સરકાર બનાવવામાં નિષ્ફળ શિવસેના ને સતાવી રહ્યો છે આ ડર,કહ્યું ભાજપનો ભરોસો ના કરાય નહીતો..

ઘણા સમયથી મહારાષ્ટ્ર માં સરકાર બનાવવાનો લઇ ને ખેંચતાણ ચાલી રહી છે.અને પક્ષ ના નેતાઓ અલગ અલગ દાવા કરી રહ્યા છે.પરંતુ સરકાર બનાવવામાં નિષ્ફળ શિવસેના ને એક વાત નો ડર સતાવી રહ્યો છે.અને શેવસેના એ કહ્યું છે કે ભાજપ પર ભરોસો ના કરાય,આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ખેંચતાણ યથાવત છે,હજુ સુધી કોણ મુખ્યમંત્રી બનશે તે સસ્પેન્ડ છે.ત્યારે રાજ્યમાં NCP અને કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવવામાં નિષ્ફળ શિવસેનાને હવે હોર્સ ટ્રેડિંગનો ડર સતાવી રહ્યો છે.અને ભાજપ પર ભરોસો ના કરાય તેવી વાતો કરી રહ્યા છે.

આ વાતને ધ્યાનમાં રાખીને શિવસેનાએ આજે વિધાયક દળની બેઠક બોલાવી છે.અને મહત્વની ચર્ચા કરવાની વાત કરી છે.આ ઉપરાંત એ વાત પણ ચર્ચાઈ રહી છે કે,ધારાસભ્યોના ખરીદ-વેચાણથી બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે,તેમને હોટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.અને બધા ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવાનો દાવો કર્યો છે.મળતી માહિતી અનુસાર,ગુરૂવારે યોજાનારી શિવસેનાની બેઠક બાદ પાર્ટી પોતાના ધારાસભ્યોને કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ કરી શકે છે.અને દરેક ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરવાનો દાવો કર્યો છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તે પહેલા આજે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે.અને મહત્વના નિર્ણયો લેવાના છે.

મહારાષ્ટ્ર રાજકારણનનું વાતાવરણ ખુબ જ ગરમાયુ છે.અને બને વચ્ચે આકરી પરિસ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, અમે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે.અને મુલાકાતમાં ઘણી વાતચીત કરી છે.જો ભાજપ નેતાઓ ગુરૂવારે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કરે,તો તેમણે સરકાર બનાવવી જોઈએ.આ પણ એક મોટો દાવો કર્યો હતો.કારણ કે મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.જો કે આ માટે તેણે બહુમત સાબિત કરવો પડશે.અને તેના માટે શિવસેના સાથ આપશે તો ભાજપની સરકાર બની જેસે,અને શિવસેના સાથે મળી ને સરકાર રચી શકશે.

ચૂંટણીના પરિણામ આયે ઘણા દિવસો થઈ ગયા છે.પરંતુ હજુ કોણ મુખ્યમંત્રી બનશે તે સસ્પેન્ડ છે.જેથી પક્ષ ના નેતાઓ એક બીજા સાથે મીટીંગ કરી રહ્યા છે.આને સરકાર રચવાના દાવા કરી રહ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસ પર મહારાષ્ટ્ર ભાજપની કોર કમિટીને બેઠક યોજાઈ હતી.આ બેઠક માં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.જે બાદ ભાજપ ધારાસભ્ય સુધીર મુનગંટીવારે જણાવ્યું કે, રાજ્યમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં સરકાર બનશે.અને શિવસેના અને ભાજપ મળી ને સરકાર રચાશે.

આ ઉપરાંત અગાઉ બુધવારે NCP સુપ્રીમો શરદ પવારે જણાવ્યું કે, સરકારની રચનામાં તેમની કોઈ ભૂમિકા નથી.આ સાથે જ પવારે જણાવ્યું કે,શિવસેના અને ભાજપ 30 વર્ષોથી ગઠબંધનમાં છે.જેથી આજે નહીં તો કાલે તે બન્ને સાથે આવશે.આમ કહી ને શરદ પવારે જણાવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top