રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે બિન અનામત આયોગ વિશે અનુશંધાને ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં નીતીનભાઇએ જણાવ્યું કે બિન અનામત વર્ગ માટે સરકારે કેટલી યોજના બનાવી છે. આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને સમાજના એવા વર્ગને થશે જેઓને અનામતનો લાભ નથી મળતો. સાથે જ તેઓએ જણાવ્યું કે આ યોજનાથી અનામત મેળવતા વર્ગને કોઇ નુકશાન થશે નહીં.
તમામ યોજનાનો લાભ ઓનલાઇન રહેશે
સરકારની યોજના પર વાત કરીએ તો નીતીનભાઇએ જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્સ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. નીતીનભાઇએ કહ્યું કે તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળલી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓે જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસીસને ચૂકવવામાં આવશે નહીં. તો તમામ યોજનાનો લાભ આ વર્ષથી જ મેળવી શકાશે.
શૈક્ષણિક અભ્યાસ યોજના
રાજ્યમાં ચાલતા મેડિકલ, જેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવાસિયક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.
આ યોજનાની લાયકાતના ધોરણો
વિદ્યાર્થીએ ધોરણ 10માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ, વ્યાજનો દર વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ, તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઇએ.
જાણો શું મહત્વની જાહેરાતો થઇ
બિન અનામત વર્ગ માટે સરકારની મોચી જાહેરાત
- ધોરણ 12માં 60 ટકા કરતાં વધુ મેળવનાર વિદ્યાર્થીઓને મળશે લાભ
- કુંટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઇએ
- અહીં અભ્યાસ માટે 10 લાખ રૂપિયા જ્યારે વિદેશ અભ્યાસ માટે રૂ.15 લાખની લોન 4 ટકાના સાદા વ્યાજે
- છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મળશે
સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
- 4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
- આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
સ્વરોજગાર લક્ષી યોજનાઓ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
- 4 ટકા લેખે સાદા વ્યાજે મળશે લોન
- આવક મર્યાદા 3 લાખથી ઓછી હોય તેને મળશે સહાય
- ઉચ્ચ અભ્યાસમાં મોટો ખર્ચો થતો હોય છે જેમાં સહાય અપાશે.
- તબીબ, વકીલ અને ટેક્નીકલ સ્નાતકો માટે આપવામાં આવશે સહાય
- અહીં અભ્યાસ માટે 10 લાખ અને વિદેશ માટે 15 લાખ રૂપિયાની લોન
- જો કે 12માં ઘોરણમાં લઘુત્તમ 60 ટકા માર્ક હોવા જરૂરી
- બિન અનામત વર્ગો માટે સરકારની મોટી યોજના
- વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હશે તેને લોન મળવા પાત્ર
- ઇજનેરી, ટેક્નોલોજી, ફાર્મસી, આક્રિટેક્ચર સહિતનાં તમામ અભ્યાસક્રમ માટે લોન
- ચાર ટકાનાં સાદા વ્યાજે આપવામાં આવશે લોન
- નવા શૈક્ષણીક સત્રથી જ નવી યોજના અમલવામાં આવશે
- યુવતીઓને તમામ સ્થળે મફત શિક્ષણ આપવામાં આવશે