શિવસેના ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધ્યું? MLA રવિ રાણાએ કર્યો આવો મટો દાવો..

શિવસેના ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નું ટેન્શન વધી ગયું છે.MLA રવિ રાણાએ એક મોટો દાવો કર્યો છે.અને કહ્યું છે કે શેવસેના 25 ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ શકે છે.ભાજપને અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપનારા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના બડનેરા વિધાનસભા ક્ષેત્રના અપક્ષ ધારાસબ્ય રવિ રાણાએ દાવો કર્યો છે કે જો શિવસેના ભાજપનું સમર્થન નથી કરતી તો તે બે ભાગમાં વહેચાઇ જશે. મહારાષ્ટ્રમાં રાજનીતિક ગતિરોધ વચ્ચે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ભાજપને સમર્થનનું એલાન કરી ચુકેલા ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સમજવું જોઈએ કે કોઈ પણ પાર્ટીને જનાદેશ મળ્યો નથી. સંજય રાઉત ગમે તે કહે પણ લોકોએ ભાજપ શિવસેના ગઠબંધનને બહુમત આપ્યું છે.દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે અને તેના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી ના પરિણામ જાહેર થયે ઘણા દિવસો થઈ ગયા છે.પરંતુ હજુ સુધી કોણ મુખ્યમંત્રી બનશે તેનો ન્યાય કરવામાં આવ્યો નથી.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વધુ ને વધુ વકરી રહ્યો છે.રાજ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે ત્યારે ભાજપ અને શિવસેના બંને પાર્ટીના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ પણ ચરમસીમાએ છે.અને શિવસેના અને ભાજપ વચ્ચે અમારચકીનું રાજકારણ ચાલી રહ્યું છે.શિવસેના પોતાનો મુખ્યમંત્રી બનાવવા જીદ કરી રહ્યું છે આ દરમિયાન જ અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું છે કે જો ભાજપ શિવસેના વગર સરકાર બનાવે તો 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જશે.અને ભાજપ સાથે જોડાઈ ને સરકાર રચી શકે છે.મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના બદનેરા બેઠકથી અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે.અને કહ્યું છે કે શિવસેના ના 25 જેટલા ધારાસભ્યો ભાજપ સાથે જોડાઈ શકે છે.

દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે,રવિ રાણાના પત્ની નવનીત કૌર રાણા લોકસભાના અપક્ષ સભ્ય છે, બંને પતિ-પત્નીએ મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલને મળ્યા બાદ રવિ રાણાએ દાવો કરતા કહ્યું કે જો નવી સરકારનું ગઠન શિવસેનાના સમર્થન વગર કરવામાં આવે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે અને તેના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં રાજકારણ ખુબજ ગરમાયુ છે.અને બંને પાર્ટી ના નેતાઓ એક બીજા પર આકાર પ્રહાર કરી રહ્યા છે.ભાજપ અને શિવસેના વચ્ચે સમજુતી ન થતા શિવસેના નેતા સંજય રાઉત દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે રવિ રાણાએ સંજય રાઉતને નિશાને લેતા સંજય રાઉતની સરખામણી પોપટ સાથે કરી.આ સિવાય તેમણે શિવસેનાને પણ છોડી ન હતી,શિવસેનાને ખુબ અહંકારી પાર્ટી ગણાવી હતી.અને શિવસેના પર આકરા પ્રહાર કર્યા હતાં.રવિ રાણાએ કહ્યું કે ‘ઉદ્ધવ ઠાકરે સમજવું જોઈએ કે કોઈ એક પાર્ટીને જનાદેશ નહિ મળે. સંજય રાઉત ગમે તે કહે, પણ લોકોએ ભાજપ શિવસેના ગઠબંધનને જ મત આપ્યા છે.આમ તેમને પણ એક મોટો ખુલાસો કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને નિયંત્રણમાં રાખવા જોઈએ તે ખુબ મોટા નિવેદનો કરી રહ્યા છે.આમ મહારાષ્ટ્રનું રાજકારણ ખુબ જ ગરમાયુ છે.

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર ચૂંટણી ના પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સરકાર બની નથી.મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ અને શિવસેનામાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એકવાર કહ્યું છે કે મુખ્યમંત્રી અમારો જ હશે. મંગળવારે રાઉતે કહ્યું, આપ જેને હંગામો કહી રહ્યા છો,તે હંગામો નથી, ન્યાય અને અધિકારની લડાઇ છે. મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે.અને રવિ રાણા એ દાવો કર્યો છે કે શેવસેના ના 25 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.જેથી મહારાષ્ટ્રના રાજકારણમાટે આગામી 48 કલાક ઘણા મહત્વના રહેવાના છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top