અરબી સમુદ્રમાં ઊભું થયેલું ‘મહા’ વાવાઝોડું હવે ભયાનક બની રહ્યું હતું,અને હાલમાં વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠેથી 570 કિલોમીટર દૂર છે 2019ના વર્ષ દરમિયાન ગુજરાત પર વાવાઝોડુંની આફત ચોથી વખત ઊભી થઈ શકે તેમ હતી.બે દિવસ પહેલા હવામાન ખાતાના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે, ‘મહા’ વાવાઝોડાનું સંકટ હવે દૂર થઈ ગયું છે.
કારણ કે, આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતુ તેમની ધારણા અને અટકળો ખોટા પડ્યા છે.અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.અને આ ઉપરાંત એક નવું વાવાઝોડું સક્રિય બન્યું છે.જેનું નામ છે બુલબુલ.તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બુલબુલ આકાર લઈ રહ્યું છે. જ્યારે અરબ સાગરમાં ઉભું થયેલ મહા વાવાજોડું વધારે શક્તિશાળી થઈ ગયું છે.અને વધારે સંકટ ઉભું કરી રહ્યું છે.અને હવામાન વિભાગ દ્વારવા ગુજરાતમાં ભાર વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
અને સમુદ્ર થી દુર જવાની ચેતવણી આપી છે.ગુજરાતના કેટલાક ભાગમાં 6થી 8 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર, મહા વાવાઝોડાને કારણે ઉત્તર કોંકણ અને ગુજરાતમાં તોફાન સાથે ભારે વરસાદ પડી શકે છે.જેથી ભારે નુકશાન થવાની આસકા છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે 12 જૂને ગુજરાતમાં વાયુ વાવાઝોડું ત્રાટક્યું હતું.ત્યારબાદ હિક્કા અને ક્યાર પછી હવે ‘મહા’વાવાઝોડું આવી રહ્યું છે. ઓમાને વાવાઝોડાને ‘મહા’નામ આપ્યું છે.હવે પછી જે વાવાઝોડું સક્રિય થઇ રહ્યું છે તેનું નામ સંભવિત નામ ‘બુલબુલ’હશે. આ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે. 8 દેશોએ વાવાઝોડાના કુલ 64 નામ આપ્યા છે. 2004માં વાવાઝોડાના નામ આપવાની પરંપરા શરૂ થઈ હતી. વાવાઝોડાને એક નામ આપ્યા બાદ પછીના 10 વર્ષ સુધી એ નામનો ઉપયોગ થતો નથી.
હવામાન વિભાગે એવી જાહેરાત કરી છે કે 6 નવેમ્બરની રાતથી 7મીની સવાર સુધીમાં પોરબંદરથી દીવ વચ્ચેના દરિયાકિનારાના વિસ્તારમાં ત્રાટકશે. જો કે એક શક્યતા એવી પણ છે કે 6 તારીખે જ ‘મહા’ દરિયામાં સમાઈ જશે. આ અંગે બે કારણો દર્શાવતા હવામાન વિભાગના સૂત્રો જણાવે છે કે ઉત્તરીય પવનો કે જે ઠંડા અને સૂકા હોય છે તે વાવાઝોડાં સાથે ટકરાતા ‘મહા’ના વેગને અટકાવશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું હાલમાં વેરાવળથી 500 કિલોમીટર અને દીવથી 550 કિલોમીટર દૂર છે. વાવાઝોડું વધુ તિવ્ર બનતા વેરી સિવિયર સાયકલોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયું છે. અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.જો કે આજથી વાવાઝોડું યુટર્ન લઇ શકે છે.અને ગુજરાતના દરિયાકાંઠાને ટકરાઈ શકે છે.આજે રવિવારે છેલ્લી સ્થિતિ મુજબ ‘મહા’ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા પર આગળ ધપી રહ્યું છે.આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં એક નવું સાયકલોન તૈયાર થઇ રહ્યું છે. હાલના તબક્કે માત્ર હળવું દબાણ સર્જાયું છે. આગામી 48 કલાકમાં તે વાવાઝોડું બની જશે.હવામાન વિભાગ તેને ‘બુલબુલ’ નામ આપે તેવી શક્યતા છે.જો બુલબુલ સક્રિય થશે તો ‘મહા’ની તાકાતનો થોડો ભાગ પોતાના તરફ અંકે કરશે. આમ ઉત્તરીય ઠંડા સૂકા પવનો અને બુલબુલની ભાગબટાઈથી મહા વાવાઝોડું 6 નવેમ્બરે નબળું પડશે અને દરિયામાં જ વિખેરાઈ જવાની પૂરી સંભાવના છે.જેથી ભારે નુકશાનની કોઈ અસંકા નથી.