1.ફિટનેસ અને ડાઈટ.આજકાલના યુવાનો તેમની ફિટનેસ અને ડાઈટને લઈને ખૂબ ગંભીર રહે છે, કારણ કે થોડીક પણ ભૂલ તેમને વધારે વજન અથવા મોટાપાથી પીડિત તો કરી શકે છે, સાથે જ કેટલીક એવી બીમારીઓ પણ છે જે જોખમ પણ વધારે છે.
જેમ કે ડાયાબિટીસ, કોલેસ્ટરોલ, બ્લડપ્રેશર વગેરે.તે એક મોટી સત્યતા છે કે જેટલું આપણે તાજું ભોજન કરીશું, કુદરતી ઉત્પાદનો નો વપરાશ કરીશું એટલું વધારે આપણે આ સમસ્યાઓ થી દુર રહીશું.કુદરતે આપણને ઘણાં ફળો અને શાકભાજી એવી આપી છે જે આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે,તેમાંથી એક છે ટામેટાં.
2.ટામેટાં.
ટામેટાં વિટામિન સી, વિટામિન કે, ફોલિક એસિડ અને પોટેશિયમથી ભરપૂર માત્રામાં હોય છે.નિશ્ચિતરૂપ થી આ બધા પોષક એક સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે.તમે સલાડ અથવા શાકભાજીમાં ટામેટાં ખાઈ શકો છો.આ સિવાય ઘર પર ચટણી અથવા સૂપ પણ બનાવને પી શકો છો.પરંતુ શું તમે જાણો છો કે કેટલીક શારીરિક સ્થિતિઓ પણ હોય છે જ્યારે તમારે ટોમેટા ખાવાનું પુરી રીતે છોડી દેવું જોઈએ.જો તમે આવું ન કરો તો આ તમને ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે.
3.એસીડીટીની સમસ્યા.
જે લોકોને એસીડીટી અથવા ગેસની સમસ્યા રહે છે તેમને ટામેટાનું સેવન ઓછું કરી દેવું જોઈએ,કારણકે ટામેટા ઝલન,એસીડીટી અને ગૈસ્ટ્રિક્સ સમસ્યા કારણ વગર થઈ શકે છે.
4.સાંધામાં દુઃખાવો.
ટામેટામાં સોલમાઈન નામનો એલકાલાઈડ હોય છે,આ કારણ થી વધારે ટામેટાં ખાવાથી તમારા સાંધામાં દર્દ કરી શકે છે.એટલા માટે જે લોકોનો જોઇન્ટ પેનની સમસ્યા છે તેમને ઓછા ટામેટાં ખાવા જોઈએ.
5.કિડની સમસ્યા.
કોઈ પણ વસ્તુનો અતિરેક સારી નથી હોતી,એટલા માટે જો ટામેટાનું સેવન પણ વધારે માત્રામાં કરો છો તો તે તમારી કિડની પર પ્રભાવ પડે છે.હકીકતમાં ટામેટાંમાં ઓક્સેલેટની માત્રા ભરપૂર હોય છે જે શરીરમાં જલ્દી નથી તૂટતા અને ભેગા થઈ જાય છે,આખરે તે કિડની સ્ટોનની સમસ્યા છે તેના પર વધુ ધ્યાન આપવું જોઈએ.
6.એલર્જીની સમસ્યા.
જો તમે જરૂર કરતાં વધારે ટામેટાંનું સેવન કરે છે તો તમને જીભ,ત્વચા પર રેશેષ અથવા સૂઝન જેવી સમસ્યાઓ થઈ શકે છે.આ ટામેટાંમાં આવેલ હિસ્ટામાઇનના કારણ થી થાય છે.
7.ત્વચાના રંગમાં પરિવર્તન.
જો તમે યોગ્ય માત્રામાં ટામેટાંનું સેવન કરતા હોવ તો તે નિશ્ચિત રૂપથી તમને ફાયદો કરાવશે.પરંતુ જો તમે વધુ ટામેટાં ખાવ છો તો તેનાથી તમારી ત્વચાનો રંગ બદલાઈ જાય છે.સફેદ અથવા કાળા વર્તુળો તેનું પરિણામ હોય શકે છે.