તમે અત્યાર સુધી ઘણાં પાર્ક જોયા હશે.પરંતુ શું તમે રામાયણ કાળમાં પોતાનો જીવ આપનાર જટાયુ નો પાર્ક જોયો છે.તો આવો જાણીએ તેના વિશે ની વિશેષ માહિતી.દક્ષિણ ભારતના ખૂબસુરત રાજ્ય કેરળમાં આમ તો ફરવા માટે ઘણી જગ્યાઓ છે.
વેકેશનમાં લોકો કેરળ ફરવા જવાનું પસંદ કરે છે.‘ગોડ્સ ઓન કન્ટ્રી’ કહેવાતા કેરળમાં હવે ફરવા માટે વધુ એક જગ્યા ઉમેરાઈ છે.હવે કેરળ જાઓ તો જટાયુ નેશનલ પાર્કની મુલાકાત લેજો.જટાયુ નેશનલ પાર્ક કેરળના કોલ્લમ જિલ્લાના ચદાયમંગલમ ગામમાં આવેલું છે.
જટાયુ ઘાયલ થઈને પડ્યા હતા ત્યાં જ બન્યો પાર્ક,જણાવી દઈએ કે, જટાયુ પાર્કનું નિર્માણ એ જ સ્થળે થયું છે જ્યાં રાવણ સાથે લડાઈ વખતે ઘાયલ થઈને તેઓ પડ્યા હતા.ત્રેતા યુગમાં રાવણે સીતા માતાનું અપહરણ કરીને લઈ જતા હતા ત્યારે પક્ષીરાજ જટાયુએ સીતાને બચાવવાની કોશિશ કરી હતી.
65 એકરમાં ફેલાયેલા આ પાર્કમાં રોમાંચ અને મનોરંજનનો સમન્વય છે.કોણ હતા જટાયુ,જટાયુ રામાયણનું એક પાત્ર છે.તેઓ વરુણ દેવના પુત્ર હતા.જટાયુએ જ શ્રીરામને જણાવ્યું હતું કે રાવણ સીતા માતાનું અપહરણ કરીને લંકા લઈ ગયો છે.બાદમાં જટાયુએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.શ્રીરામ અને તેમના ભાઈ લક્ષ્મણે જટાયુની અંતિમક્રિયા કરી હતી.જટાયુ પાર્કની વિશેષતા.
આ પાર્ક પહાડ પર બનેલું છે.પાર્ક 200 ફૂટ લાંબુ, 150 ફૂટ પહોળું અને 70 ફૂટ ઊંચું છે. આ પાર્કની ગણના દુનિયાના સૌથી મોટા પક્ષી સ્કલ્પચર તરીકે થાય છે. જટાયુ પાર્કને જટાયુ અર્થ સેન્ટર કે જટાયુ રોક તરીકે પણ ઓળખવામાં આવે છે.
લગભગ 100 કરોડમાં તૈયાર થયેલા આ પાર્કની ડિઝાઈન મલાયલમ સિનેમાના જાણીતા ડિરેક્ટર, સ્ક્રીન રાઈટર અને સ્કલ્પટર રાજીવ આંચલે તૈયાર કરી છે. આ ભવ્ય અને વિશાળ પાર્કને બનવામાં 7 વર્ષ જેટલો સમય લાગ્યો.આ સુવિધાઓથી સજ્જ.જટાયુ નેશનલ પાર્કમાં સ્કલ્પચરની સાથે 6D થિયેટર અને ડિજિટલ મ્યૂઝિયમ આવેલું છે. જેના થકી પર્યટકો જટાયુની કથા સાંભળી શકશે.ઉપરાંત અહીં કેબલ કાર સર્વિસ અને હેલિકોપ્ટરની સુવિધા પણ છે.જે લોકો ને વધુ આકર્ષિત કરે છે.