અમદાવાદઃ પાટીદારોને અનામત આપવા મુદ્દે ફરીએકવાર પાસ નેતા હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી ઉપવાસનું સ્થળ નક્કી થઈ શક્યું નથી. તો બીજી બાજુ આમરણાંત ઉપવાસ માટે 13 દિવસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેમાં આ 13 દિવસ દરમિયાન વિવિધ જિલ્લા-તાલુકામાંથી પાટીદાર આગેવાનો આવીને હાર્દિક સાથે પ્રતિક ઉપવાસ કરશે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ માટે નિકોલ પાસેનું મેદાન માંગ્યું હતું, પરંતુ હજુ સુધી તેને મંજૂરી ન મળતા હાર્દિકે એવું પણ જાહેર કર્યું હતું કે, સરકાર ઉપવાસના સ્થળની મંજૂરી આપે કે ન આપે પરંતુ અમદાવાદમાં ઉપવાસ તો થશે જ.
હાર્દિક પટેલના આ આમરણાંત ઉપવાસમાં રાજ્યભરના વિવિધ તાલુકા-જિલ્લામાંથી અનેક લોકો આવશે. માત્ર ગુજરાત જ નહીં, દેશના અન્ય રાજ્યોના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવી શક્યતા છે. જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.
13 દિવસના કાર્યક્રમમાં ગુજરાતના 137 સ્થળો અને બીજા છ રાજ્યોથી આવશે લોકો
25-8-2018- સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ હાજર રહેશે.
26-8-2018-ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાર્દિક પટેલને રક્ષા બંધન નિમિત્તે રાખડી બાંધવા આવશે. ઉપલેટા, ધોરાજી, ધ્રાંગધ્રા, ઉંઝા, ભાણવડ, ચાણસ્મા
27-8-2018-માણાવદર, જામજોધપુર, ભેંસાણ, વિસાવદર, કેશોદ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામનગર
6 રાજ્યોમાંથી આવશે લોકો
28-8-2018- મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ, પ્રાંતિજ
29-8-2018- ટંકારા, મોરબી, માળીયા, પડધરી,હળવદ, વાંકાનેર, લોધિકા, કોટડા-સાંગાણી, જસદણ, ગોંડલ, જેતપુર, જામકંડોરણા
30-8-2018- જુનાગઢ, સોમનાથ, ગિર ગઢડા, ભાયાવદર, પાનેલી, વંથલી, માળીયા, મેંદરડા, તાલાલા, બાબરા, લાઠી, સાવરકુંડલા, બગસરા,ધારી, ખાંભા, લીલીયા, અમરેલી, રાજુલા, કુંકાવાવ,
31-8-2018- ભાવનગર, ઘોઘા,સિંહોર, ગારિયાધાર, પાલીતાણા, સુરત, તળાજા, મહુવા
1-9-2018- બહુચરાજી, લખતર, ધોળકા, બાવળા, સાણંદ, માણસા, ગોઝારિયા, વિસનગર, સતલાસણા, વિજાપુર, કલોલ, ગાંધીનગર, દહેગામ
2-9-2018- અમદાવાદ, માંડલ, દેત્રોજ, વિરમગામ, દસક્રોઈ, પાટડી, વઢવાણ, મુળી, ચોટીલા, સાયલા, ચુડા, લીંબડી
3-9-2018-સિદ્ધપુર, પાટણ, પાલનપુર, રાપર, ભુજ, નખત્રાણા, ગાંધીધામ, કડી, વડનગર, મહેસાણા, તેનપુર, બાયડ, માલપુર, મોડાસા, ધનસુરા.
4-9-2018- કુતિયાણા, જુનાગઢ, બોટાદ, ગઢડા, વલ્લભીપુર,ઉમરાળા, લુણાવાડા, શહેરા, ગોધરા, હાલોલ, કલોલ, કડાણા, ખાનપુર, સંખેડા, ડભોઈ, કરજણ, પાદરા, સિનોર, વાઘોડિયા, વડોદરા.
5-9-2018- કપડવંજ, વિરપુર, બાલાસિનોર, કઠલાલ, ખેડા, માતર, નડિયાદ, ઠાસરા, સોજીત્રા, ઉમરેઠ, આણંદ, પેટલાદ, ખંભાત, બોરસદ, રાજપીપળા
6-9-2018-ભરૂચ, જંબુસર. આમોદ, ઝઘડિયા, નવસારી, વલસાડ, અંકલેશ્વર