ફરી એક વાર નોટબંધી ની જેમ મોદી સરકાર લેવાં જઈ રહી છે આ મોટો નિર્ણય,જાણો વિગતે

અગાવ પણ એક વખત નરેન્દ્ર મોદીએ એ નોટબંધી ને લઈને કરેલી જાહેરાત થી આખા દેશ માં હાહાકાર થઇ ગયો હતો જેનાથી ઘણા લોકો ને તકલીફ ઉઠાવી પડી હતી.નોટબંધી બાદ કાળા નાણા પર મોદી સરકાર બીજુ મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સુત્રો અનુસાર કાળા નાણાથી સોનું ખરીદનાર પર લગામ લગાવવાની તૈયારીમાં સરકાર ખાસ સ્કિમ લાવી શકે છે, મળતી માહિતી પ્રમાણે ઇનકમ ટેક્સની એમનેસ્ટી સ્કીમને લઇને સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકે છે.

એક નક્કી કરેલા પ્રમાણથી વધારે ચિઠ્ઠી વગરના સોનુ હોવા પર તેની જાણકારી આપવી પડશે અને સોનાની કિંમત સરકારને કહેવી પડશે.સુત્રો અનુસાર આ એમનેસ્ટી સ્કીમ હેઠળ ગોલ્ડની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. રીસીપ વગરના જેટલા ગોલ્ડનો ખુલાસો થશે તેની પર એક નક્કી કરેલી કિંમતમાં ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય સીમા માટે જ ખોલવામાં આવશે.

સ્કીમ ખત્મ થયા બાદ નક્કી કરેલા પ્રમાણથી વધારે પ્રમાણમાં સોનુ મળવા પર તેને મોટા પ્રમાણમાં દંડ કરવામાં આવશે. મંદિર અને ટ્રસ્ટની પાસે પડેલા ગોલ્ડને પણ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવા માટે ખાસ જાહેરાત થઇ હોવી જોઇએ.સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એમનેસ્ટી સ્કીમની સાથે-સાથે ગોલ્ડને એસેટ ક્લાસ તરીકે વધારવાની ઘોષણા પણ કરવામાં આવી શકે છે. જેના માટે સોવરન ગોલ્ડ બોન્ડની સ્કીમને આકર્ષક બનાવવા માટે મહત્વના બદલાવ કરવામાં આવી શકે છે.

સોવરન ગોલ્ડ બોન્ડ સર્ટિફિકેટને મોર્ગેજ કરવા માટે પણ વિકલ્પ પણ આપવામાં આવી શકે છે અને ગોલ્ડ બોર્ડ બનાવવાની ઘોષણા પણ કરી શકાય છે. સરકારની ગોલ્ડ પ્રોડક્ટિવ ઇનવેસ્ટમેન્ટ તરીકે વિક્સિત કરવાની ઇચ્છા છે. જેના માટે આઇઆઇએમના પ્રોફેસરની ભલામણના આધાર પર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.આ મામલે સુત્રો અનુસાર નાણા મંત્રાલયના ઇકોનોમિક અફેયર્સ વિભાગ અને રાજસ્વ વિભાગે મળીને આ સ્કીમનો પ્લાન તૈયાર કર્યો છે.

નાણા મંત્રાલયે તેના પ્રસ્તાવ કેબિનેટ પાસે મોકલ્યો છે.જલદીજ કેબિનેટની તેને મંજૂરી મળી શકે છે.ઓક્ટોબરથી બીજા અઠવાડિયામાં જ કેબિનેટમાં તેની પર ચર્ચા થવાની હતી.મહારાષ્ટ્ર અને હરિયાણાના રાજ્ય ચૂંટણીના કારણથી અંતિમ સમય પર નિર્ણય ટાળી દેવામાં આવ્યો.જોકે આ મુદ્દે જો કોઈ પાકો નિર્ણય લેવાયો તો પરિસ્થિતિ કંઈક અલગ હશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top