દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પૂજા દરમિયાન દીવો અને ધૂમ સળગાવે છે, હિન્દુ ઘરોની અંદર ધૂપ અને દીવો સળગાવી પરંપરા ઘણા સમયથી ચાલી આવી છે, એવું માનવામાં આવે છે કે ઘરમાં દીવો અને ધૂપ કરીએ તો મનને શાંતિ મળે છે. મન માં ખુશી ઉત્પન્ન થાય છે. ઘરમાં ધૂપ કરવાથી ઘણી બિમારીઓ દૂર થઈ જાય છે.
ઘરમાં નકાત્મક ઊર્જાને દૂર કરે છે અને ઘરમાં ચિંતા મુક્ત વાતાવરણ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં ધૂપ લગાડવું ખૂબજ લાભદાયક માનવામાં આવે છે. જો આનો ઉપયોગ કરવામાં આવે તો ઘરના વિવાદો દૂર થાય છે અને આકસ્મિક ઘટનાઓ દૂર થાય છે. ઘરમાં નકાત્મક ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મકનું આગમાન થાય છે. ધૂપથી ઘરમાં દોષ દૂર થાય છે.
જો તમારા ઘર કે પરિવારમાં ચાલતા દિવસોમાં જો કઈ નાની મોટી પરેશાનીઓ ઉત્પન્ન થાય છે.તો તમે તમારા ઘરમાં ધૂપ અવશ્ય કરો.તેનાથી તમારા ઘરના પરિવારમાં શાંતિ રહેશે, તેની સાથે મન અને શરીરની શાંતિ પણ પ્રાપ્ત થાય છે. ધૂપ આપીને માનસિક તાણથી રાહત આપે છે. આજે અમે તમને ધૂપના કેટલાક ચમત્કારિક ઉપાય જણાવી રહ્યા છીએ જે તમને તેનાથી ચમત્કારી લાભ મળશે.
આવો જાણીએ ધૂપાના ચમત્કારી ઉપાયો.
ગોળ કે ઘી નું ધૂપ.
જો તમે ગુરુવાર કે રવિવારના દિવસે ગોળ અને ઘી મિક્સ કરીને ધૂપ કરો તો, તેનાથી વાતાવરણ સુગંધીદાર થઈ જાય છે. અને માનસિક તણાવથી પણ છુટકારો મળે છે. ધૂપ ના ધુમાડાથી ઘરમાં વાદ વિવાદ દૂર થાય છે. અને તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે ગોળ અને ઘી નું ધૂપ કરવાથી પરિવાર પર સંકટ આવતો નથી.
લોબાનનું ધૂપ.
જો તમે તમારા ઘરમાં લોબાન ઉપયોગ કરતા હોય તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે લોબાન સળગાવવું અલૌકિક શક્તિઓને આકર્ષિત કરે છે. લોબાનનો મોટાભાગે દરગાહ જેવા સ્થળોએ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં લોબાન સળગાવો છો તો પછી તમે તેને સળગાવવા માટે કોઈ નિષ્ણાતને પૂછી શકો છો.
ગુગળનું ધૂપ.
જો તમે તમારા ઘરમાં ગુગળ નું ધૂપ કરો છો. તો તેનાથી તમારા ઘરનું વાતાવરણ સુગંધિત દાર્ બનશે. જો તમે ગુગળ અગ્નિમાં નાખો છો તો ત્યાંની જગ્યા ખૂબજ મહેક ઉઠે છે. આની સુગંધથી માથાનો દુખાવામાં ઘટાડો થાય છે અને તેને સબંધી બિમારીઓ દૂર થાય છે. આટલું જ નથી તેનાથી દિલની બીમારીથી દૂર થાય છે.
કપૂરનું ધૂપ.
જો તમે પણ તમારા ઘરમાં કપૂરનું ધૂપ કરો છો. તો તે તમારા ઘરનું વાતાવરણ સુગંધિત દાર બનાવે છે. એવું કહેવામાં આવે છે કે કપૂર સળગાવાથી પર્યાવરણમાં રહેલા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. તે દેવ દોષ અને પિત્રોદોષને પણ છુટકારો મેળવે છે. જો તમે સવારે અને સાંજે નિયમિત પણે તમારા ઘરે કપૂર બાળી લો છો, તો તે તમને ઘણા પ્રકારના ફાયદા આપે છે