આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા હશે જેને જોઈ ને આપણે વિશ્વાસ નથી કરી શકતા.પરંતુ આ બિલકુલ સત્ય ઘટના છે.આ ઘટના મુળ ઉત્તર પ્રદેશની છે.ઓફિસમાં આમતો ચશ્મા કે ટોપીને કાર્ય કરતા કર્મચારીઓને તમેતો જોયા હશે.
પરંતુ તમે ક્યારેય કોઈ ઓફિસમાં હેલમેટ પહેરીને કામ કરતા કર્મચારીઓને જોયા છે.તમને આશ્ચર્યજનક લાગશે કે એવું તો શું કારણ છે કે અહીં કર્મચારીઓ ઓફિસમાં હેલ્મેટ પહેરીને કામ કરે છે.
આ વાત સાંભળીને તમે આશ્ચર્ય ચકિત થઈ ગયા હશો.હા પણ આ વાત બિલકુલ સત્ય અને સચોટ છે.ઉત્તર પ્રદેશનાં બાંદામાં વિજળી વિભાગનાં કાર્યાલયમાં ઓફીસ માં કંઈક આવોજ નજારો જોવા મળ્યો છે.અહિંયા કામ કરતા તમામ કર્મચારીઓ ઓફિસની અંદર પણ હેલમેટ પહેરી રાખે છે.અને હેલ્મેટ પહેરીને કામ કરે છે.
ઓફિસમાં હેલ્મેટ પહેરીને કામ કરવાનું એક મુખ્ય કારણ છે.આ કારણ જાણી ને તમને પણ નવાઈ લાગશે,વીજળી વિભાગની કારણ એવું છે કે ઓફિસની છતનો પ્લાસ્ટર ઘણીવાર તૂટી પડતો હોય છે.છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ આવી જ છે.
આ જ કારણ છે કે અહીંના કર્મચારીઓને સલામતી માટે હેલ્મેટ પહેરીને કામ કરવાની ફરજ પડે છે,અને દરેક કર્મચારી ઓફિસમાં હેલ્મેટ પહેરીને કામ કરે છે.જેથી જો કોઈ અકસ્માત થાય તો તે પોતાને તેનાથી બચાવી શકે.અને આ જ તેનું મુખ્ય કારણ છે જેથી તે ઓફિસમાં હેલ્મેટ પહેરીને કામ કરે છે.
મળતી માહિત અનુસાર, ઓફિસમાં કામ કરતા કર્મચારીએ કહ્યું કે બિલ્ડિંગની હાલત ખુબજ ગંભીર અને ખરાબ છે,તે ગમે ત્યારે પડી શકે છે.
આ અંગે અનેક વખત સંબંધિત અધિકારીઓને માહિતી પણ આપવામાં આવી હતી,પરંતુ હજી સુધી સુનાવણી થઈ નથી.અને હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ અંગે સરકારે કોઈ પગલાં લીધા નથી.