આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે અને અનેક લાભ થવાના છે જેથી તમારા ખુશીઓ આવશે અને પરિવારના સભ્યોની કિસ્મતમાં જોરદાર બદલાવ આવવાની શક્યતા છે જેથી તમે તમારું કરિયર બનાવામાં ખૂબ સારી તક મળવાની છે.
મેષ.
આજે તમને સામાજિક અને જાહેર ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે. પરિવાર તથા દામ્પત્યજીવનમાં સુખ-સંતોષનો અનુભવ કરશો. મોજમસ્તી અને મનોરંજનમાં સમય પસાર કરશો. જીવનસાથી સાથે મનમેળાપ રહેશે.
વૃષભ.
વાણી અને વ્યવહાર પર સંયમ રાખવાની સલાહ ગણેશજી આપે છે. આજે સંતાન અને જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધમાં ચિંતા થઈ શકે છે. મોજશોખ તથા મનોરંજન પાછળ ખર્ચ થઈ શકે છે. વાદવિવાદમાં ન ઊતરવું. ખાનપાનનું ધ્યાન રાખવું.
મિથુન.
આજનો દિવસ લાભ જ લાભ છે. પારિવારિક સુખશાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી પાછળ ખર્ચ થઈ શકે છે. અપરિણીત લોકોના લગ્નની સંભાવના છે. વેપાર તથા નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભપ્રસંગોનું આયોજન થશે. પ્રિયજનોનું મિલન આનંદદાયક રહેશે.
કર્ક.
સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. છાતીમાં દુખાવો કે અન્ય કોઈ પરેશાનીનો અનુભવ કરી શકો છો. પરિવારમાં સભ્યો સાથે વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. પૈસા ખર્ચ થઈ શકે છે. સમયસર ભોજન ન મળતાં ક્રોધિત થશો.
સિંહ.
ભાઈબંધુઓ સાથે સંબંધ સૌહાર્દપૂર્ણ રહેશે. નિર્ધારિત કાર્ય પૂરાં થશે. નાનકડો પ્રવાસ થશે. ભાગ્યવૃદ્ધિ માટેની તક સામે આવશે. હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો. પ્રિય વ્યક્તિની નિકટતા તમને હર્ષિત કરશે. આર્થિક લાભ થશે.
કન્યા.
નકારાત્મક વિચારોથી મન પરેશાન થશે. પારિવારિક સભ્યો સાથે ગેરસમજ થઈ શકે છે. અનાવશ્યક ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે, અભ્યાસમાં મન લાગશે. પ્રવાસની સંભાવના છે.
તુલા.
વર્તમાન સમયમાં તમે સારી રીતે નાણાકીય આયોજન પૂરાં કરી શકશો. તમારી કળાત્મક અને સૃજનાત્મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશો. દૃઢ વિચાર અને આત્મવિશ્વાસથી કાર્ય પૂરાં કરી શકશો. ભાગીદારો સાથે મનમેળાપ રહેશે.
વૃશ્ચિક.
મિત્રો તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે, લાભ થશે. આમોદપ્રમોદમાં પૈસા ખર્ચ થઈ શકે છે. દામ્પત્ય જીવન સારું રહેશે. કોર્ટ-કચેરીના મામલે સંભાળીને કાર્ય કરવું ઉચિત રહેશે. ઓફિસમાં સ્ત્રીવર્ગથી લાભ થશે.
ધન.
પ્રેમનો સુખદ અનુભવ થશે. સૌભાગ્ય પ્રાપ્ત કરશો. આર્થિક અને સામાજિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્થ જીવનમાં આનંદ છવાયેલો રહેશે. સ્ત્રી મિત્રોથી લાભ તથા પ્રવાસનું આયોજન કરશો. આવકનાં સાધનોમાં વધારો થશે. માંગલિક કાર્ય થશે.
મકર.
વ્યવસાયના ક્ષેત્રમાં ધન, માન તથા પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં પણ તમારો પરિશ્રમ રંગ લાવશે. ઘર, પરિવાર અને સંતાનના મામલે આનંદનો અનુભવ કરશો. વ્યાવસાયિક કાર્યના સંબંધમાં ભાગદોડ રહેશે. નોકરીમાં પ્રમોશન મળશે. કાર્યોમાં સફળતા મળશે.
કુંભ.
કામ કરવામાં ઉત્સાહનો અભાવ રહી શકે છે. ઓફિસમાં પદાધિકારીઓથી બચીને રહેવું. હરીફો સાથે દલીલોમાં ઊતરવું આજે ઉચિત નથી. મોજ શોખ પાછળ વિશેષ ખર્ચ થઈ શકે છે. યાત્રાનો યોગ છે.
મીન.
આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારી વર્ગના અટકેલા પૈસા પાછા આવશે. આજે તમારે શારીરિક અને માનસિક રીતે વધુ પરિશ્રમ કરવો પડી શકે છે. સ્વાસ્થ્યના મામલે ધ્યાન રાખવાની ગણેશજી સલાહ આપે છે. મન સંયમિત રાખવું,