આલિયાની ફ્લોપ ફિલ્મ પર પિતા મહેશ હતા ખુશ, જાણો રોહિતની લેમ્બોર્ગિનીની કિંમત

બૉલીવુડ અને ટીવી કોરિડોરમાં હંમેશાં કંઈક ને કંઈક નવું થતું રહે છે. કેટલીક વાર કોઈ ફિલ્મનું પોસ્ટર, ટીઝર અથવા ટ્રેલર સામે આવે છે, તો કેટલાક સેલેબ્સ નવા લુકમાં જોવા મળે છે. આ રીતે, આ પેકેજમાં અમે તમને જણાવીશું પાંચ સંક્ષિપ્તમાં

રવિના ટંડનનું ટ્વીટ વાયરલ.

કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ કોઇના કોઈ કારણસર હેડલાઇન્સમાં છે. આ ફિલ્મમાં રવીના ટંડનનું સુપરહિટ ગીત ‘અખિયે સે ગોલી મારે’ પણ રિમેક કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રવિનાએ આ અંગે ટ્વીટ કર્યું છે. અભિનેત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘તે જબરદસ્ત છે, તે અદભૂત લાગે છે. આપ સૌને અભિનંદન, મને રીમિક્સ ગમ્યું. ‘

રોહિત શેટ્ટીએ ખરીધી લેમ્બોર્ગિની ઉરુસ.

પોતાની ફિલ્મમાં કારના જબરદસ્ત સિન્સ બતાવનાર રોહિત શેટ્ટીના કાર કલેક્શનમાં એક નવી કારની એન્ટ્રી થઈ છે,ખરેખર રોહિત શેટ્ટીએ હાલમાં જ લેમ્બોર્ગિની ઉરુસ ખરીદી છે. સોશિયલ મીડિયા પર પીળા રંગની લેમ્બોર્ગિની ઉરુસ સાથે રોહિત શેટ્ટીના ફોટા જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવીએ એ આ કારની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ છે.

ટોનીના પોસ્ટર પર વિવાદ

ટોનીના પોસ્ટર પર અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ રુસ્તમ લખનાર વિપુલ કે રાવલ મુસીબતમાં છે, હકીકતમાં વિપુલની નવી ફિલ્મ ટોનીનું પોસ્ટર રિલીઝ થયું હતું, જેને લઈને વિવાદ શરૂ થયો હતો. પોસ્ટરમાં ક્રોસ હાથ દેખાઈ રહ્યો છે, જેના પર ખીલી ઠોકવામાં આવી છે. આવી સ્થિતિમાં ખ્રિસ્તી સમાજ દ્વારા તેમને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ સમગ્ર વિવાદ પર વિપુલ કહે છે કે તે કોઈ પણ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી. આની સાથે તે ફિલ્મનું પોસ્ટર પણ હટાવશે નહીં.

શાનદાર ના ફ્લોપ થવાથી મહેશ ભટ્ટ એ કર્યું જશ્ન

આલિયા ભટ્ટના દમદાર અભિનયથી દરેકના દિલમાં સ્થાન બનાવ્યું છે. ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી આલિયાના ખાતા પર થોડી ફ્લોપ ફિલ્મો છે જેમાં શાનદાર પણ શામેલ છે. આલિયાએ આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મ ફ્લોપ થઈ ત્યારે તેના પિતા મહેશ ભટ્ટે જશ્ન કર્યું હતું. મહેશનું કહેવું છે કે સારું છે કે ઘણી હિટ ફિલ્મો આપ્યા બાદ હવે આલિયા ફ્લોપ ફિલ્મોનો સામનો કરવાનું શીખી ગઈ છે.

રાધે માટે દિશા નો લૂક

સલમાન ખાન સ્ટારર્ટ ફિલ્મ રાધેમાં એકવાર ફરી દિશા તેમની સાથે જોવા મળશે. ફિલ્મ સતત ચર્ચામાં છે.એવામાં હાલમાં જ ફિલ્મનો મુહૂર્તા શોટ રાખવામાં આવ્યો હતો. આ શોર્ટ માટે દિશા પાટની ખૂબ તૈયાર થઈને સેટ પર ગઈ હતી. દિશાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા તેના વિશે માહિતી આપી, અને લખ્યું, ‘હેશટેગ રાધે, મુહૂર્ત પૂજા.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top