સરકારી એન્જીનીયરની નોકરી છોડી શરૂ કરી એલોવેરાની ખેતી, આજે કરોડપતિ છે એ માણસ!
આજ ના સમયમાં બેરોજગારીને જોતા દરેક વ્યક્તિ નોકરીની શોધમાં છે અને જો સરકારી નોકરી મળી જાય તો શું કહેવું એ પણ આપણી ફિલ્ડમાં.પરંતુ એવા ઘણા લોકો છે જેમને સરકારી અને પ્રાઇવેટ નોકરી છોડી પોતાની અલગ ઓળખાણ બનાવી અને એમાંથી એક છે હરીશ ધનદેવ -જેસલમેરના રહેવાવાળા હરીશ એ સરકારી નોકરી છોડી અને પોતાના જીવનને એક ચૅલેન્જ આપી અને તેને પુરી કરી.
આવી રીતે આવ્યો વિચાર – હરિશનો જન્મ જેસલેમરમાં થયો અને વર્ષ 2012માં હરીશ એ જયપુરના એક કૉલેજથી બી.ટેકની ડિગ્રી લીધી અને ત્યારબાદ એમબીએ કરવા દિલ્હી ચાલ્યા ગયા પરંતુ વચ્ચે જ તેમને જેસલમેર નગરપાલિકામાં જુનિયર એન્જીનીયરની નોકરી મળી ગઈ અને એમબીએ છોડીને નોકરી કરવા લાગ્યા!
થોડા મહિનો પછી તેમનું મન નોકરીથી ઉઠી ગયું અને તે કઈક અલગ કરવાના વિચાર કરવા લાગ્યા ત્યારબાદ એ ઘણી વસ્તુઓને લઈને વિચાર કરવા લાગ્યા કે કરીએ શુ પરંતુ કોઈ આઈડિયા નોહતો આવી રહ્યો.
એક વાર તે એક એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ગયા જ્યાં તેમને એલોવેરાની ખેતી કરવાનો વિચાર આવ્યો અને તે આ કામને કરવા વિચારવા લાગ્યા અને તેમને લાગ્યું કે એલોવેરાની ખેતી કરીશ અને તે નિશ્ચિત પણ કરી લીધું.શરૂઆતની ખેતી – ત્યારબાદ હરીશ બિકાનેર ગયા અને ત્યાંથી એલોવેરાના 25 હજાર પ્લાન્ટ લઈને આવ્યા અને જેસલમેરથી લગભગ 45 કિલોમીટર દૂર ધાઇસરમા તેને લગાવ્યું અને કંપનીને નામ આપ્યું” નૅચરલ એગ્રો.
ઘણા લોકોએ કહ્યું કે તે આની ખેતી ના કરે કેમ કે તે પેહલા આ ક્ષેત્રમાં સફળ ના થઇ તો અવે કેવી રીતે થશે પરંતુ હરિશે અવે કરવાનો વિચાર બનાવી લીધો હતો ! હરીશ એ ખેતી તો કરી લીધી પરંતુ કોઈ બરાબર ખરીદદાર નોહતા આવતા જેનાંથી ખર્ચો પણ નોહતો નીકળી શકતો પરંતુ તેમને હાર ના માની અને તે કરતા રહ્યા.પોતાનું માર્કેટિંગ- હરીશે તેનું માર્કેટિંગ કરવાનો વિચાર પોતે બનાવ્યો અને ઘણા લોકોનો સંપર્ક શરૂ કર્યો.
તે પોતાને મેદાનમાં ઉતર્યો, લોકોને મળ્યા અને એલોવેરાને જુદા જુદા ભાવે વેચી દીધા, પરંતુ તે કંઈક મોટું કરવાનું વિચારી રહ્યો હતો.વળાંક – દરેક મનુષ્યના જીવનમાં કંઈક એવું છે જે તેને આકાશમાં પોહચાડે છે અથવા તેને જમીન પર લાવીને ઉભું કરે છે. હરીશ સાથે આવું જ બન્યું હતું.
એક દિવસ તે જોઈ રહ્યો હતો કે કઇ કંપનીઓ એવી છે જેઓ એલોવેરાનો પલ્પ મોટી માત્રામાં ખરીદે છે અને પતંજલિ તેના ધ્યાન પર આવી છે. તેમણે પતંજલિને મેઇલ મોકલ્યો અને ત્યાંથી જવાબ આવ્યો અને તેના પ્રતિનિધિઓ મળવા આવ્યા અને વાતચીત થઈ.આજે પતંજલિ એ ભારતનો સૌથી મોટો એલોવેરા બ્રાન્ડ છે અને તેને સૌથી વધારે એલોવેરા વેચનાર હરીશ જ છે.
કામ આગળ વધતું ગયું અને હરીશે તેનું વ્યાવસાયિક ધોરણે કામ કરવાનું મન બનાવ્યું અને સ્ટાફ હાયર કર્યો ત્યારબાદ સતત તે આગળ વધવા લાગ્યા.આજે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર આશરે બે કરોડ રૂપિયા છે અને દેશ વિદેશમાં એલોવેરા સપ્લાય કરે છે.
હરીશે દસ બીઘા જમીનથી ખેતી શરૂ કરી હતી જે હવે વધીને 120 એકર થઈ ગઈ છે.આજે હરીશની વાર્તા દુનિયાભરના લોકોની જીભમાં છે અને લોકો તેમની મુલાકાત લે છે અને તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરે છે.