સુપર સ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ ‘દરબાર’નું પોસ્ટર થયું રિલીઝ,કંઈક આવા અવતારમાં જોવા મળ્યા સુપરસ્ટાર,જુઓ ફક્ત એકજ ક્લિકમાં.

સુપર સ્ટાર રજનીકાંત ને આજે કોણ નથી ઓળખતું ત્યારે આ દિવાળી ના પર્વ પાર તેઓએ પોતાની આગામી નવી મૂવીનું પોસ્ટર લોન્ચ કર્યું છે.સુપરસ્ટાર રજનીકાંત એક્શનની દુનિયામાં વાપસી કરી રહ્યા છે. ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ થઈ રહેલા દરબાર દ્વારા આ વાતનો અંદાજો લગાવી શકાય છે.ડાયરેક્ટર એઆર મુરૂગદાસે દરબાર ફિલ્મનું પોસ્ટર ટ્વીટ કર્યું છે અને સાથે લખ્યું છે- હેપ્પી દિવાલી.રજનીકાંત સ્ટારર ‘દરબાર’ ફિલ્મમાં સુનિલ શેટ્ટી વિલનના રોલમાં છે.

તેમણે સાઉથ મુંબઈમાં મેજર એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂરું કર્યું છે. આ પોલીસ ડ્રામામાં રજનીકાંત IPS ઓફિસરના રોલમાં છે.જ્યારે સુનિલ શેટ્ટી મોટા બિઝનેસમેનના રોલમાં છે. સુનિલ શેટ્ટીએ ઘણી સાઉથ ફિલ્મ્સ કરી છે.પોસ્ટરમાં રજનીકાંત હાથમાં ગન લઈને જોવા મળી રહ્યા છે અને લોકેશન બાંદ્રા-વર્લીમાં સમુદ્ર કિનારાનું દેખાઈ રહ્યું છે.રજનીકાંત બ્લુ શર્ટ, ગ્રે જેકેટ અને ચશ્માની સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.ફિલ્મમાં તેમનો જે મેજર ફેસ ઓફ છે.

તેનું શૂટિંગ સાઉથ મુંબઈમાં બે દિવસ અગાઉ જ પૂરું થયું છે.તેમણે કાર ચેઝ સિક્વન્સનું શૂટિંગ કર્યું જેમાં તેમની સાથે બોડી ડબલ્સની પણ મદદ લેવાઈ હતી.ફિલ્મનું શૂટિંગ સવાર સુધી ચાલ્યું હતું.તમને જણાવી દઈએ કે લાઈકા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ 14 જાન્યુઆરી 2020એ રિલીઝ થશે.ડિરેક્ટર એ.આર. મુરુગાદાસની આ ફિલ્મમાં રજનીકાંત અને અને સુનિલ શેટ્ટીની સાથે નયનતારા પણ લીડ રોલમાં છે. ફિલ્મને Lyca પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે.

રજનીકાંત 25 વર્ષથી પણ વધુ સમય બાદ પોલીસ ઓફિસરના રોલમાં ફરી જોવા મળશે.ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નયનતારા, જતિન સરના, દલીપ તાહિલ, સુનીલ શેટ્ટી અને યોગી બાબુ મહત્વની ભુમિકા નિભાવતો જોવા મળશે. થોડા દિવસો પહેલા મુંબઈમાં શૂટિંગ વખતે સેટ પરથી અમુક તસ્વીરો લીક થઈ હતી.છેલ્લે તેઓ 1992માં આવેલી ફિલ્મ ‘પાંડિયન’માં પોલીસ ઓફિસર તરીકે દેખાયા હતા.

‘દરબાર’ ફિલ્મ રજનીકાંતનાં કરિયરની 167મી ફિલ્મ છે.આ ફિલ્મ આવતા વર્ષે પોન્ગલ દરમિયાન રિલીઝ થશે.ત્યારે અત્યારથી લઈને તેમના ચાહકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઘણા લોકો આ મુવી નું આતુરતા પૂર્વક રાહ જોઈ ને બેઠા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top