કાલે અયોધ્યા રામ મંદિર ને લઈ ને અંતિમ ફેંસલો આવી ગયો છે.અને સુપ્રીમ કોર્ટ એ નિર્ણય કર્યો છે કે અયોધ્યાની વિવાદિત જમીન રામલલ્લા ને આપવામાં આવે અને મુસ્લિમ પક્ષ ને અયોધ્યામાં અન્ય જગ્યા પર 5 એકર જમીન આપવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા મામલે શનિવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે સર્વસમ્મતિથી કહ્યું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એક મંદિરનું નિર્માણ કરવામાં આવે.અને આ જગ્યા પર રામ નું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે.કોર્ટે એમ પણ કહ્યું કે, સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે અયોધ્યામાં અન્ય જગ્યા પર 5 એકર જમીન આપવામાં આવશે.આ મામલે બોલિવુડના ઘણા સેલિબ્રિટીઝે રિએક્શન આપ્યું છે.
અને સુપ્રીમ કોર્ટના નિર્ણય ને દરેક લોકો એ સમ્માન આપ્યું છે.અને બૉલીવુડના દરેક લોકો તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.જાણીતા રાઈટર,ફિલ્મ પ્રોડ્યુસર અને એક્ટર સલમાન ખાનના પિતા સલીમ ખાને આ મામલે પોતાનો પક્ષ મૂક્યો છે.અને અયોધ્યા રામ મંદિર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીશ ચર્ચા કરી હતી.
અયોધ્યા ના ચુકાદા પર સલમાન ખાન ના પિતા સલીમ ખાને નિવેદન આપ્યું છે.અને સલીમ ખાને કહ્યું,“ભારતના મુસ્લિમોને મસ્જિદની નહીં સ્કૂલની જરૂર છે.તેમને સ્કૂલ નું નિર્માણ કરી આપો. પૈગંબરે ઈસ્લામની બે ખૂબીઓ જણાવી છે જેમાં પ્રેમ અને ક્ષમા સામેલ છે.” સલમાન ખાનના પિતાએ મુસ્લિમ સમુદાયને અપીલ કરતાં કહ્યું, “જ્યારે હવે આ કહાણી અયોધ્યા વિવાદ નો અંત આવ્યો છે.
ત્યારે મુસ્લિમોએ આ બે વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ.અને આનો ન્યાન મડવો જોઈએ.પ્રેમ દર્શાવો અને માફ કરો.હવે આ મુદ્દાને ફરીથી ઉછાળો નહીં.અને સુપ્રીમ કોર્ટ એ કરેલા નિર્ણય નું સમ્માન કરવાનું કહ્યું છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ભારતીય સમાજના પરિપક્વ થવા અંગે સલીમે કહ્યું, “ચુકાદો આવ્યા બાદ જે પ્રકારે શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો તે પ્રશંસનીય છે.
અને દેશવાશીઓ પર મને ગર્વ છે.અને તેમને આ ચુકાદો હવે સ્વીકાર કરો.એક જૂનો વિવાદ પૂરો થયો છે.હું ખરા હૃદયથી આ નિર્ણયને આવકારું છું.અને સુપ્રીમ કોર્ટ એ કરેલા ચુકાદા નું હું સંપૂર્ણ રીતે સમ્માન કરું છું.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે મુસ્લિમોએ હવે પાયાની સમસ્યાઓની ચર્ચા કરવાની જરૂર છે અને તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરવી જોઈએ.કોર્ટ એ જે પણ ચુકાદો કર્યો છે તેનું સમ્માન કરવું જોઈએ.
આ ઉપરાંત તેમને જણાવ્યું કે હું આ ચર્ચા એટલા માટે કરું છે કારણકે આપણે સ્કૂલ અને હોસ્પિટલની જરૂર છે.આ ઉપરાંત તેમને જણાવ્યું કે અયોધ્યામાં મસ્જિદ માટે મળનારી પાંચ એકર જમીન પર કોલેજ બને તો વધુ સારું રહેશે.જેથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકે.આ ઉપરાંત સલમાનના પિતાએ આગળ કહ્યું, “અમારે મસ્જિદની જરૂર નથી.અમારે સ્કૂલ ની જરૂર છે.
નમાજ તો ક્યાંય પણ અદા કરી શકાય છે.પરંતુ અમારે એક સારા સ્કૂલ ની જરૂર છે પ્લેનમાં, ટ્રેનમાં, જમીન પર પરંતુ આપણે સારી સ્કૂલોની જરૂર છે.22 કરોડ મુસ્લિમોને સારી તાલીમ મળશે તો દેશની ઘણી ખામીઓ પૂરી થઈ જશે.જેથી હું આદેશ કરું છું કે અહીં એક સારી સ્કૂલ બનાવવામાં આવે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી શાંતિ પર ભાર આપી રહ્યા છે.
અને હું તેમની સાથે સહમત છું.અને સલમાન ના પિતા એ કહ્યું હતું કે આજે આપણે શાંતિની જરૂર છે.આપણે ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે.જેથી આગળ આપણે વધુ કામ આવે.આપને ખબર હોવી જોઈએ કે શિક્ષિત સમાજમાં ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે. મુખ્ય મુદ્દોએ છે કે મુસ્લિમો તાલીમ મામલે પછાત છે અને એટલે જ હું કહું છું કે આ અયોધ્યા વિવાદનો અંત છે અને એક નવી શરૂઆત કરવાની જરૂર છે.જેથી તેમને કહ્યું છે કે મજ્જિદ ની જગ્યા એ એક સારી સ્કૂલ બનાવવામાં આવે,જેથી અહીં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.