જ્યોતિષના જાણકારોનું એવું કહેવું છે કે જે પણ ઉતાર ચડાવ જોવા મળે છે, આ બધા ગ્રહોમાં થતા ફેરફારો અને તેમની સ્થિતિ અનુસાર જોવા મળે છે, જો તેમની સ્થિતિ રાશિ ના સારી હોય તો વ્યક્તિ નું જીવન સારી રીતે પસાર થાય છે.
મેષ રાશિ.
આજે તમારો દિવસ આનંદદાયક રહેશે એવું ગણેશજી કહે છે. જો લક્ષ્મીજીની કૃપા થઈ તો આર્થિક આયોજનો સફળ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કંઈક કામ કરી શકશો. વધારે લોકો સાથે આજે સંપર્ક રહેશે. તમારા વિસ્તારથી બહાર લોકો સાથે સંચાર વધારે રહેશે. બૌદ્ધિક કાર્ય કરવામાં રૂચિ વધશે. નાના પ્રવાસનું આયોજન થઈ શકે. આજે સેવા કાર્ય માટે શુભ દિવસ છે. શારીરિક સ્વસ્થતા અને માનસિક આનંદ રહેશે.
વૃષભ રાશિ.
વૈચારિક સ્તર પર વિશાળતા અને વાણીની મધુરતાથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો અને સાથે-સાથે તેમના સંબંધોમાં સંવાદિતા રાખી શકશો. બેઠક અથવા ચર્ચા વિચારણામાં તમને સફળતા મળશે. પરિશ્રમની અપેક્ષાએ પરિણામ ન મળવા છતાં તમે તે ક્ષેત્રમાં આગળ વધશો. પાચનતંત્ર સંબંધિત ફરિયાદ થવાની સંભાવના છે, શક્ય હોય તો ઘરના ભોજનને પ્રાથમિકતા આપો. અભ્યાસમાં રસ વધશે.
મિથુન રાશિ.
તમારું મન અનિર્ણાયક સ્થિતિમાં રહેશે એવું ગણેશજી કહે છે. મન દ્વિધામાં રહેશે. વધારે ભાવુકતા મનને અસ્વસ્થ બનાવશે. માતા પ્રત્યે વધારે ભાવનાત્મક રહેશો. બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ ઉપસ્થિત થશે, પરંતુ વાદ-વિવાદ ટાળો. પારિવારીક અને સ્થાવર સંપત્તિના વિષયમાં ચર્ચા ન કરવાની ગણેશજી સલાહ આપે છે. સ્વજનો અથવા સ્નેહીજનો સાથે તણાવનો પ્રસંગ ઉપસ્થિત થશે. પ્રવાસ આજે કરવાનું ટાળો.
કર્ક રાશિ.
આજે ભાઈઓથી લાભ થશે એવું ગણેશજી કહે છે. મિત્રો અને સ્વજનો સાથે થયેલી મુલાકાતથી આનંદ મળશે. કોઈ સુંદર સ્થળ પર પ્રવાસની સંભાવના છે. આજે તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધીઓ પર વિજયની પ્રાપ્તિ થશે. સંબંધોમાં લાગણી રહેવાથી સંબંધ સુખદાયી રહેશે. ભાગ્યમાં વૃદ્ધિ થવાના પ્રસંગ બની શકે. સામાજિક તથા આર્થિક રૂપે સમાનતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિ.
વિભિન્ન યોજનાઓના વિષયમાં વધારે વિચારો તમે મુશ્કેલીમાં લાવી દેશે. તેમ છતાં પરિવારજનો સાથે સારું વાતાવરણ પ્રાપ્ત થવાથી પ્રસન્નતામાં વૃદ્ધિ થશે. દૂર રહેલા વ્યક્તિ અથવા સંસ્થા સાથે સંબંધોમાં દ્રઢતા આવશે, જે આગળ ચાલીને કામ આવશે. તેમ છતા વધારે ખર્ચથી બચવું. નિર્ધારિત સમયમાં અપેક્ષાથી ઓછી સફળતા મળશે. આજનો દિવસ મધ્યમ રહેશે.
કન્યા રાશિ.
આજનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે એવું ગણેશજી કહે છે. શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ અને પ્રસન્ન રહેશો. લક્ષ્મીજીની કૃપા તમારા પર રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદદાયક મુલાકાત થશે. પ્રવાસ પણ આનંદદાયક રહેશે.
તુલા રાશિ.
ક્રોધ પર સંયમ રાખવો. શક્ય હોય તો વાદ-વિવાદથી દૂર રહેવું. પરિવારજનો સાથે કોઈપણ વાત પર વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, આંખોનું ખાસ ધ્યાન રાખો. અકસ્માતની સંભાવના છે. કોર્ટ-કચેરીના કાર્યમાં ધ્યાન રાખો. આદ્યાત્મિકતા અને ઈશ્વરભક્તિ મનને શાંતિ આપશે.
વૃશ્ચિક રાશિ.
આજનો દિવસ તમારા માટે લાભદાયી અને શુભ ફળ આપનારો રહેશે. સાંસારિક સુખની પ્રાપ્તિ થશે. લગ્નોત્સુકો માટે લગ્નનો યોગ છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ખાસ લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્થળ પર પ્રવાસ થવાની સંભાવના છે.
ધન રાશિ.
આજનો દિવસ તમારા માટે લાભદાયી અને શુભ ફળ આપનારો રહેશે. સાંસારિક સુખની પ્રાપ્તિ થશે. લગ્નોત્સુકો માટે લગ્નનો યોગ છે. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ ખાસ લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. મિત્રો સાથે મુલાકાત અને રમણીય સ્થળ પર પ્રવાસ થવાની સંભાવના છે.
મકર રાશિ.
આજનો દિવસ મધ્યમ ફળદાયી હશે એવું ગણેશજી કહે છે. બૌદ્ધિક તથા લેખનકાર્ય સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં તમે સક્રિય રહેશો. સાહિત્યમાં નવું સર્જન કરવાની યોજના કરી શકશો. પરંતુ તેમ છતાં માનસિક ઉદ્વેગથી તમે પરેશાન રહી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થાક અથવા આળસનો અનુભવ થઈ શકે છે. સંતાનોના અભ્યાસ તથા સ્વાસ્થ્યના વિષયમાં ચિંતા રહેશે. વ્યાવસાયિક રૂપે નવી વિચારધારા અપનાવી શકશો. નકામા ખર્ચથી દૂર રહો.
કુંભ રાશિ.
આજે તમને ખરાબ કાર્યો તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સૂચના આપે છે. આજે તમને વધારે વિચારો આવશે. પરિણામ સ્વરૂપે માસનિક થાકનો અનુભવ થશે. ક્રોધ વધારે ન થઈ જાય તેનું ધ્યાન રાખજો. કોઈપણ પ્રકારના અનૈતિક કૃત્યોથી દૂર રહેવાની સલાહ ગણેશજી આપે છે. ધ્યાન અને આધ્યાત્મિકતા તમારા મનને શાંતિ પ્રદાન કરશે.
મીન રાશિ.
આજનો દિવસ મનોરંજન અને આનંદ-પ્રમોદમાં તમે રહેશો. કલાકાર, લેખક વગેરેને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. વ્યવસાયમાં ભાગીદારી માટે ઉત્તમ સમય છે. સ્વજનો, મિત્રો સાથે ફરવા જઈ શકો છો. દાંમ્પત્યજીવનમાં નિકટતા અને મિઠાસ આવશે. સમાજમાં ખ્યાતિ મળશે.