આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ સૌથી વધારે કમોશમી વરસાદ પડ્યો છે. જેથી ખેડૂતો સંકટમાં આવી ગયાં છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદથી પાક ને થયેલા નુકસાન અને પાક વિમાની રકમ ના મળવાથી અનેક સમસ્યાઓથી પરેશાન છે, અને ખેડૂતો આત્મહત્યા કરવા પર આવી ગયાં છે.
અગાઉ કોંગ્રેસની સરકાર વખતે રસ્તા પર ઉતરી આંદોલન કરનારા કિસાન સંઘના તેનો હાલ ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા છે. આમ કહી ખેડૂતો હાર્દિક ને આવકર્યો હતો. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આવો સવાલ યુવા નેતા હાર્દિક પટેલે કર્યો છે.
તારીખ 5 ના રોજ હાર્દિકે કિસાનો ના પ્રશ્નો અંગે સરકારને એક સપ્તાહની મહેતલ આપી હતી એ દરમિયાન સરકાર અને વીમા કંપનીઓ તરફથી કોઈ ઠોસ પગલાં ન લેવાતા હાર્દિક આવતીકાલથી રાજકોટ જિલ્લાના પડધરીથી આંદોલન શરુ કરી રહ્યો છે. અને આ આંદોલન દ્વારા ખેડૂતો ને ન્યાન આપાવવા માટે કરી રહ્યાં છે.
હાર્દિક પટેલ આજથી આંદોલન કરવા જઈ રહ્યા છે. અને આંદોલન દ્વારા ખેડૂતો ને ન્યાય પવાવાનું કામ કરી રહ્યાં છે.હાર્દિક પટેલે આજે સવારે એક વિડીયો જાહેર કરી ખેડૂતના મુદ્દે વીમા કંપનીઓને આડે હાથ લીઘી હતી, હાર્દિકે એવી ચીમકી આપી હતી કે પાક વીમાની રકમ ખેડૂતોને ચુકવવામાં વીમા કંપનીઓ વિલંબ કરી રહી છે.
વીમા કંપનીઓ ખેડૂતો ના પૈસા પડાવી રહી છે. જો ખેડૂતો ને ન્યાન નહીં મળે તો હાર્દિક પટેલ આંદોલનની ચીમકી આપી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ એ જણાવ્યું હતું કે વીમા કંપનીઓમાં અભિમાન આવી ગયું છે વીમા કંપનીઓ પણ સમજી લે જો ખેડુને પરેશાન કરવામાં આવ્યા.
તો વીમા કંપની ને પણ તાળા લાગી જશે. અને વીમા કંપનીઓ પણ બંધ કરી દેવામાં આવશે. અમે ખુડૂતોની લડાઈ કોઈ રાજકીય બેનર હેઠળ નહીં પણ બિન રાજકીય લડી રહ્યા છીએ. જો ખેડૂતો ને ન્યાય ન મળ્યો તો હું મહા આંદોલન કરીશ તેમ કહી વીમા કંપનીઓ ને ચીમકી આપી હટી.
આજથી હાર્દિક મહા આંદોલન કરવા જઈ રહ્યા છે. અને ખેડૂતો ના ન્યાન માટે આ લડાઈ લડી રહ્યા છે. પરંતુ આ સાથે જ હાર્દિકે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસના રાજકોટ જિલ્લાના નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. અને અમારી સાથે જોડાઈ ને ખેડૂતો માટે આંદોલન કરીશું.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ પણ જો તેઓ ખેડૂતોનું હિત ઇચ્છતા હોય તો જોડાઈ શકે છે.સરકાર સામે અવાજ ઉઠાવવા યુવાનો-ખેડૂતો આગળ આવે.આમ કહી હાર્દિક પટેલ એ દેશવાસીઓને સંબોધન આપ્યું હતું.