વસોયાની જળસમાધી વખતે પોલીસવેનમાં મીડિયાએ લીધેલા અટકાયતીઓના ઇન્ટરવ્યૂને લઇ 4 પોલીસમેન સસ્પેન્ડ

રાજકોટ: રાજકોટના ધોરાજીના ભુખી ગામે 3 દિવસ પહેલા ભાદરમાં દૂષિત પાણીને લઇ લલિત વસોયા જળસમાધિ લેવાના હતા. આ સમયે હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતો પરંતુ જળસમાધિ લે તે પહેલા જ અટકાયત કરી લેવામા આવી હતી. લલિત વસોયા, હાર્દિક પટેલ સહિતના અન્ય ધારાસભ્યોને જે પોલીસ વેનમાં જેતપુર લઇ જવાયા હતા તેમા સાથે મીડિયા પણ ઘૂસી ગયું હતું અને તમામ અટકાયતી લોકોના ઇન્ટરવ્યૂ કર્યા હતા. જો કે આ વાતના ઘેરા પડઘા પડ્યા હતા અને એસપીએ ચાર પોલીસ કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ વેનમાં ચાર પોલીસ કર્મીનો હતો બંદોબસ્ત

જળસમાધી લેવા જાય તે પહેલા લલિત વસોયા, હાર્દિક પટેલ સહિત અન્ય 12 ધારાસભ્યોની અટકાયત કરાઇ હતી. બધાને અટકાયત કરી પોલીસ વેનમાં જેતપુર પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. પરંતુ તે પોલીસ વેનમાં અલગ અલગ મીડિયાના મિત્રોએ જઇ હાર્દિક અને લલિત વસોયાના ઇન્ટરવ્યૂ કર્યા હતા. આ વાતને લઇ પોલીસની બેદરકારી જોવા મળી હતી. સમગ્ર વાતને લઇ રેન્જ આઇજીએ એસપી પાસેથી ખુલાસો માંગ્યો હતો અને કોની બેદરકારી હતી તેનો રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટ આવતા જ આજે 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાના આદેશ કરાયા હતા. જેમાં ભીખાભાઇ હાજાભાઇ ગંભીર (હેડ કોન્સ્ટેબલ), અજીતભાઇ ગંભીર (હેડ કોન્સ્ટેબલ), રૂપકબહાદુર તેજબહાદુર (એલસીબી) અને કરશન કલોત્રા(એલસીબી)નો સમાવેશ થાય છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top