શું જવાહરલાલ નહેરુ ના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન નહતાં બન્યાં,જાણો શું છે સચ્ચાઈ.

જો અવે કોઈ વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાઓની વાત કરશે તો આપણે આપડા દેશનું નામ લઈ.શકીએ છે અને કહી શકીએ છે કે આ પ્રતિમા ભારતના સૌથી મજબૂત વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલની જે દેશના પેહલા ગૃહમંત્રી હતા તેમની પ્રતિમા બનવાની સાથે એ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે નેહરુએ પટેલને ક્યારેય અહમીયત ના આપી અને પ્રધાનમંત્રી ન બનવા દીધા અને જો એવું હોત તો ભારત અલગ જ હોત.તેમાં કેટલી સચ્ચાઈ છે તે કદાચ જ કોઈને ખબર હશે.આ વાત પુરી રીતે ખોટી છે કે નહેરુના કારણે પટેલ ભારતના પ્રધાનમંત્રી નહિ બન્યાં! ખરેખર પટેલ જાતે ઇચ્છતા હતા કે પટેલ પ્રધાનમંત્રી બને અને દેશ તેમના નેતૃત્વના આગળ વધે અને હમેંશા તરક્કી કરેઆ સંદર્ભેની પુષ્ટિ થાય છે નહેરુ અને પટેલના વચ્ચે આદાન-પ્રદાન કરેલા પત્રથી જેમાં બન્નેએ જવાબ આપ્યો છે.

જ્યારે એ નક્કી થયું કે દેશ આઝાદ થશે અને 15ઓગસ્ટના અંગ્રેજ ભારતથી ચાલ્યા ગયા તો નહેરુ એ સરદાર પટેલને 1ઓગસ્ટ એ પત્ર લખ્યો.નહેરુ લખે છે કે કેટલીક હદ સુધી ઔપચારિકતા નિભાવી જરૂરી હોવાથી હું તમને મંત્રીમંડળ મા સમ્મીલિત હોવા માટે લખી રહ્યો છું! આ પત્રનું કઈ મહત્વ નથી ,પરંતુ તમે તો મંત્રીમંડળ ના મજબૂત સ્થંભ છો.આ પત્રનો જવાબ સરદાર એ આપ્યો 3 ઓગસ્ટના જેનાથી આ સારી ગેરસમજ દૂર થઈ જશે કે નહેરુ અને સરદારના સંબધ ઠીક નોહતા! પટેલ એ જવાબમાં લખ્યું કે,”તમારા 1ઓગસ્ટ ના પત્ર માટે ખૂબ ધન્યવાદ એક બીજાના પ્રતિ આપડો જે અનુરાગ અને પ્રેમ રહ્યો છે.

તથા લગભગ 30 વર્ષની આપણી જે અંખડ મિત્રતા છે,તેને જોતા ઔપચારિકતા માટે કોઈ સ્થાન નથી રહેતું,આશા છે કે મારી સેવાઓ બાકીના જીવન માટે આધીન રહેશે.તમને એ ધ્યેયની સિદ્ધિ માટે શુદ્ધ અને સંપૂર્ણ વફાદારી અને નિષ્ઠા પ્રાપ્ત થશે,જેના માટે તમારા જેવું ત્યાગ અને બલિદાન ભારતના અન્ય કોઈ પુરુષ એ નથી કર્યું આપણું સંમેલન અમે સંયોજન અતૂટ છે અને તેમા જ આપણી શક્તિ નિહિત છે! તમે તમારા પત્રમાં મારા માટે જે ભાવનાઓ વ્યક્ત કરી છે,તેના માટે હુ તમારો આભારી છું.

સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુના આ સંવાદ થી કંઇક ને કંઈક એ ચોખ્ખું ખબર પડે. છે કે બંનેમાં કોઈ આપસી મનભેદ નોહતો,થોડાં ઘણા મામલાઓમાં મતભેદ હતો પરંતુ તે દૂર કરી લેતા હતા.પટેલનું આ પણ સંબોધન આ પત્ર સિવાય સરદાર પટેલ એ એક વાર પોતાના સંબોધનમાં એવી વાત કહી હતી જે ઈશારો કરે છે કે તેમને નેહરુના પ્રધાનમંત્રી બનવાથી કોઈ સમસ્યા નોહતી,દિવસ હતો 2ઓક્ટોબર 1950નો અને જગ્યા હતી ઈંદોર જ્યાં પટેલ એક મહિલા કેન્દ્ર ના ઉદ્દઘાટનમાં ગયા હતા અને તેમને તેમના ભાષણમાં કહ્યું કે “અવે કેમ કે મહાત્મા આપણી વચ્ચે નથી,તો નહેરુ જ આપણાં નેતા છે.બાપુએ તેમને પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કર્યા હતા અને તેની ઘોષણા પણ કરી હતી.અવે તે બાપુના સિપાહીઓનું કર્તવ્ય છે કે તે તેમના નિર્દેશનું પાલન કરે અને હું એક ગેરવફાદાર સૈનિક નથી.આ વાત સાબિત કરે છે કે સરદાર વફાદાર સિપાહી હતા અને આજે તેમને ગેરવફાદાર બનાવવામાં આવી રહ્યા છે !સરદાર પટેલના સંગઠનમાં ઘણી પકડ હતી પરંતુ તેમને ક્યારેય પણ ખોટો ઉપયોગ નહેરુ પ્રત્યે નથી કર્યો.આજ ના સમયમાં જે રીતની વાતો કહેવામાં અને સાંભળવામાં આવે છે તેને જોઈને એજ લાગે છે કે જાણકારીઓ ભ્રામક રિતથી ફેલાવવામાં આવે છે જેનાંથી તમારે બચવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top