ભાગ્ય અને કર્મ એક સિક્કા ની બે બાજુ છે પણ કર્મ હંમેશા ભાગ્ય ઉપર ભારે પડ્યું છે એવા શાસ્ત્રો અને પુરાણો અને મોટા મોટા ઋષિ ઓ એ કહ્યું છે કે કર્મ ની શક્તિ ખરાબ મા ખરાબ ભાગ્ય ને ફેરવી નાખે છે પુનઃ જન્મ નું ચક્ર પણ કર્મ ઉપર જ નિર્ભય કરે છે એવું પણ માનવા માં આવે છે કે જો વર્તમાન માં જો કોઈ માનવ સાથે સારા કર્મ કરવા પછી ખરાબ થાય તો સમજી જવું કે તેના ખરાબ કર્મ નું ફળ છે.
કર્મ એક ચેન ની રીતે દરેક જન્મ મા મનુષ્ય ની સાથે ચાલે છે અને તે ને તેના કર્મો અનુસાર જ ફળ મળે છેઆજે આપણને અમે આ કર્મ ઉપર આધારિત એક પરરનાત્મક પ્રસંગ બતાવવા ના છે એક ગામ મા બે મિત્રો રામલાલ અને વંશીલાલ રહેતા હતા બંને મિત્રો ગરીબી હેઠળ જીવતા હતા અને તેઓ દરરોજ આમિર બનવા ના સપના જોતા હતા આમિર બનવા માટે રામલાલે 1 કારોડ ની લોટરી ની ટીકીટ ખરીદી અને થોડાજ દિવસો માં એ લોટરી જીતી ગયા.
અને કરોડ પતિ બની ગયા વંશીલાલ ને આ વાત ની ખબર પડી ત્યારે તે તૈયારી માં રામલાલ ના ઘરે પહોંચી ગયો રામલાલે તેમને ખૂબ સારી રીતે સ્વાગત કર્યું વંશીલાલે રામલાલ ને પૂછ્યું કે મિત્ર તમે એટલા બધા પૈસા કઈ રીતે મેળવ્યા મને પણ આ રીત વિસે કહો રામલાલે કહ્યું કે તમે વિષ્ણુ ભગવાન ની રોજ પૂજા કરો તો ભગવાન તમને પણ મારા જેમ ધનવાન બનાવી દેશે.
આ સાંભળતા જ વંશીલાલ તૈયારી માં બજાર મા થી મૂર્તિ લઇ આવ્યા અને તેમની પૂજા ચાલુ કરી દીધી વંશીલાલ દરેક દિવસ વિષ્ણુ ભગવાન ની સાચા દિલ થી પૂજા કરતા હતા એવું કરતા કરતા તેમને 10વર્ષ વીતી ગયા પણ તેમને કસું પણ મળ્યું નહીં વંશી લાલ ખૂબ ગુસ્સા માં આવી ગયા અને સીધા રામ લાલ ના ઘરે પહોંચ્યા વંશીલાલે રામલાલ ને પૂછ્યું કે 10વર્ષ થી હું ભગવાન વિષ્ણુ ની પૂજા કરું છું પણ અત્યાર સુધી માં મને કઈ મળ્યું નથી અને આમિર પણ નથી બનતો.
રામલાલે તેમને જવાબ આપ્યો કે ભગવાન થોડી વાર પછી સાંભળે છે તમે આવું હજુ 4 વર્ષ આવું કરો ધીરે ધીરે કરી ને 4 વર્ષ પણ વીતી ગયા પણ કસું મળ્યું નહીં ગુસ્સા માં વંશીલાલ ભગવાન વિષ્ણુ ની પ્રતિમા ઉઠાવી ને ઘરની બહાર ફેંકવા ચાલ્યા ગયા જેવીજ મૂર્તિ ને ફેંકવા ના હતા તેમને જોયું કે તેમના હાથ ભીના છેજ્યારે તેઓ મૂર્તિ ની બાજુ જોયું ત્યારે મૂર્તિની આખો માંથી આંસુ પડતા હતા તેમના જોતા ની સાથે પોતે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા.
વંશીલાલ તમે પાછલા 14 વર્ષ થી તમે મારી નિષ્ઠા થી પૂજા કરો છો એવું નથી કે હું મારા ભક્તો નું સાંભળ તો નથી હું તમને આમિર બનાવવા માંગુ છું પણ તમે પહેલા દુકાને જઈને લોટરી ની કુપન તો ખરીદી લોઆવું સાંભળતા જ વંશીલાલ ની આંખો ખુલી ગઈ તેમને સમજણ પડી ગઈ કે ભાગ્ય પૂજા કે કોઈ પણ ઉપાય ત્યાર સુધી કામ નથી કરતું જ્યાર સુધી આપણે કોઈ કર્મ નહીં કરીએ ભગવાન તેમણીજ મદદ કરે છે જે પોતે પોતાની મદદ કરે છે તમારું કામ છે વૃક્ષ લગાવવા નું અને તેને પાણી રેડી ને મોટું કરવા નું પરંતુ તેના ઉપર ફળ ભગવાન ના આશીર્વાદ થી લાગશે પણ જો તમે વૃક્ષ જ નહીં વાવો તો તેના ફળ ખાવા ની આશા કઈ રીતે રાખી શકો કર્મ કરો ફળ પોતે તમને મળશે.