભ ફળ આપનારી માનવામાં આવે છે. ધનતેરસ પર પ્રદોષ કાળ સાંજે 5 વાગીને 39 મિનિટથી લઈને 8 વાગીને 14 મિનિટ સુધીનો રહેશે.

ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવા માટેનું શુભ મૂહુર્ત. ધનતેરસ પર સોનું ખરીદવાનો શુબ સમય સાંજે 6 વાગીને 43 મિનિટ થી લઈને 7 વાગીને 8 મિનિટ સુધીનો છે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે લોકો ઝાડુ, પાણી ભરવાનું પાત્ર, માં લક્ષ્મીની મૂર્તિ અને દીવાની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે ‘ॐ ह्रीं कुबेराय नमः’ મંત્રનો 108 વખત જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. અને સદાય જીવનમાં ખુશીઓની વરસાદ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top