આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ કમોશમી વરસાદ ખૂબ જ પડ્યો છે.અને દરેક વિસ્તારોમાં પાણી પાણી કરી નાખ્યું છે.આ ઉપરાંત મહા વાવાઝોડું પણ ઉગ્ર બન્યું હતું.જેથી દરેક વિસ્તારોમાં કમોશમી વરસાદ પડ્યો હતો.આ કમોશમી વરસાદ ને કારણે દરેક વિસ્તારના ખેડૂતો નો પાક નુકશાન થયું હતું.
જેથી દરેક ખેડૂતો સંકટમાં આવી ગયા છે.કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યો.પહેલા પાછોતરું ચોમાસુ, પછી વાવાઝોડુ ‘ક્યાર’ અને પછી ‘મહા’ એ ગુજરાતમાં શિયાળામાં પણ ચોમાસાનો માહૌલ બનાવ્યો હતો ત્યારે ફરીથી આવનારી 13મી અને 14મી નવેમ્બરને દિવસે રાજ્યમાં વરસાદ પડશે.જેની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી તરીખોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ,રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.જેથી ખેડૂતો વધુ ચિંતા માં આવી ગયા છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે 15 નવેમ્બરથી આમ તો રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળો શરૂ થઈ રહ્યો છે પરંતુ શિયાળાની શરૂઆત પહેલા બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.અને હવામાન ની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે થી અતિ ભારે વરસાદ થઈ શકે છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે.
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં હલકાથી ભારે વરસાદી ઝાપટા થસે.જેમાં વલસાડ,નવસારી,સહિતના વિસ્તારોમાં ભરવાથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત શિયાળામાં વરસાદ રમઝટ બોલાવશે. આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ ના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.કચ્છડો બારેમાસ વાળી ઉક્તિ જાણે સાચી પડી રહી હોય તેમ આ વર્ષે કચ્છમાં પુરતો વરસાદ થઈ ગયા બાદ પણ હજુ વરસાદવ રસશે.તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 તારીખે સૌરાષ્ટ્રમાં જશે વરસાદ,હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ મધ્ય ગુજરાત અને કચ્છ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા થશે. જેમાં મોરબી, રાજકોટ, જામનગરમાં 13 તારીખે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.જેથી આ તારીખે રાજકોટ જામનગર ના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે.
આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા અને પોરબંદરમાં પણ વરસાદ થઈ શકે છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ,14 નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દરિયાઈ વિસ્તાર માટે કોઈ આગાહી નથી પરંતુ શરૂ થઈ રહેલા શિયાળામાં વિચિત્ર વાતાવરણનો અહેસાસ થશે.જેથી ગુજરાતના દરેક વિસ્તારોના લોકો ને નોંધ લેવી જરૂરી છે.