સુરત: સરથાણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ચાર યુવાનો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાંથી ત્રણ મિત્રોએ 13 મહિનાના સમયગાળામાં અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું અને ચોથા યુવાને ફોન પર વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. એક આરોપીના ધારાસભ્ય વી.ડી ઝાલાવડિયા સાથે ફોટા વાયરલ થયા છે.
‘તારી વીડિયો ક્લિપ ઉતારી લીધી છે’ કહી 13 મહિનામાં વારંવાર દુષ્કર્મ કર્યું
13 મહિના પૂર્વે હિરેન મનસુખ ઝાલાવડિયા (રહે: સી-404, આસ્થા રેસિડેન્સી, અબ્રામા રોડ, મોટા વરાછા)એ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ ફ્રેન્ડશિપ માટે રિક્વેસ્ટ મોકલી. ફોન પર પણ વાત કરી. તે વખતે હિરેને એવું કહ્યું હતું કે હું ખૂબ જ દુખી છું. ઘરમાં એકલું-એકલું લાગે છે. હું તમને મળવા માંગું છું. જેથી તું મને મળવા આવ. આ રીતે વાત કરતાં પરિણીતા હિરેનને મળવા ગઈ. તે વખતે ઘેનયુક્ત ચોકલેટ ખવડાવી દીધી હતી. જેના કારણે પરિણીતા અર્ધબેભાન જેવી થઈ ગઈ. ત્યાર પછી તેને એક્ટિવા પર વેલંજામાં નવા બંધાતા મકાનમાં લઈ ગયો હતો. જ્યાં પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો.
તેની વીડિયો ક્લિપ ફરતી કરી દેવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ અને સમયે હિરેને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદમાં એવો ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે કે હિરેન ઝાલાવડિયાએ તેના મિત્રો કાર્તિક ઉર્ફે અનિલ ઝડફિયા અને જિગ્નેશ ડાખરા (રહે: ન્યૂ શક્તિવિજય સોસાયટી, બરોડા પ્રિસ્ટેજ પાસે, વરાછા રોડ)ને આ પરિણીતાના મોબાઇલ નંબર આપ્યા હતા.
જે બન્નેએ પરિણીતાને ફોન કરી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી સમયાંતરે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે કલ્પેશ ડાખરાએ મને મળવા આવ નહીંતર વીડિયો ક્લિપ પ્રસિદ્ધ કરી દઈશ તેવી ફોન પર ધમકી આપી હતી. ઝાલાવડિયાએ તો આ પરિણીતાને તેના પિયર પણ બોલાવી ત્યાં પણ બળાત્કાર ગુજાર્યો હતો.
વી.ડી. ઝાલાવડિયાએ કહ્યું મારે કોઈ સંબંધ નથી
અફવા વહેતી થઈ હતી કે, આ હિરેન ઝાલાવડિયા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો ભત્રીજો થાય છે. આ બાબતે વી.ડી. ઝાલાવડિયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેની સરનેમ ઝાલાવડિયા છે એટલું જ છે. બાકી ભત્રીજાની વાત તો દૂર રહી તે મારો કોઈ સંબંધી પણ થતો નથી. જો કે તેમની સાથે ગાંધીનગર ખાતે લેવાયેલી એક તસવીર બહાર આવી છે. જેમાં મંત્રી કુમાર કાનાણી પણ છે