દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના લાસલગામ સ્થિત ડુંગળીના સૌથી મોટા માર્કેટ ખાતે ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો નોંધાયો છે. જો કે સરકારે સતત વધી રહેલા સપ્લાયના કારણે ડુંગળીની કિંમત ઘટવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ.ડુંગળી અને દાળના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી ખુબ વધતા જોવા મળ્યા હતા. ડુંગળીના નવા પાકની આવક શરૂ થયા બાદ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી.પરંતુ તેના માત્ર બે દિવસ બાદ લાસલગામ સ્થિતિ માર્કેટમાં ડુંગળીની કિંમતોમાં મસમોટો ઉછાળો નોંધાયો છે. ડુંગળીની વધતી કિંમતના કારણે જનતા પરેશાન છે.
ડુંગળી અને દાળના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી ખુબ વધતા જોવા મળ્યા હતા.ડુંગળીના નવા પાકની આવક શરૂ થયા બાદ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી. દિલ્હીમાં હજુ પણ ડંગળી રિટેલમાં 50-60 રૂપિયા કિલોના ભાવે વેંચાઈ રહી છે.ત્યારે જાણકારોનું માનવું છે કે આગામી સમયમાં આ કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે ડુંગળીનું ઓછું ઉત્પાદન થયું હતુ. ડુંગળીના ભાવ પર કાબુ મેળવવા માટે સરકારે પોતાના સ્તરે ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે,જે સરકાર આગળ પણ ચાલુ રાખશે.સરકાર હવે ઉઠાવશે આ નિયમ.
વધતા ડુંગળી અને દાળ ના ભાવ પર મોદી સરકારે મહત્વના પગલાં લીધાં છે.સરકારે ડુંગળી અને દાળના ભાવને નિયંત્રણમાં રાકવા માટે નાફેડને બફર સ્ટોકમાંથી દાળ અને ડુંગળીની સપ્લાય ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. દેશમાં ડુંગળી અને દાળની કિંમતો અને ઉપલબ્ધતાઓ સાથે-સાથે સરકારના બફર સ્ટોકની સમિક્ષા માટે ઉપભોક્તા મંત્રાલયના સચિવ અવિનાશ કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક થઈ.અને આ બેઠકમાં વધતા ડુંગળી અને દાળ ના ભાવ ને લઈ ને ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિ મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે, દિવાળી દરમિયાન મહારાષ્ટ્રના શાકમાર્કેટો બંધ હતા. જેના કારણ, બે-ત્રણ દિવસ ડુંગળીના ભાવ પ્રભાવિત રહ્યા. જોકે, દિલ્હીના શાકમાર્કેટોમાં આવક ફરી શરૂ થઈ ગઈ છે, અને આગામી સમયમાં આવક વધવાથી કિંમતોમાં ઘટાડો થશે.મધર ડેરીના સફળ આઉટલેટના માધ્યમથી ડુંગળી વેચવાનું ચાલુ રહેશે મોદી સરકાર.બેઠકમાં દેશની રાજધાની દિલ્હીમાં મધર ડેરીના સફળ આઉટલેટના માધ્યમથી ડુંગળી વેચવા માટે નેપેડને ડુંગળીની સપ્લાય ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી, આઝાદપુરના કિંમત લિસ્ટ અનુસાર, દિલ્હીમાં બુધવારે ડુંગળીનો થોક ભાવ 20-42.50 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે માર્કેટમાં ડુંગળીની આવક 814.5 ટન હતી.
આપણે સૌ જાણીએ જ છીએ કે, દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા હતા, દરેક શહેરમાં ડુંગળીનો પ્રતિકિલોનો ભાવ 60-80 રૂપિયા પર પહોંચી ગયો હતો.અને હજુ પણ વધવાની આશંકા લગાવવામાં આવી રહી છે.જેના કારણે તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે પણ ડુંગળીના પાકને અસર થઇ છે. વેપારીઓ ડુંગળીના વધેલા ભાવો માટે સરકારની પ્રતિકૂળ નીતિઓને પણ જવાબદાર ગણાવી. ડુંગળીના પાકની આવક ચાલુ થઈ ગઈ હોવા છતા ભાવમાં ઘટાડો થવાનું નામ નથી લઈ રહ્યો. જેને લઈ સરકારે મદર ડેરીના સફળ આુટલેટ દ્વારા લોકોને વ્યાજબી ભાવે ડ઼ુંગળી મળી રહે તે માટે પ્રયત્ન શરૂ કર્યો હતો.અને વધતા ડુંગળી અને દાળ ના ભાવ પર અંકુશ લગાવવા માટે પગલાં ઉઠાવ્યા છે.